Opening Bell : શેરબજારની મજબૂત શરૂઆત, Sensex 600 પોઈન્ટ ઉપર ખુલ્યો
વૈશ્વિક બજારોમાં મામૂલી રિકવરી જોવા મળી હતી. અમેરિકી બજારોની વાત કરીએ તો અહીં પણ રિકવરી જોવા મળી હતી અને ડાઉ જોન્સ 240 પોઈન્ટ વધીને દિવસની ટોચે બંધ રહ્યો હતો.
Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં પણ આજે કારોબારની શરૂઆત (Opening Bell)સારી થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર નજરે પડી રહ્યા છે. સોમવારે સેન્સેક્સ(Sensex) 617.26 પોઈન્ટ અથવા 1.08 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. આજે ઇન્ડેક્સ 57,066.24 ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે સવારે 9.17 વાગે 57,212.54 ની સપાટીએ જયારે તેની નીચલી સપાટી 57,066.24 ની નોંધાઈ હતી. નિફટી(Nifty)ની વાત કરીએતો આજે સૂચકઆંક 17,121.30 ઉપર ખુલ્યો હતી જેનું ઉપલું સ્તર 17,147.40 જયારે નીચલી સપાટી 17,110.30 નોંધાઈ હતી. સોમવારે નિફટી 16,953.95 પોઇન્ટ ઉપર બંધ થયો હતો.
વૈશ્વિક સંકેત સારા મળ્યા
વૈશ્વિક બજારોમાં મામૂલી રિકવરી જોવા મળી હતી. અમેરિકી બજારોની વાત કરીએ તો અહીં પણ રિકવરી જોવા મળી હતી અને ડાઉ જોન્સ 240 પોઈન્ટ વધીને દિવસની ટોચે બંધ રહ્યો હતો. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ માર્કેટની શરૂઆત નબળી રહી હતી પરંતુ બાદમાં અહીં રિકવરી જોવા મળી હતી. ડાઉ જોન્સ દિવસના નીચલા સ્તરથી 700 પોઈન્ટથી વધુ રિકવર થયો હતો. દિગ્ગ્જ IT શેરોમાં આવેલી તેજીએ માર્કેટમાં તેજીના પ્રાણ ફૂક્યા હતા. ટ્વિટરના શેરમાં 5 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સિવાય જો યુરોપના બજારોની વાત કરીએ તો અહીં 1.5 થી 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન માર્કેટમાં હરિયાળી જોવા મળી રહી છે. SGX નિફ્ટી લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે અને અહીં લગભગ 100 પોઈન્ટનો ઉછાળો છે.
કોમોડિટી અપડેટ્સ
- ચીનની ચિંતાને કારણે કોમોડિટી માર્કેટ દબાણ હેઠળ
- શાંઘાઈ બાદ બેઈજિંગને પણ લોકડાઉનનો ખતરો છે
- ગઈકાલે ક્રૂડ 4% તૂટ્યા પછી રિકવર થયું
- 1900ડોલર ની નજીક ગોલ્ડ 4 અઠવાડિયાના નીચા સ્તરે દેખાયું
- એલ્યુમિનિયમ 3 મહિનાના નીચા સ્તરે સરક્યું
- ઝિંક, લીડ અને નિકલ પર પણ ભારે ઘટાડો
આજે બજાર માટે મહત્વપૂર્ણ બાબતો
- અમેરિકી બજારોમાં નીચલા સ્તરેથી સારી રિકવરી
- ચીનમાં ઘટતી માંગને કારણે મેટલ્સમાં 1.5-4% ઘટાડો
- LIC નું અપડેટેડ DRHP સેબી દ્વારા મંજૂર
- નિફ્ટીની 2 કંપનીઓ અને F&Oની 4 કંપનીઓના આજે પરિણામ આવશે
LICનો IPO 4 મેં ના રોજ ખુલશે
ભારતનો સૌથી મોટો આઇપીઓ (IPO)લોન્ચ થવાની જાહેરાત થઇ છે. ભારતની સૌથી મોટી વિમા કંપની (LIC)એલઆઇસીનો આઇપીઓ 4 મેના રોજ લોન્ચ થનાર છે. અને, આ આઇપીઓ ( IPO) 9 મે સુધી ભરી શકાશે.સરકાર આવતા મહિને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ના ઈનીશિયલ પબ્લીક ઓફરીંગ (IPO)માં તેનો 3.5 ટકા હિસ્સો (Stake) વેચશે. સરકાર LICમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચશે.
FII-DII ડેટા
25 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 3302.85 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1870.45 કરોડનું રોકાણ કર્યું હતું.
છેલ્લા બે દિવસમાં સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો ઘટાડો થયો હતો
સેન્સેક્સ સોમવારે 617.26 પોઈન્ટ અથવા 1.08 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. BSE સેન્સેક્સ 56,579.89 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 714.53 પોઈન્ટ્સ અથવા 1.23 ટકાના ઘટાડા સાથે 57,197.15 પર બંધ થયો હતો. એટલે કે બે ટ્રેડિંગ સેશનમાં તે 1,331.79 પોઈન્ટ ઘટી ગયો છે. શેરબજારમાં બે દિવસના ઘટાડાથી રોકાણકારોને રૂ. 6,47,484.72 કરોડનું નુકસાન થયું છે. આ કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 2,65,29,671.65 કરોડ થઈ ગઈ છે.