TCS BUYBACK : રૂપિયા 18000 કરોડની બાયબેક યોજનાને મંજૂરી મળી, 23 ફેબ્રુઆરી રેકોર્ડ ડેટ નક્કી કરાઈ
TCS Buyback બુધવાર ફેબ્રુઆરી 23, 2022ની રેકોર્ડ ડેટ ( February 23, 2022 Record Date) નક્કી કરી છે.
TCS BUYBACK : દેશની સહુથી મોટી આઇટી સર્વિસિસ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની રૂપિયા 18,000 કરોડ સુધીના શેરના બાયબેકને મંજૂરી મળી ગઈ છે. Tata Consultancy Services એ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે “કંપનીના સભ્યોએ પોસ્ટલ બેલેટ દ્વારા વિશેષ ઠરાવ પસાર કરીને બાયબેકને મંજૂરી આપી છે”
કંપનીએ બાયબેકમાં ભાગ લેવા માટે પાત્રતા ધરાવતા ઇક્વિટી શેરધારકોના નામ અને હકદાર નક્કી કરવાના હેતુથી(TCS Buyback Record Date) બુધવાર ફેબ્રુઆરી 23, 2022ની રેકોર્ડ ડેટ ( February 23, 2022 Record Date) નક્કી કરી છે.
12 જાન્યુઆરી 2022ના રોજ TCSના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 રૂપિયાની ફેસ વેલ્યુના 4,00,00,000 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર(fully paid-up equity shares) દરેક રૂપિયા 4,500 પ્રતિ ઇક્વિટી શેરની કુલ રકમ માટે બાયબેક કરવાની જાહેરાત કરી હતી જેની કિંમત 18,000 કરોડ નક્કી કરાયા છે.
ટાટા સન્સ અને TICL બાયબેક કરશે
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ ગયા મહિને જણાવ્યું હતું કે તેના પ્રમોટર્સ ટાટા સન્સ (TATA Sons )અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (TICL) પણ ઓફરમાં ભાગ લેવા માગે છે. ટાટા સન્સ કંપનીમાં લગભગ 266.91 કરોડ શેર ધરાવે છે અને તે બાયબેક માટે 2.88 કરોડ શેર્સ ટેન્ડર કરવા માગે છેજ્યારે TICL, જે 10,23,685 શેર ધરાવે છે તેણે 11,055 શેર્સ ટેન્ડર માટે ઓફર કર્યા છે.
અગાઉ પણ બાયબેક ઓફર આવી હતી
આ અગાઉ લગભગ 16,000 કરોડની TCSની અગાઉની બાયબેક ઓફર 18 ડિસેમ્બર, 2020ના રોજ ખુલી હતી અને 1 જાન્યુઆરી, 2021ના રોજ બંધ થઈ હતી જેમાં ગ્રૂપ હોલ્ડિંગ ફર્મ ટાટા સન્સે રૂપિયા 9,997.5 કરોડના શેર્સ ટેન્ડર કર્યા હતા.
તે સમયે 5.33 કરોડથી વધુ ઇક્વિટી શેરો ખરીદવામાં આવ્યા હતા (ઓફરની કિંમત ₹3,000 દરેક હતી) ટાટા સન્સના 3,33,25,118 શેર બાયબેક ઓફર હેઠળ સ્વીકારવામાં આવ્યા હતા.
શા માટે શેર બાયબેક કરાય છે?
સામાન્ય રીતે કંપની પાસે બેલેન્સ શીટમાં વધારાની રોકડ હોય છે તેથી તેઓ શેર પાછા ખરીદે છે. કંપની તેની વધારાની રોકડનો ઉપયોગ શેર બાયબેક માટે કરે છે. કેટલીકવાર કંપનીને લાગે છે કે તેના શેરની કિંમત ઓછી છે તેથી તે બાયબેક દ્વારા તેને વધારવાનો પ્રયાસ કરે છે. કંપનીના બોર્ડે શેર બાયબેક કરવાની ઓફરને મંજૂરી આપી છે. એકવાર મંજૂર થયા પછી કંપની ઇવેન્ટમાં રેકોર્ડ તારીખ અને બાયબેક તારીખની જાહેરાત કરે છે. રેકોર્ડ તારીખ એ તારીખ છે કે જેના પર રોકાણકારો તે કંપનીના શેર ધરાવે છે અને તેઓ તે કંપનીના બાયબેકમાં ભાગ લઈ શકે છે.
આ પણ વાંચો : CIBIL Score વધારવા માટે આ 5 ઉપાય અજમાવો, લોન મેળવવામાં ક્યારેય નહિ પડે મુશ્કેલી