AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે , જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ

ગયા અઠવાડિયે સોનું ઘટીને ચાર મહિનાની નીચી સપાટી 45,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. આ પછી સોનામાં થોડી રિકવરી આવી છે અને ભાવ હવે 10 ગ્રામ પ્રતિ 47,000 ને પાર કરી ગયો છે.

Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે , જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 12:15 PM
Share

ભારતીય વાયદા બજારમાં આજે સોનાના ભાવ(Gold Price Today )માં થોડો ઘટાડો થયો જે બાદમાં ફરી ઉછળ્યો હતો . મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર વાયદો મંગળવારે 0.41% ટકા ઉપર ટ્રેડ થયો હતો. જોકે ચાંદીના ભાવમાં તેજી છે. સપ્ટેમ્બર વાયદા માટે ચાંદીમાં 0.24 ટકા ઉછાળા સાથે વેપાર થયો છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં સોનામાં અસ્થિર વેપારમાં 0.47 ટકાનો વધારો થયો હતો જ્યારે ચાંદી 0.54 ટકા વધી હતી.

ગયા અઠવાડિયે સોનું ઘટીને ચાર મહિનાની નીચી સપાટી 45,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. આ પછી સોનામાં થોડી રિકવરી આવી છે અને ભાવ હવે 10 ગ્રામ પ્રતિ 47,000 ને પાર કરી ગયો છે. ગયા વર્ષે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

આજની કિંમતી ધાતુની સ્થિતિ MCX પર ઓક્ટોબર સોનાનો વાયદો આજે 47,235.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામખુલ્યો હતો.તો બીજી તરફ ચાંદીના ભાવ MCX પર સપ્ટેમ્બર ચાંદીનો વાયદો 153 રૂપિયા વધીને 63,610 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો.

સોનામાં ઘટાડાની ચેતવણી UBS ગ્રુપ દ્વારા સોનાના રોકાણકારોને ચેતવણી આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે કોરોના પછી આર્થિક સુધારાની ગતિ વધી રહી છે. US જોબ માર્કેટ ડેટાની અપેક્ષા કરતા વધુ સારો છે. આ કિસ્સામાં ફેડરલ રિઝર્વ સમય પહેલા વ્યાજ વધારવાનું નક્કી કરી શકે છે. UBS ગ્રુપના કોમોડિટી માર્કેટ નિષ્ણાતો કહે છે કે જો તમે વ્યૂહાત્મક સ્થિતિમાં છો તો આ રોકાણ છોડી દેવું જોઈએ. UBS ગ્રુપના અંદાજ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1600 ડોલર અને ચાંદી 22 ડોલર સુધી ઘટી શકે છે. તેનાથી વિપરીત, ગોલ્ડમ સચમેન કહે છે કે સોનું ફરી 2000 ડોલરના સ્તર પર પહોંચશે.

ગઈકાલે શું હતી સ્થિતિ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર તેમજ કોમોડિટી બજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ જોવા મળ્યો હતો. ઓક્ટોબર ડિલિવરી માટે સોનું 47,022.00 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ઉપલા સ્તરે ટ્રેડ થયુ હતું. ડિસેમ્બર ડિલિવરી માટે આ સ્તરે સોનું 47,217.00 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર નજરે પડ્યું હતું. MCX પર ચાંદીના ભાવ પર દબાણ સાથે સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ. 216 ઘટીને રૂ 63,022 પ્રતિ કિલોગ્રામ પર અને ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ. 179 ઘટીને રૂ. 63786 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD       47420.00  +195.00 (0.41%) –  12:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48968 RAJKOT 999                   48985 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48930 MUMBAI                  46970 DELHI                      50360 KOLKATA                49200 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48220 HYDRABAD          48220 PUNE                      48740 JAYPUR                 48350 PATNA                    48740 NAGPUR                46970 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43617 AMERICA          42653 AUSTRALIA     42588 CHINA               42639 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">