AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : ભારતીય શેરબજારમાં ઘટાડા ઉપર લાગી બ્રેક, Sensex 58000 ને પાર પહોંચ્યો

Share Market Today :  સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે મજબૂત વૈશ્વિક સંકેતોના આધારે સ્થાનિક શેરબજારો સતત બીજા દિવસે મજબૂતીના માર્ગ પર છે. બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ આજે ​​ટ્રેડિંગની શાનદાર શરૂઆત કરી હતી.

Share Market Today : ભારતીય શેરબજારમાં ઘટાડા ઉપર લાગી બ્રેક, Sensex 58000 ને પાર પહોંચ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 9:48 AM
Share

Share Market Today :  સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે મજબૂત વૈશ્વિક સંકેતોના આધારે સ્થાનિક શેરબજારો સતત બીજા દિવસે મજબૂતીના માર્ગ પર છે. બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ આજે ​​ટ્રેડિંગની શાનદાર શરૂઆત કરી હતી. સત્ર શરૂ થયાની થોડી જ મિનિટોમાં બંનેએ ટકાનો વધારો કર્યો હતો. આજે સત્રની શરૂઆત પહેલા જ સ્થાનિક શેરબજારોમાં મજબૂતીના સંકેત દેખાઈ રહ્યા હતા. સિંગાપોરમાં, NSE નિફ્ટી ફ્યુચર્સ SGX નિફ્ટી સવારે 122.50 પોઈન્ટ્સ અથવા 0.72 ટકાની આસપાસ હતો જેણે સ્થાનિક શેરબજાર આજે ટ્રેડિંગની મજબૂત શરૂઆત માટે સંકેત આપ્યા હતા. પ્રો-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને લીડમાં હતા. સત્રની શરૂઆત પહેલા સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. નિફ્ટી પણ 125 પોઈન્ટથી વધુની તેજીમાં હતો.

પ્રારંભિક સત્રની સ્થિતિ

આજે જ્યારે બજારમાં કારોબાર શરૂ થયો ત્યારે બીએસઈનો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 530 પોઈન્ટના વધારા સાથે 58,160ના આંકને પાર કરી ગયો હતો. એ જ રીતે, NSE નિફ્ટી લગભગ 135 પોઈન્ટના વધારા સાથે 17,130 ની સપાટી વટાવી ગયો હતો. આજે દિવસના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીની મૂવમેન્ટને વૈશ્વિક બજારના વલણની અસર થઈ શકે છે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ અને ગુજરાત નર્મદા વેલી F&O આજના વેપારમાં પ્રતિબંધ હેઠળ છે. વિદેશી અને સ્થાનિક રોકાણકારો પણ બજારની મૂવમેન્ટને અસર કરશે.

સતત ઘટાડા પર  બ્રેક લાગી

આ પહેલા ગુરુવારે સતત પાંચમા દિવસે માર્કેટમાં ઘટાડો થંભી ગયો હતો. ગુરુવારે, બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી બંનેએ બિઝનેસની શરૂઆત નબળી કરી હશે, પરંતુ પાછળથી પુનરાગમન કરવામાં સફળ રહ્યા હતા. કારોબારના અંત પછી, સેન્સેક્સ લગભગ 80 પોઈન્ટથી મજબૂત હતો, જ્યારે નિફ્ટી પણ મામૂલી વધારા સાથે બંધ થયો હતો.

વેશ્વિક બજારોમાં તેજી પરત ફરી

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ગ્રીન ઝોનમાં બંધ થઈ શકે છે.આજે SGX નિફ્ટીએ મજબૂત શરૂઆત કરી હતી. આજે વિશ્વભરના શેરબજારોમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં તેજી પાછળ યુરોપના બજારનો સૌથી મોટો ફાળો હતો. ક્રેડિટ સુઈસમાં ખરીદી અને ECB દ્વારા 50 બેસિસ પોઈન્ટના દરમાં વધારો કરવાથી બેન્કિંગ શેરોમાં જોરદાર કાર્યવાહી જોવા મળી હતી. છેલ્લા સત્રમાં DAX, CAC, FTSE માં 2% સુધીનો વધારો જોવા મળ્યો છે. ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં મોટા ઘટાડાથી યુએસ બજારોમાં સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ આજે એશિયન બજારોમાં જોરદાર કારોબાર જોવા મળી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">