TCS : ટાટાની આ કંપનીએ રચ્યો ઇતિહાસ, વિશ્વની બીજી સૌથી મોટી IT Service કંપની બની
TCS એ વર્ષમાં 12% અને 2020 બાદ 24% વૃદ્ધિ હાંસલ કરી છે. TCSની બ્રાન્ડ વેલ્યુ 16.8 અબજ સુધી પહોંચી ગઈ છે.
Tata Consultancy Services (TCS) એ નવો રેકોર્ડ બનાવ્યો છે. ટાટા કન્સલ્ટન્સી વિશ્વભરમાં IT સેવાઓ(IT service) ક્ષેત્રમાં બીજી સૌથી મૂલ્યવાન કંપની તરીકે ઉભરી આવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા જારી કરાયેલા ‘બ્રાન્ડ ફાઈનાન્સ’ના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ટાટા કન્સલ્ટન્સી સિવાય અન્ય ભારતીય જાયન્ટ્સ જેમ કે ઈન્ફોસિસ (Infosys) અને અન્ય ચાર ટેક કંપનીઓને ટોચની 25 આઈટી સર્વિસ બ્રાન્ડ્સમાં સ્થાન મળ્યું છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એ ટાટા ગ્રુપની સૌથી મહત્વપૂર્ણ કંપનીઓમાંની એક છે જે આઇટી સેવાઓની દેખરેખ રાખે છે. ઈન્ફોસિસ પણ એક મોટી આઈટી કંપની છે પરંતુ વિશ્વમાં તેનું TCS જેટલું મોટું નામ નથી.
જો તમે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી 10 આઈટી સર્વિસ બ્રાન્ડ્સ પર નજર નાખો તો તેમાં 6 મોટી ભારતીય બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ આંકડો 2020-22નો છે. Accenture વિશ્વમાં સૌથી મૂલ્યવાન અને મજબૂત IT બ્રાન્ડ તરીકે પ્રથમ ક્રમે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે Accentureની રેકોર્ડ બ્રાન્ડ વેલ્યુ 36.2 અબજ ડોલર છે. ભારતની IT કંપનીઓએ 2020 અને 2022 ની વચ્ચે સૌથી ઝડપી વૃદ્ધિ મેળવી છે જે લગભગ 51 ટકા છે. જો કે તમે આ સમયગાળામાં અમેરિકન કંપનીઓની વૃદ્ધિ પર નજર નાખો તો ભારતીય કંપનીઓ તેમનાથી માત્ર 7% પાછળ રહી ગઈ છે.
રિપોર્ટ શું કહે છે
બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટ જણાવે છે કે વર્કપ્લેસમાં રિમોટ વર્કિંગ અથવા વર્ક ફ્રોમ હોમનો યુગ હવે સામાન્ય બની ગયો છે. આ નવો ટ્રેન્ડ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં ડિજિટલાઇઝેશનની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ બની ગઈ છે. આ કારણે છેલ્લા બે વર્ષમાં IT સેવાઓએ સૌથી ઝડપી ગતિ પકડી છે.
ભારત આ બાબતમાં સમૃદ્ધ છે કારણ કે ભારતમાં વિશ્વની ઘણી મોટી આઈટી બ્રાન્ડ્સ છે અને મોટી વસ્તી ડિજિટલ કૌશલ્યમાં સારી રીતે વાકેફ છે. આવનારા સમયમાં ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT)માં મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે IBM રેન્કિંગમાં ચોથા સ્થાને સરકી ગઈ છે અને TCS બીજા સ્થાને પહોંચી ગઈ છે.
TCS ના નફામાં વધારો
TCS એ વર્ષમાં 12% અને 2020 બાદ 24% વૃદ્ધિ હાંસલ કરી છે. TCSની બ્રાન્ડ વેલ્યુ 16.8 અબજ સુધી પહોંચી ગઈ છે. આ સિદ્ધિ પર TCSએ જણાવ્યું છે કે કંપનીએ બ્રાન્ડ્સ અને કર્મચારીઓમાં રોકાણ કર્યું છે જેના પરિણામે વિશ્વમાં આટલું મોટું રેન્કિંગ આવ્યું છે. TCS કસ્ટમર ઇક્વિટી અને નાણાકીય કામગીરી પર પણ ભાર મૂકે છે. વર્ષ 2021માં TCSની આવકમાં જંગી વધારો જોવા મળ્યો અને તે 25 અબજ ડોલરની રેકોર્ડ આવક પર પહોંચી ગયો. TCSની આ પ્રથમ આટલી મોટી કમાણી હતી. IT ઈન્ડસ્ટ્રીમાં 25 ટકાનો પ્રોફિટ માર્જિન જોવા મળી રહ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે TCS બ્રાન્ડ વેલ્યુના સંદર્ભમાં વિશ્વમાં બીજા સ્થાને પહોંચી છે. પ્રથમ ક્રમે એક્સેન્ચરનું નામ છે.
આ પણ વાંચો : કરોડો EPS પેન્શનરો માટે મોટા સમાચાર, આ દીવસ સુધી ખાતામાં જમા નથી થયા પૈસા તો મળશે વળતર, લાગુ થયો નિયમ
આ પણ વાંચો : Budget 2022: વીમા કંપનીઓએ 80C હેઠળ રોકાણ મર્યાદા વધારવા, હેલ્થ પ્રોડક્ટ્સ પર GST ઘટાડવાની કરી માંગ