AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે શેર્સના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર

ભારતીય શેરબજાર(Share Market)માં આજે કારોબારની મજબૂત શરૂઆત થઇ છે. આજે સેન્સેક્સ(Sensex) ગઈકાલના 61,350.26 ના બંધ સ્તર કરતાં ઉપર 61,499.70 ની સપાટીએ ખુલ્યો હતો તો બીજી તરફ નિફટી(Nifty)એ 18,295.85 ની સપાટીએ કારોબાર શરૂ કર્યો હતો.

Stock Update : શેરબજારની  પ્રારંભિક તેજી વચ્ચે શેર્સના ઉતાર - ચઢાવ ઉપર કરો એક નજર
symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 10:18 AM
Share

Stock Update : ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારા સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 61,559 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 18,3331 ની ઉપર છે. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.38 ટકાની વધારા સાથે દેખાઈ રહ્યું છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 0.35 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.34 ટકા લપસીને 41,098.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ તેજીની સાથે જોવા મળી રહ્યા છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

એક નજર પ્રારંભિક તેજી વચ્ચે શેર્સના ઉતાર – ચઢવ ઉપર કરીએ

લાર્જકેપ વધારો : એશિયન પેંટ્સ, સન ફાર્મા, સિપ્લા, એસબીઆઈ લાઈફ, યુપીએલ, ડૉ.રેડ્ડીઝ અને ડિવિઝ લેબ ઘટાડો : બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, હિંડાલ્કો, ઓએનજીસી અને બજાજ ફિનસર્વ

મિડકેપ વધારો : કેનેરા બેન્ક, એબીબી ઈન્ડિયા, આઈઆરસીટીસી, એનએચપીસી અને ટાટા પાવર ઘટાડો : ઝિ એન્ટરટેનમેન્ટ, હનીવેલ ઑટોમોટિવ, 3એમ ઈન્ડિયા, ફેડરલ બેન્ક અને અદાણી પાવર

સ્મોલકેપ વધારો : ત્રિવેણી ટર્બાઈન, ગોદાવરી પાવર, કેઆઈઓસીએલ, ટેનલા પ્લેટફોર્મ્સ અને જૈન ઈરિગેશન ઘટાડો : કિર્તિ ઈન્ડસ્ટ્રીઝ, એસ્સેલ્યા કાલે, આઈઆરબી ઈન્ફ્રા, ઉદેપુર સિમેન્ટ અને ઓરિએન્ટલ અરોમટ

આજના કારોબારની શરૂઆત ભારતીય શેરબજાર(Share Market)માં આજે કારોબારની મજબૂત શરૂઆત થઇ છે. આજે સેન્સેક્સ(Sensex) ગઈકાલના 61,350.26 ના બંધ સ્તર કરતાં ઉપર 61,499.70 ની સપાટીએ ખુલ્યો હતો તો બીજી તરફ નિફટી(Nifty)એ 18,295.85 ની સપાટીએ કારોબાર શરૂ કર્યો હતો. નિફટી ગઈકાલે 18,268.40 પર બંધ થયો હતો.

આજે કારોબારમાં પ્રારંભિક તેજી જોવા મળી હતી સેન્સેક્સ 61,559.81 સુઘી ઉછળ્યો હતો જયારે નીચલા સ્તરે 61,315.24 સુધી ગગડ્યો હતો. ઈન્ડેક્સનું ૫૨ સપ્તાહનું સર્વોચ્ચ સ્તર 62,245.43 છે. નિફટી આજના કારોબારમાં ઉપલા સ્તરે 18,331.30 સુધી જોવા મળ્યો હતો જયારે 18,258.85 સુધી ગગડ્યો હતો. નિફટીની સર્વોચ્ચ સપાટી 18,604.45 છે.

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેત વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. એશિયન બજારો સુસ્ત છે. SGX નિફ્ટી અને ડાઉ ફ્યુચર્સ સપાટ ટ્રેડ થઈ રહ્યા છે. S&P 500 નજીવા વધારા વચ્ચે ગઈ કાલે નવી ઊંચાઈએ બંધ થયો હતો. અમેરિકી બજારો પર નજર કરીએ તો ડાઉ ગઈ કાલે રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યો હતો. S&P 500 અને Nasdaq પણ ઈન્ટ્રાડે નવી ઊંચાઈને સ્પર્શયા છે. યુએસમાં કંપનીઓના પરિણામો અપેક્ષા કરતા સારા આવી રહ્યા છે.

આ પણ વાંચો :  Share Market : શેરબજારે ફરી તેજીની રફ્તાર પકડી, Sensex 61500 ને પાર પહોંચ્યો Nifty 18331 સુધી ઉછળ્યો

આ પણ વાંચો :  IRCTC : રેલવેની કંપનીના આ શેરમાં ઘટાડા છતાં લાંબા ગાળા માટે લાભદાયક રહેવાનું અનુમાન, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

ઘરની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકો વધારે મોજ-મસ્તીના મૂડમાં હશે
ઘરની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકો વધારે મોજ-મસ્તીના મૂડમાં હશે
ચાંદીમાં રોકાણ નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું
ચાંદીમાં રોકાણ નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો
g clip-path="url(#clip0_868_265)">