AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશની સૌથી મોટી IT કંપની TCS એ રચ્યો ઇતિહાસ, માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી કંપની TCS નો શેર સેન્સેક્સ પર 2.16% ટકા વધીને 55,792.27 ની સપાટીએ બંધ થયો છે.આજના કારોબારમાં શેર ૭૫ રૂપિયા વધ્યો છે.TCS નો શેર રૂ.3,560.80ની સર્વાધિક ઉપલી સપાટીએ પહોંચી ગયો છે.

દેશની સૌથી મોટી IT કંપની TCS એ રચ્યો ઇતિહાસ, માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી
Tata Consultancy Service - TCS
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 5:06 PM
Share

દેશની સૌથી મોટી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ આજે ઇતિહાસ રચ્યો છે. TCS ના શેર આજના કારોબારમાં નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. TCS નું માર્કેટ કેપ પ્રથમ વખત 13 લાખ કરોડ રૂપિયાને કરી ગયું છે. ટેક મહિન્દ્રા(Tech Mahindra), કોફોર્જ(Coforge),, ટીસીએસ(TCS), માઈન્ડટ્રી (Mindtree) અને એમફાસીસ(Mphasis)માં સારી ખરીદીના કારણે બજાર નવી વિક્રમી સપાટીએ બંધ થવામાં સફળ રહ્યું હતું.

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી કંપની TCS નો શેર સેન્સેક્સ પર 2.16% ટકા વધીને 55,792.27 ની સપાટીએ બંધ થયો છે.આજના કારોબારમાં શેર ૭૫ રૂપિયા વધ્યો છે.TCS નો શેર રૂ.3,560.80ની સર્વાધિક ઉપલી સપાટીએ પહોંચી ગયો છે. BSE પર સ્ટોક 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચતાની સાથે માર્કેટ કેપ વધીને 13.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

એક નજર TCS ના શેરની સ્થિતિ ઉપર

LCP      3,548.00     + 75.05 (2.16%) Open    3,482.10 High    3,560.80 Low     3,463.00

52 અઠવાડિયાની સ્થિતિ

52-wk high    3,560.80 52-wk low     2,216.45 Mkt cap        13.15LCr P/E ratio      38.39 Div yield        1.13%

TCS ને પ્રથમ ક્વાર્ટરમાં જબરદસ્ત ફાયદો થયો છે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં TCS ને મોટો ફાયદો થયો છે. એપ્રિલ-જૂનમાં કંપનીનો નફો 28.5 ટકા વધીને 9,008 કરોડ રૂપિયા થયો છે. અગાઉના નાણાકીય વર્ષ 2020-21ના સમાન ક્વાર્ટરમાં કંપનીને 7,008 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની એકીકૃત આવક પણ 18.5 ટકા વધીને 45,411 કરોડ રૂપિયા થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 38,322 કરોડ રૂપિયા હતી.

ટાટા ગ્રુપની કંપની દેશની સૌથી મોટી ખાનગી નોકરીદાતા છે અને 5 લાખથી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કંપની કેમ્પસમાંથી 40 હજાર ફ્રેશર્સની ભરતી કરશે. કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા 5 લાખથી વધુ છે. ગયા વર્ષે પણ કંપનીએ 40 હજાર ફ્રેશર્સનું કેમ્પસ હાયર કર્યા હતા. કંપનીના ગ્લોબલ HR ચીફ મિલિંદ લક્કડે જણાવ્યું હતું કે આ વર્ષે ભરતી વધુ સારી રહેશે.

ટાટાની આ કંપની 5 લાખ લોકોને રોજગારી આપે છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) માં 5 લાખથી વધુ કર્મચારીઓ છે. તે જ સમયે, TCS હવે ભારતીય રેલવે પછી દેશની બીજી સૌથી મોટી નોકરીદાતા બની ગઈ છે. ટીસીએસ છોડનારા કર્મચારીઓની સંખ્યા પણ ઘણી ઓછી છે. આ કંપનીનો જાળવણી દર 8.6 ટકા છે, જે દેશમાં સૌથી ઓછો છે.

આ પણ વાંચો :  Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે , જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ

આ પણ વાંચો :  IPO Allotment Status : શું તમે CarTrade Tech IPO માં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">