Star Health IPO : આજે શેરબજારમાં લિસ્ટ થઇ રહ્યો છે Rakesh Jhunjhunwala ના રોકાણવાળી કંપનીનો શેર, GMP માં 60 રૂપિયા ડિસ્કાઉન્ટની સ્થિતિ

સ્ટાર હેલ્થની પ્રારંભિક જાહેર ઓફર સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ કરવામાં નિષ્ફળ રહી છે. દેશની સૌથી મોટી ખાનગી આરોગ્ય વીમા કંપનીનો IPO માત્ર 79 ટકા સબસ્ક્રાઇબ થયો હતો.

Star Health IPO : આજે શેરબજારમાં લિસ્ટ થઇ રહ્યો છે Rakesh Jhunjhunwala ના રોકાણવાળી કંપનીનો શેર, GMP માં 60 રૂપિયા ડિસ્કાઉન્ટની સ્થિતિ
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 8:06 AM

દિગ્ગ્જ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) દ્વારા સમર્થિત સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની(Star Health and Allied Insurance Company) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) આજે 10 ડિસેમ્બરે શેરબજારમાં લિસ્ટ થશે. સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના શેરની ફાળવણી આજે કરવામાં આવશે. રૂ. 7,249.18 કરોડના પબ્લિક ઈશ્યુ માટે અરજી કરી છે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ BSE વેબસાઈટ અથવા રજિસ્ટ્રાર ઓફ પબ્લિક ઈસ્યુઝ વેબસાઈટ પર લોગઈન કરીને તેમની અરજીઓની સ્થિતિ તપાસી લે.

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ આઈપીઓના સત્તાવાર રજિસ્ટ્રાર Kfintech પ્રાઈવેટ લિમિટેડ છે અને તેની સત્તાવાર વેબ લિંક karisma.kfintech.com છે. ગયા અઠવાડિયે સ્ટાર હેલ્થનો IPO સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરવામાં નિષ્ફળ ગયો જે આ વર્ષે ભારતના ત્રીજા સૌથી મોટા લિસ્ટિંગ માટે રોકાણકારોની નબળી માંગને દર્શાવે છે.

79 ટકા સબ્સ્ક્રાઇબ થયો સ્ટાર હેલ્થની પ્રારંભિક જાહેર ઓફર સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ કરવામાં નિષ્ફળ રહી છે. દેશની સૌથી મોટી ખાનગી આરોગ્ય વીમા કંપનીનો IPO માત્ર 79 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા કંપનીમાં 17.5 ટકા હિસ્સો ધરાવે છે. બિગ બુલે 4 વર્ષ સુધી કંપનીમાં પોતાનો હિસ્સો નહીં વેચવાની ખાતરી પણ આપી છે પરંતુ આ પછી પણ બિન-સંસ્થાકીય રોકાણકારો અને કર્મચારીઓ તરફથી IPOને ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અબજોપતિ સ્ટોક રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના સમર્થનથી કંપનીએ તેના IPOની કિંમત શેર દીઠ રૂ. 870-900 ની વચ્ચે રાખી હતી. હાલના પ્રમોટરો અને શેરધારકો દ્વારા અગાઉ આયોજિત 58.32 મિલિયન શેરને બદલે IPOમાં હવે 2,000 કરોડ શેરના નવા ઈશ્યુ અને 48.89 મિલિયન શેરના OFSનો સમાવેશ થશે.

હાલના પ્રમોટરો અને શેરધારકો દ્વારા અગાઉ આયોજિત 58.32 મિલિયન શેરને બદલે IPOમાં હવે 2,000 કરોડ શેરના નવા ઈશ્યુ અને 48.89 મિલિયન શેરના OFSનો સમાવેશ થશે. સેફક્રોપ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ડિયા એલએલપી હવે 29.85 મિલિયન શેર વેચશે જેનું આયોજન 30.68 મિલિયન શેર માટે હતું.

ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો માર્કેટ ઓબ્ઝર્વરના મતે સ્ટાર હેલ્થના શેર ગ્રે માર્કેટમાં રૂ. 60ના ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સ્ટાર હેલ્થ દેશની અગ્રણી ખાનગી આરોગ્ય વીમા કંપની વેસ્ટબ્રિજ કેપિટલ અને રાકેશ ઝુનઝુનવાલા જેવા રોકાણકારોના કન્સોર્ટિયમની માલિકી ધરાવે છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: ક્રૂડના ભાવ વધારા ઉપર લાગી બ્રેક, જાણો તમારા શહેરના 1 લીટર ઇંધણના આજના ભાવ

આ પણ વાંચો : PAN – Aadhaar linking : પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, આ રીતે ઘરેબેઠા લિંકિંગની પ્રક્રિયા પૂર્ણ કરો

g clip-path="url(#clip0_868_265)">