IRCTC : રેલવેની કંપનીના આ શેરમાં ઘટાડા છતાં લાંબા ગાળા માટે લાભદાયક રહેવાનું અનુમાન, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય
IRCTC ને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા 20 ઓક્ટોબરના રોજ F&O પ્રતિબંધ સૂચિમાં મૂકવામાં આવ્યું હતું. પ્રતિબંધની સૂચિમાં મૂકવામાં આવવાને કારણે શેર ગયા અઠવાડિયે દબાણમાં આવ્યો હતો. જોકે સોમવારે સ્ટોક પ્રતિબંધની યાદીમાંથી બહાર હતો તેમ છતાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના શેરમાં સતત ૫ દિવસમાં આવેલા ઘટાડા આબાદ આજે સુધારો દેખાયો હતો જોકે સ્ટોકમાં ઉતાર – ચઢાવની સ્થિતિ રહી હતી. IRCTCનો શેર શુક્રવારે 4631 પર નોંધાયો હતો જે આજે 4333 પર ઉપલા સ્તરે કારોબાર કરી રહ્યો છે. શેર તાજેતરમાં તેની રૂ. 6,393ની 52 સપ્તાહની ઊંચી સપાટીથી લગભગ 38% તૂટ્યો છે. વિશ્લેષકો હજુ પણ લાંબા ગાળા માટે શેરમાં તેજીમાં છે.
Indian Railway Ctrng nd Trsm Corp Ltd -IRCTC ના શેરની સ્થિતિ Open 4,250.50 High 4,334.80 Low 4,239.60 Mkt cap 68.75TCr P/E ratio 230.53 Div yield 0.12% 52-wk high 6,396.30 52-wk low 1,290.05
IRCTC ને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા 20 ઓક્ટોબરના રોજ F&O પ્રતિબંધ સૂચિમાં મૂકવામાં આવ્યું હતું. પ્રતિબંધની સૂચિમાં મૂકવામાં આવવાને કારણે શેર ગયા અઠવાડિયે દબાણમાં આવ્યો હતો. જોકે સોમવારે સ્ટોક પ્રતિબંધની યાદીમાંથી બહાર હતો તેમ છતાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આજે ફરી રિકવર થઇ રહ્યો છે. કેટલાક બજાર નિષ્ણાતો માને છે કે શોર્ટ ટ્રેડર્સ સ્ટોકને વધુ નીચે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વેલ્યુએશન અને પ્રોફિટ બુકિંગ ઘટાડાનું કારણ વિશ્લેષકોના મતે શેરમાં અચાનક ઘટાડો છેલ્લા કેટલાક મહિનામાં થયેલા વધારા પછી વેલ્યુએશન અને પ્રોફિટ બુકિંગની ચિંતાને કારણે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અને વિદેશી રોકાણકારોએ પણ IRCTCમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે. જોકે, શેરના ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે.
સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોન રૂ. 4,000-3,700 ટેકનિકલ વિશ્લેષકોના મતે IRCTC માટે રૂ 4,000-3,700ના સ્તરની મજબૂત ડિમાન્ડ ઝોન છે. જોકે, 4,500 રૂપિયાના સ્તરને પાર કરવું સ્ટોક માટે થોડું મુશ્કેલ રહેશે. 4,500નું સ્તર હાલમાં સ્ટોકની 20 દિવસની મૂવિંગ એવરેજ છે.
સ્ટોકે 900% રિટર્ન આપ્યું IRCTCના શેરે સતત સારું પ્રદર્શન કર્યું હતું. ઑક્ટોબર 2019 માં લિસ્ટ થયેલા શેરે 19 ઑક્ટોબર 2021 સુધી લગભગ 900% વળતર આપ્યું છે. છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો, શેરે 100% થી વધુ વળતર આપ્યું છે. આ શેર રૂ. 320 ની ઇશ્યૂ કિંમત સામે 100% થી વધુના પ્રીમિયમ પર રૂ 644 પર લિસ્ટ થયા હતા.
ઓનલાઈન ટ્રેન બુકિંગમાં IRCTCનો 73% બજાર હિસ્સો IRCTC ભારતીય રેલ્વેને કેટરિંગ સેવાઓ અને ઓનલાઈન રેલવે ટિકિટ પૂરી પાડે છે. આ સિવાય IRCTC રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટરની સેવા પણ પ્રદાન કરે છે. ઓનલાઈન ટ્રેન બુકિંગમાં IRCTCનો બજારહિસ્સો 73% અને પેકેજ્ડ પીવાના પાણીમાં 45% છે.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : બે દિવસની રાહત બાદ ફરી આવ્યા માઠાં સમાચાર, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ