Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SEBI એ Anil Ambani ઉપર શેરબજારમાં લગાવ્યો પ્રતિબંધ, અંબાણીની કંપની Reliance Home Finance સામે પણ કાર્યવાહી કરાઈ

અનિલ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ રહી ચૂકેલા મુકેશ અંબાણીના નાના ભાઈ છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરની હાલત ખરાબ છે. શેરની કિંમત રૂ.5 થી પણ નીચે છે.

SEBI એ Anil Ambani ઉપર શેરબજારમાં લગાવ્યો પ્રતિબંધ, અંબાણીની કંપની Reliance Home Finance સામે પણ કાર્યવાહી કરાઈ
Anil Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 5:04 PM

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ અનિલ અંબાણી(Anil Ambani)ને મોટો ઝટકો આપ્યો છે. સેબીએ અનિલ અંબાણી અને તેમની રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ(Reliance Home Finance Ltd)ને બજારમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણી અને તેમની કંપનીને કથિત કપટપૂર્ણ પ્રવૃત્તિઓના બદલામાં સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા છે. સેબીએ અનિલ અંબાણી ઉપરાંત અન્ય ત્રણ લોકો સામે પણ કડક કાર્યવાહી કરી છે. આ ત્રણ લોકોમાં અમિત બાપના, રવિન્દ્ર સુધાકર અને પિંકેશ આર શાહનું નામ છે. આ ત્રણેયને શેરબજારમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેમના પર કંપનીઓ સાથે કથિત છેતરપિંડીનો આરોપ છે.

સ્ટોક માર્કેટ રેગ્યુલેટરી ઓથોરિટી સેબીએ તેના વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે, “સેબીમાં નોંધાયેલ કોઈપણ મધ્યસ્થી, કોઈપણ લિસ્ટેડ જાહેર કંપની અથવા કોઈપણ પબ્લિક લિમિટેડ કંપનીના કાર્યકારી નિર્દેશકો અને પ્રમોટરો સાથે એકમોને પોતાને સાંકળવા પર પ્રતિબંધ છે, જે મૂડી એકત્ર કરવા માગે છે.” 100 પાનામાં આ વચગાળાનો આદેશ જારી કર્યો હતો. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી લાગુ રહેશે.

Reliance Home Finance Ltd

કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ

રિલાયન્સ હોમ ફાઇનાન્સના શેરની હાલત ખરાબ

આ સમાચાર આવ્યા પહેલા જ રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરની હાલત ખરાબ છે. શેરની કિંમત રૂ.5 થી પણ નીચે છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડનો શેર શુક્રવારે ટ્રેડિંગના અંતે 1.5 ટકાના ઘટાડા સાથે રૂ. 4.93 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે 4.85 ના સ્તરે બંધ થયો હતો. હવે જ્યારે સિક્યોરિટી માર્કેટમાંથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આ કંપનીના બાકીના શેરધારકો માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. કંપનીની બજાર કિંમત 238.89 કરોડ છે.

અનિલ અંબાણી પહેલેથીજ મુશ્કેલીમાં

અનિલ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ રહી ચૂકેલા મુકેશ અંબાણીના નાના ભાઈ છે. અત્યારેએશિયાના સૌથી ધનિક વ્યક્તિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી છે. મુકેશ અંબાણી હવે ધનની બાબતમાં બીજા સ્થાને સરકી ગયા છે. અનિલ અંબાણી રિલાયન્સ એડીએજી ગ્રુપના માલિક છે. અનિલ અંબાણી લાંબા સમયથી મુશ્કેલીમાં છે. તેમની કંપની સતત ખોટમાં ચાલી રહી છે. હવે સેબીના નવા કડક પ્રતિબંધો બાદ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચો : Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં 2 અબજ ડોલરથી વધુનો વધારો,જાણો દેશની તિજોરીમાં કેટલું છે ધન

આ પણ વાંચો : LIC IPO : સસ્તી કિંમતે શેર મેળવવા માટે Demat એકાઉન્ટ ખોલવા પડાપડી, જાણો જાન્યુઆરીમાં કેટલા લોકોએ ખાતા ખોલાવ્યા

g clip-path="url(#clip0_868_265)">