PAN – Aadhaar linking : પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, આ રીતે ઘરેબેઠા લિંકિંગની પ્રક્રિયા પૂર્ણ કરો

જો કોઈ વ્યક્તિ તેના પાન કાર્ડને તેના આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવે તો તેણે દંડ ઉપરાંત તેનું પાન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે.

PAN - Aadhaar linking : પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, આ રીતે ઘરેબેઠા લિંકિંગની પ્રક્રિયા પૂર્ણ કરો
PAN - Aadhaar linking
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 7:49 AM

આધાર અને પાન નંબર લિંક(PAN – Aadhaar linking) કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. નિયમો અનુસાર 31 માર્ચ, 2022 સુધીમાં આધારને PAN સાથે લિંક કરવું ફરજિયાત છે. જો તમે આમ નહીં કરો તો તમારે એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી પરંતુ તેની અંતિમ તારીખ હવે લંબાવીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ તેના પાન કાર્ડને તેના આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવે તો તેણે દંડ ઉપરાંત તેનું પાન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે. ખાસ વાત એ છે કે તમે ખૂબ જ સરળતાથી અને થોડીવારમાં ઘરે બેસીને આધારને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો.

ચાલો જાણીએ પ્રક્રિયા શું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
  • આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
  • સાઇટ પેજની ડાબી બાજુએ, તમને ક્વિક લિંક્સનો વિકલ્પ મળશે. અહીં તમારે ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે તમારો PAN, આધાર નંબર અને નામ દાખલ કરવાનું રહેશે. આ માહિતી આપ્યા પછી, તમને એક OTP મોકલવામાં આવશે.
  • OTP દાખલ કર્યા પછી, તમારું આધાર અને PAN લિંક થઈ જશે.

ધ્યાનમાં રાખો કે પ્રક્રિયા બાદ આવકવેરા વિભાગ તમારી વિગતોની તપાસ કરે છે કે તમારી આધાર અને PAN માહિતી માન્ય છે કે નહીં.

આ રીતે ડાઉનલોડ કરો પાન કાર્ડ આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટના હોમપેજ પર ‘Quick Links’ વિભાગ પર જઈને અને ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરો. બાદમાં ‘ચેક સ્ટેટસ / ડાઉનલોડ પેન’ પર ક્લિક કરો. અહીં તમે આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારા પાન કાર્ડની સ્થિતિ ચકાસી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો.

આ પણ વાંચો :  SBI આપી રહી છે PERSONAL LOAN ઉપર વિશેષ ડિસ્કાઉન્ટ! માત્ર 4 ક્લિકથી ખાતામાં આવી જશે પૈસા

આ પણ વાંચો : IPO Update : RateGain IPO છેલ્લા દિવસે 17 ગણો સબ્સ્ક્રાઇબ થયો, Mapmyindia ઇશ્યૂ પહેલા દિવસે સંપૂર્ણ ભરાયો

g clip-path="url(#clip0_868_265)">