Mukesh Ambani ની કંપની Reliance Industries ના શેરે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી, જાણો રોકાણકારોને કેટલો થયો લાભ?

Reliance Industries ના સ્ટોકમાં શુક્રવારે ચાર ટકાની વૃદ્ધિ બાદ RIL એ 18 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનને સ્પર્શ કર્યા બાદ તેજી યથાવત છે. RIL ભારતની સૌથી મૂલ્યવાન કંપની તરીકે ગ્રુપની સ્થિતિને મજબૂત બનાવી છે.

Mukesh Ambani ની કંપની Reliance Industries ના શેરે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી, જાણો રોકાણકારોને કેટલો થયો લાભ?
Mukesh Ambani - Chairman , RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 11:40 AM

મુકેશ અંબાણી(Mukesh Ambani) ની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd – RIL) નો શેરઆજે સોમવારે બે ટકા વધ્યો છે, ગત સપ્તાહના અંતે બે એક્વિઝિશનની જાહેરાત કર્યા બાદ શેર રૂ. 2,724.7 ની ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. TCS અને Nifty IT Indexના નુકસાનને સરભર કરીને આજે RIL પણ નિફ્ટીની વૃદ્ધિમાં સૌથી મોટો ફાળો આપનાર સ્ટોક હતો.

શુક્રવારે ચાર ટકાની વૃદ્ધિ બાદ RIL એ 18 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનને સ્પર્શ કર્યા બાદ તેજી યથાવત છે. RIL ભારતની સૌથી મૂલ્યવાન કંપની તરીકે ગ્રુપની સ્થિતિને મજબૂત બનાવી છે. RIL ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની – રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (RNESL) એ 771 મિલિયન ડોલરના એન્ટરપ્રાઇઝ મૂલ્ય માટે ચાઇના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ) કંપની લિમિટેડ પાસેથી REC સોલર હોલ્ડિંગ્સ હસ્તગત કરી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Reliance Industries Ltd સ્ટોકની આજની સ્થિતિ Open                2,701.40 High                 2,720.00 Low                 2,683.65 Mkt cap          17.89LCr 52-wk high    2,720.00 52-wk low     1,830.00

નોર્વે સ્થિત REC ક્લીન અને સલોન્ગ લાઈફ સોલાર સેલ અને પેનલ્સ ક્ષેત્રમાં નિષ્ણાત છે. તેમાં ત્રણ ઉત્પાદન સુવિધાઓ છે – બે સોલર ગ્રેડ પોલીસીલીકોન બનાવવા માટે નોર્વેમાં અને એક સિંગાપોરમાં ફોટોવોલ્ટેઇક સેલ અને મોડ્યુલો બનાવવા માટે સુવિધા છે.

આ એક્વિઝિશન RIL ને તૈયાર વૈશ્વિક પ્લેટફોર્મ ઉપરાંત અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયામાં અન્યત્ર સહિત વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી માર્કેટમાં વિસ્તરણ અને વૃદ્ધિની તક સાથે મદદ કરશે. RNESLલ રિન્યુએબલ કંપની સ્ટર્લિંગ અને વિલ્સન સોલરમાં 40 ટકા હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહી છે, પ્રેફરન્શિયલ એલોટમેન્ટ અને પ્રમોટર દ્વારા શેર વેચાણ અને ઓપન ઓફરના સંયોજન દ્વારા આ ડીલ શક્ય બનાવાઈ શકે છે RNESL પ્રેફરન્શિયલ એલોટમેન્ટ અને પ્રમોટર પાસેથી શેરની ખરીદી માટે કુલ 1,790 કરોડ ચૂકવશે જે કુલ 22.16 ટકા રહેશે. આ બીજું સંપાદન ભારતને ગ્રીન એનર્જીમાં વૈશ્વિક અગ્રણી બનાવવા માટે RELની પહેલનો એક ભાગ છે.

મોર્ગન સ્ટેન્લીએ REL પરટાર્ગેટ પ્રાઇસ વધારી ગયા અઠવાડિયે RIL ના શેર પર તેના ટાર્ગેટ પ્રાઈસમાં વધારો કરતી વખતે મોર્ગન સ્ટેનલીએ નિર્દેશ કર્યો હતો કે આ મૂલ્ય નવા ઉર્જા વ્યવસાયને આભારી છે. આજે સવારે 9:25 વાગ્યે RILના શેર 1.5 ટકા વધીને રૂ. 2,711.05 પર હતા જે ભારે ટ્રેડિંગ વોલ્યુમ દ્વારા સમર્થિત હતા. સવારે ૧૦.૩૦ વાગે સ્ટોક થોડો સરકીને 2,684.75 સુધી દેખાયો હતો.

આ પણ વાંચો :  Stock Update : શેરબજારના મુખ્ય ઇન્ડેક્સના Top Gainers અને Losers શેરની સ્થિતિ ઉપર કરો એક નજર

આ પણ વાંચો : Nifty All Time High : પ્રારંભિક નરમાશ બાદ શેરબજારમાં તેજી દેખાઈ, Nifty એ 17,981.10 ની સર્વોચ્ચ સપાટી નોંધાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">