Petrol Diesel Price Today : ક્રૂડના ભાવમાં ભડકો પણ દેશમાં ઇંધણના ભાવ સ્થિર, જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડના ભાવમાં ભડકો પણ દેશમાં ઇંધણના ભાવ સ્થિર, જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે?
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 9:44 AM
Petrol Diesel Price Today :  દેશની સરકારી ઓઈલ કંપનીઓએ આજે રવિવાર 13 ફેબ્રુઆરી માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે પણ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 102 દિવસથી સ્થિર છે. ભારતમાં 102 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 4 નવેમ્બર 2021ના રોજ દેશભરમાં કરવામાં આવ્યો હતો. ત્યારપછી દેશના શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે યથાવત છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ, શ્રીનગર જેવા તમામ શહેરો અને જિલ્લાઓમાં છેલ્લા 3 મહિનાથી પેટ્રોલ-ડીઝલ એક જ ભાવે વેચાઈ રહ્યું છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 95 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે.

ક્રૂડ ઓઈલ મોંઘુ હોવા છતાં દેશમાં ઈંધણના ભાવ સ્થિર

એક તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે તો બીજી તરફ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 102 દિવસથી સ્થિર છે. સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર હોય છે. પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે ક્રૂડનો ઉપયોગ થાય છે. તેથી જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધે છે ત્યારે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થાય છે. પરંતુ હાલ ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં દેશમાં ઈંધણના ભાવ સ્થિર છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે

oilprice.com અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 94.44 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડના ભાવ શનિવારની જેમ જ રવિવારે 93.10 ડોલર પર પહોંચી ગયા હતા. આજે બ્રેન્ટ ક્રૂડ 94.44 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે પણ તેની કિંમત માત્ર 94.44 ડોલર હતી.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : CIBIL Score વધારવા માટે આ 5 ઉપાય અજમાવો, લોન મેળવવામાં ક્યારેય નહિ પડે મુશ્કેલી

આ પણ વાંચો : Baba Ramdevની કંપની Ruchi Soya રૂપિયા 4300 કરોડ એકત્ર કરવા FPO લાવશે, ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં આવી શકે છે ઈશ્યુ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">