AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : શેરબજારે ફરી તેજીની રફ્તાર પકડી, Sensex 61500 ને પાર પહોંચ્યો Nifty 18331 સુધી ઉછળ્યો

27 ઓક્ટોબરે NSE પર 6 શેરો F&O પ્રતિબંધમાં છે. તેમાં Canara Bank, Indiabulls Housing Finance, Indian Energy Exchange, NMDC, SAIL અને Sun TV Network નો સમાવેશ થાય છે.

Share Market : શેરબજારે ફરી તેજીની રફ્તાર પકડી, Sensex 61500 ને પાર પહોંચ્યો Nifty 18331 સુધી ઉછળ્યો
Stock Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 10:02 AM
Share

ભારતીય શેરબજાર(Share Market)માં આજે કારોબારની મજબૂત શરૂઆત થઇ છે. આજે સેન્સેક્સ(Sensex) ગઈકાલના 61,350.26 ના બંધ સ્તર કરતાં ઉપર 61,499.70 ની સપાટીએ ખુલ્યો હતો તો બીજી તરફ નિફટી(Nifty)એ 18,295.85 ની સપાટીએ કારોબાર શરૂ કર્યો હતો. નિફટી ગઈકાલે 18,268.40 પર બંધ થયો હતો.

આજે કારોબારમાં પ્રારંભિક તેજી જોવા મળી હતી સેન્સેક્સ 61,559.81 સુઘી ઉછળ્યો હતો જયારે નીચલા સ્તરે 61,315.24 સુધી ગગડ્યો હતો. ઈન્ડેક્સનું ૫૨ સપ્તાહનું સર્વોચ્ચ સ્તર 62,245.43 છે. નિફટી આજના કારોબારમાં ઉપલા સ્તરે 18,331.30 સુધી જોવા મળ્યો હતો જયારે 18,258.85 સુધી ગગડ્યો હતો. નિફટીની સર્વોચ્ચ સપાટી 18,604.45 છે.

NSE પર F&O પ્રતિબંધ 27 ઓક્ટોબરે NSE પર 6 શેરો F&O પ્રતિબંધમાં છે. તેમાં Canara Bank, Indiabulls Housing Finance, Indian Energy Exchange, NMDC, SAIL અને Sun TV Network નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે જો સિક્યોરિટીઝની સ્થિતિ તેમની માર્કેટ વાઈડ પોઝિશન મર્યાદા કરતાં વધી જાય.

ચાર બેંકોના પરિણામો જાહેર કર્યા બે ખાનગી અને બે જાહેર ક્ષેત્રની બેંકોએ મંગળવારે તેમના નાણાકીય પરિણામો જાહેર કર્યા. એક્સિસ બેન્ક અને કેનેરા બેન્કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સૌથી વધુ નફો મેળવ્યો હતો. સેન્ટ્રલ બેંક ઓછો નફો કરી રહી છે જ્યારે કોટક મહિન્દ્રા બેંકે આ વખતે ઓછો નફો કર્યો છે.

મંગળવારે તેજી સાથે બજાર બંધ થયા કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારના દિવસે બજારમાં વધઘટ જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 559 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 169 પોઈન્ટનો સુધારો નોંધાયો હતો. સેન્સેક્સ 383 પોઈન્ટ્સ અથવા 0.63% વધીને 61,350 પોઈન્ટ્સ પર અને નિફ્ટી 143 પોઈન્ટ્સ અથવા 0.79% વધીને 18,268 પોઈન્ટ પર બંધ થયો હતો. મંગળવારે સેન્સેક્સ 60,997 પર અને નિફ્ટી 18,154 પર ખુલ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરોમાં ખરીદારી અને 10 શેરોમાં વેચવાલી જોવા મળી હતી. ટાટા સ્ટીલના શેર 3.92%, ટાઇટનના શેર 3.20%થી વધુ, નેસ્લે ઈન્ડિયાના શેર 2.91% વધીને બંધ થયા. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 1.92% તૂટ્યો હતો.

આ પણ વાંચો :  IRCTC : રેલવેની કંપનીના આ શેરમાં ઘટાડા છતાં લાંબા ગાળા માટે લાભદાયક રહેવાનું અનુમાન, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

આ પણ વાંચો : Pensioners માટે અગત્યના સમાચાર : વહેલી તકે તમારું Life Certificate સબમિટ કરો નહીંતર પેન્શન અટકી જશે, જાણો છેલ્લી તારીખ અને પ્રક્રિયા

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">