TCS દ્વારા રૂ. 18000 કરોડના શેર બાયબેકની જાહેરાત, Q3 માં 12 ટકાથી વધારે વધ્યો નફો
કંપનીએ શેર દીઠ રૂ. 7ના ત્રીજા વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 20 જાન્યુઆરી હશે.
TCS Q3 Results: ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (Tata Consultancy Services ) એ આજે તેના પરિણામો જાહેર કર્યા છે. પરિણામોની સાથે કંપનીએ 18000 કરોડના શેર બાયબેક (Buyback) અને ડિવિડન્ડની (Dividend) પણ જાહેરાત કરી છે. આજે જાહેર થયેલા પરિણામો અનુસાર, TCS ના નફામાં ગયા વર્ષની સરખામણીમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે. જ્યારે, આવક 16 ટકાની વૃદ્ધિ સાથે 49 હજાર કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.
ત્રિમાસિક પરિણામો TCS દ્વારા બહાર પાડવામાં આવેલા પરિણામો અનુસાર, કંપનીનો નફો ગયા વર્ષની સરખામણીમાં 12.3 ટકા વધીને રૂ. 9769 કરોડના સ્તરે પહોંચ્યો છે. એક વર્ષ પહેલા આ આંકડો 8701 કરોડ રૂપિયા હતો. કંપનીની કામગીરીમાંથી આવક ગયા વર્ષની સરખામણીમાં 16.3 ટકા વધીને રૂ. 48,885 કરોડના સ્તરે પહોંચી છે. એક વર્ષ પહેલા આ આંકડો 42,015 કરોડ રૂપિયા હતો.
TCS કંપનીના જણાવ્યા અનુસાર, ક્વાર્ટર દરમિયાન તેનું ઓપરેટિંગ માર્જિન 25 ટકા હતું, જે એક વર્ષ અગાઉ કરતાં 1.6 ટકા ઓછું છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ $100 મિલિયન કરતાં વધુ મૂલ્યના 10 નવા ગ્રાહકો ઉમેર્યા છે, જેની સાથે આવા ગ્રાહકોની સંખ્યા વધીને 58 થઈ ગઈ છે. ક્વાર્ટર દરમિયાન $50 મિલિયનથી વધુના ગ્રાહકોની સંખ્યામાં 21 થી 118નો વધારો થયો છે.
TCS એ જણાવ્યું કે IT સેવાઓનો અટ્રિશન રેટ 15.3 ટકા રહ્યો છે, જે ઉદ્યોગમાં સૌથી નીચો સ્તર છે. કંપનીના જણાવ્યા અનુસાર, તમામ વર્ટિકલ્સમાં 14 થી 20 ટકાનો વધારો થયો છે. રિટેલ અને CPG 20.4 ટકા, BFSI 17.9 ટકા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર 18.3 ટકા વધ્યા છે. બજારમાં સૌથી વધુ વૃદ્ધિ ઉત્તર અમેરિકામાં જોવા મળી છે, જ્યાં ત્રીજા ક્વાર્ટર દરમિયાન 18 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે સ્થાનિક બજારમાં 15.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
શેર બાયબેક અને ડિવિડન્ડની જાહેરાત પરિણામોની સાથે કંપનીએ શેર બાયબેક અને ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર તે 4500 રૂપિયા પ્રતિ શેરના ભાવે શેર બાયબેક કરશે. જે બુધવારના 3857ના બંધ સ્તર કરતાં લગભગ 17 ટકા વધુ છે. કંપની રૂ. 18 હજાર કરોડના શેર બાયબેક કરશે. આ સાથે કંપનીએ શેર દીઠ રૂ. 7ના ત્રીજા વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ડિવિડન્ડ માટેના નોંધણીની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી હશે, જ્યારે ડિવિડન્ડ 7 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
World Bank એ ગ્લોબલ ગ્રોથ રેટના અંદાજમાં ઘટાડો કર્યો, જાણો ભારત અંગે શું જાહેર કરાયા અનુમાન
આ પણ વાંચોઃ