AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani ની કંપનીનો શેર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છતાં Reliance નું રેટિંગ ઘટાડાયું? જાણો શું છે કારણ

મંગળવારે શેર 0.91% વધીને રૂ 2,731 પર બંધ થયો હતો . કંપનીનું માર્કેટ કેપ રૂ 17.31 લાખ કરોડ હતું. નોમુરા હોલ્ડિંગ્સ ઇન્કના વિશ્લેષક અનિલ શર્માની ટીમે બજાર મૂલ્યની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો સ્ટોક ઊંચા મૂલ્યાંકન સાથેનો સ્ટોક ગણાવ્યો હતો. આ સાથે તે ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું.

Mukesh Ambani ની કંપનીનો શેર  સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છતાં Reliance નું રેટિંગ ઘટાડાયું? જાણો શું છે કારણ
Mukesh Ambani , Chairman - RIL
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 7:51 AM
Share

નોમુરાએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ડાઉનગ્રેડ કર્યા છે. નોમુરાએ કહ્યું કે તેનો સ્ટોક મોંઘા સ્તરે છે. જોકે, રિલાયન્સનો શેર મંગળવારે રૂ. 2,750 ની એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. નોમુરા હોલ્ડિંગ્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ‘BUY’ થી ઘટાડીને ‘Nutral’ કર્યું છે. ટેલિકોમ ટેરિફ વધારવામાં વિલંબ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના મૂલ્યાંકનમાં જબરદસ્તવધારાને કારણે તેનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે રિલાયન્સના મુખ્ય વ્યવસાયોનો અંદાજ સુધર્યો છે પરંતુ તાજેતરના શેરમાં થયેલા વધારાને કારણે તેનું મૂલ્યાંકન નોંધપાત્ર રીતે વધ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોને લાગશે ઝટકો? શુક્રવારે બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ બહાર પડતા પહેલા રિલાયન્સના રેટિંગમાં ઘટાડો તેના શેરને ટેઇલસ્પિનમાં મોકલી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રથમ વખત નોમુરાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ડાઉનગ્રેડ કર્યું છે. બ્રોકરેજ ફર્મના વિશ્લેષક અનિલ શર્મા અને તેમના સહયોગી આદિત્ય બંસલે 18 ઓક્ટોબરના રોજ એક નોંધમાં લખ્યું હતું કે રિલાયન્સના મોટા કારોબારમાં સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ તેના શેરમાં તાજેતરના ઉછાળા બાદ કંપનીનું મૂલ્યાંકન મોંઘુ બન્યું છે. જુલાઈના અંતથી તેના શેર 30 ટકા વધ્યા છે. આ દરમિયાન સેન્સેક્સ 18 ટકા વધ્યો છે.

રિલાયન્સની તેજી વાસ્તવિક નથી? બ્લૂમબર્ગના ડેટા અનુસાર રિલાયન્સનો શેર તેની 12 મહિનાની ફોરવર્ડ અર્નિંગના 27 ગણા સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ તેની દસ વર્ષની સરેરાશ કરતાં બે કરતાં વધુ સ્ટાન્ડર્ડ ડેવિએશનથી વધુ છે. શર્મા વિશ્લેષણ કરતા ક્ષેત્રોના ટોચના ક્રમના વિશ્લેષકોમાંના એક ગણાય છે. સંશોધનમાં જોડાતા પહેલા તેમણે 14 વર્ષ સુધી તેલ અને ગેસ ઉદ્યોગમાં કામ કર્યું છે. નોમુરાની વેબસાઈટ મુજબ તેમણે નવ વર્ષ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે.

શેર રૂ 2,731 પર બંધ થયો મંગળવારે શેર 0.91% વધીને રૂ 2,731 પર બંધ થયો હતો . કંપનીનું માર્કેટ કેપ રૂ 17.31 લાખ કરોડ હતું. નોમુરા હોલ્ડિંગ્સ ઇન્કના વિશ્લેષક અનિલ શર્માની ટીમે બજાર મૂલ્યની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો સ્ટોક ઊંચા મૂલ્યાંકન સાથેનો સ્ટોક ગણાવ્યો હતો. આ સાથે તે ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું. કેટલાક અન્ય કારણોસર જોકે, રોકાણકારોનો રસ પણ ઘણી હદ સુધી વધી ગયો છે. કોમોડિટીના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રિલાયન્સનું પરિણામ શુક્રવારે આવી રહ્યું છે. નોમુરાએ મુકેશ અંબાણીના દિગ્ગજને ખરીદીથી ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે. બ્રોકરે ઘણા વર્ષો પછી પ્રથમ વખત આ ડાઉનગ્રેડ કર્યું છે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : આસમાને પહોંચી રહ્યા છે ઇંધણના ભાવ, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો : IRCTC ના રોકાણકારોને એકજ દિવસમાં 22000 કરોડનું થયું નુકશાન, જાણો વિગતવાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">