Stock Update : સરકારની આ જાહેરાત બાદ સ્ટીલ કંપનીઓના સ્ટોક પટકાયા, જાણો આજે ક્યાં શેર્સ કરાવી રહ્યા છે લાભ

સરકારે સ્ટીલ અને પ્લાસ્ટિકને લગતી ઘણી પ્રોડક્ટ્સની આયાત પરની ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે, જેનાથી કિંમતમાં રાહત મળશે. સરકારના નિર્ણય બાદ સ્ટીલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. CLSA સ્ટીલ શેરોને ડાઉનગ્રેડ કરે છે.

Stock Update : સરકારની આ જાહેરાત બાદ સ્ટીલ કંપનીઓના સ્ટોક પટકાયા, જાણો આજે ક્યાં શેર્સ કરાવી રહ્યા છે લાભ
ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાતથી મેટલ સ્ટોકસમાં ઘટાડો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 10:14 AM

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો(Share Market) લીલા નિશાન સાથે ખુલ્યા છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે અને બજારો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો હતો. આ સિવાય નિફટીમાં પણ વધારો થયો છે અને આ ઈન્ડેક્સ 16344 ના સ્તર પર ખુલ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં 1563 શેરમાં ખરીદારી જોવા મળી રહી છે જ્યારે 531 શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. આ ઉપરાંત  98 શેરોમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી.

ગયા અઠવાડિયે શેરબજારનો મૂડ સારો હતો અને સેન્સેક્સમાં 1500 પોઈન્ટ થી વધુનો વધારો નોંધાયો હતો. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કર્યો છે. આના કારણે મોંઘવારી અંકુશમાં આવશે તેમ બજારનું સેન્ટિમેન્ટ મજબૂત થવાની ધારણા છે. આજે સેન્સેક્સ 133 પોઈન્ટ વધીને 54459ના સ્તરે અને  નિફ્ટી 25 પોઈન્ટ વધીને 16291ના સ્તરે  તો નિફ્ટી બેંક 45 પોઈન્ટ વધીને 34321ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં માર્કેટમાં ઘણી વોલેટિલિટી છે. પ્રથમ 10 મિનિટમાં સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો જ્યારે લગભગ 90 પોઈન્ટનો ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો.

આ શેર્સ 10 ટકાથી વધુ ઉછળ્યા

Company Prev Close (Rs) % Change
G M Polyplast 204.7 19.98
Nilkamal Ltd. 1,913.50 16.64
Wherrelz IT Solution 180 16.11
S P Apparels Ltd. 319.8 13.96
GKP Printing & Pack 139.55 13.08
Lakshmi Auto Lm. 611.9 12.18
Metroglobal 76.95 11.44
Ladderup Finance 24.15 10.56

કેન્દ્ર સરકારે સ્ટીલ ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતા કોકિંગ કોલ અને ફેરોનિકલ્સ સહિત અમુક કાચા માલની આયાત પરની કસ્ટમ ડ્યુટી માફ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી ભાવમાં ઘટાડો થશે. સરકારના નિર્ણયને કારણે મેટલ શેરોમાં 7.34 ટકાનો જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. જિંદાલ સ્ટીલ 12.81 ટકા, ટાટા સ્ટીલ 12.35 ટકા, JSW સ્ટીલ 10.52 ટકા, જિંદાલ સ્ટેનલેસ હિસાર 10.47 ટકા અને SAIL 10.18 ટકા તૂટ્યા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ શેર્સ 10 ટકાથી વધુ ગગડ્યા

Company Prev Close (Rs) % Change
Godawari Power & Isp 389.6 -19.99
Premco Global Li 391.1 -15.88
Shreyans Inds. 127.1 -15.54
Sandur M & I Ore 3,919.35 -14.61
Jindal St & Pwr 478.9 -14.08
Sarda Energy & Miner 1,041.90 -13.81
Pokarna Ltd. 568.85 -12.45
Jindal Stainless 153.1 -12.05
Tata Steel 1,170.20 -11.7
Jindal Stainless (Hi 291.25 -11.18
Rishiroop L 114.6 -10.99
Ishan Dyes & Che 123 -10.98
JSW Steel 630.85 -10.91
Salzer Electr. 193.65 -10.15
Steel Authority 83 -10
Gulshan Polyols Ltd. 283.5 -10

સ્ટીલ શેરોમાં વેચાણની સલાહ

સરકારે સ્ટીલ અને પ્લાસ્ટિકને લગતી ઘણી પ્રોડક્ટ્સની આયાત પરની ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે, જેનાથી કિંમતમાં રાહત મળશે. સરકારના નિર્ણય બાદ સ્ટીલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. CLSA સ્ટીલ શેરોને ડાઉનગ્રેડ કરે છે. ટાટા સ્ટીલની લક્ષ્ય કિંમત 1645 રૂપિયાથી ઘટાડીને 1120 રૂપિયા કરવામાં આવી છે. JSW સ્ટીલ માટે વેચાણ સલાહ આપી છે અને લક્ષ્ય કિંમત રૂ.770 થી ઘટાડીને રૂ.550 કરી છે. JSPL માટે ટાર્ગેટ પ્રાઇસ 695 રૂપિયાથી ઘટાડીને 540 રૂપિયા કરવામાં આવી છે. સ્થાનિક બજારમાં સ્ટીલની કિંમતમાં ઘટાડો થશે. આ સિવાય તાજેતરના ભૂતકાળમાં આ સેક્ટરમાં તેજીની કોઈ શક્યતા નથી.

Nifty Metal Index -Top Losers

Company Name Prev Close Change % Loss
Jindal Steel 478.8 -68.2 -14.24
Tata Steel 1,170.60 -135.9 -11.61
JSW Steel 631.1 -68.5 -10.85
SAIL 83 -8.25 -9.94
NMDC 146.45 -14.25 -9.73
Vedanta 314.4 -13.15 -4.18
Hindalco 429.1 -17.6 -4.1
NALCO 98.95 -3.4 -3.44
Welspun Corp 244.9 -4.9 -2
Adani Enterpris 2,219.55 -24.8 -1.12

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">