Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં 2 અબજ ડોલરથી વધુનો વધારો,જાણો દેશની તિજોરીમાં કેટલું છે ધન

રિઝર્વ બેંકના ડેટા અનુસાર સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા સંપત્તિમાં સારો વધારો થયો છે. IMFએ પણ SDRમાં વધારો દર્જ કર્યો છે.

Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં 2 અબજ ડોલરથી વધુનો વધારો,જાણો દેશની તિજોરીમાં કેટલું છે ધન
Reserve Bank of India - RBI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:43 PM

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર 4 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 2.198 અબજ ડોલર વધીને 631.953 અબજ ડોલર થયું હતું. આ અગાઉના સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો નોંધાયો હતો.

રિઝર્વ બેંકના ડેટા અનુસાર સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા સંપત્તિમાં સારો વધારો થયો છે. IMFએ પણ SDRમાં વધારો દર્જ કર્યો છે. બીજી તરફ સપ્તાહ દરમિયાન સોનાના ભંડારમાં મર્યાદિત ઘટાડો નોંધાયો છે. વિદેશી મુદ્રા ભંડારને મજબૂત બનાવવો એ કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ઘટી રહેલા વિદેશી મુદ્રા ભંડારને કારણે આર્થિક સંકટની સ્થિતિમાં છે. પાકિસ્તાન પણ આવી જ સ્થિતિમાં છે.

દેશના વિદેશી હૂંડિયામણની સ્થિતિ

દેશનું વિદેશી મુદ્રા ભંડાર 4 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 2.198 અબજ ડોલર વધીને 631.953 અબજ ડોલર થઈ ગયું છે.આ માહિતી શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આપવામાં આવી છે. અગાઉ 28 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 4.531 અબજ ડોલર ઘટીને 629.755 અબજ ડોલર નોંધાયો હતો. વિદેશી મુદ્રા ભંડાર છેલ્લા કેટલાક સમયથી ઘટી રહ્યો હતો જે બાદ હવે રિકવરી નોંધાઈ છે.

SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો

રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો વિદેશી ચલણની સંપત્તિમાં થયેલા વધારાને કારણે થયો છે. FCA એ અનામતનો મહત્વનો ભાગ છે. તે ડોલરના મૂલ્યમાં ગણાય છે અને તેમાં ડોલર સિવાયની અન્ય વિદેશી કરન્સીની ડોલરના મૂલ્ય સામે થતી વધઘટનો સમાવેશ થાય છે. ડેટા અનુસાર 4 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં FCA 2.251 અબજ ડૉલર વધીને 568.329 અબજ ડૉલર થઈ ગયું છે. આના આધારે વિદેશી મુદ્રા ભંડારમાં FCAનો હિસ્સો લગભગ 90 ટકા છે.

બીજી તરફ સપ્તાહ દરમિયાન સોનાના ભંડારમાં ઘટાડો થયો છે. સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 21 લાખ ડોલર ઘટીને 39.283 અબજ ડોલર થયો હતો. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDRs)માં 9.8 કરોડ ડોલરનો વધારો થયો છેજે 19.108 અબજ ડોલર નોંધાયું છે.

દેશના અનામત ભંડારમાં વધારો

આંકડા અનુસાર દેશની અનામતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 3 સપ્ટેમ્બર, 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં અનામત 642.453 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. વિદેશી હૂંડિયામણ અનામતનું ઊંચું સ્તર એ કોઈપણ અર્થતંત્ર માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે, પડોશી દેશ શ્રીલંકા ડિફોલ્ટ થઈ રહ્યું છે કારણ કે તેના વિદેશી વિનિમય ભંડાર ઘટવાની નજીક આવી ગયા છે. આવી જ સ્થિતિ પાકિસ્તાનની પણ છે. તેનાથી બચવા માટે બંને દેશો ઊંચા દરે લોન લેવા તૈયાર છે. બીજી તરફ ભારતીય અર્થતંત્રને ભંડારને કારણે વધારાનું રક્ષણ મળ્યું છે. કોરોના રોગચાળાની કપરી સ્થિતિ વચ્ચે દેશ રેટિંગ એજન્સીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો.

આ પણ વાંચો : ઉદ્યોગપતિ રાહુલ બજાજે 83 વર્ષની વયે દુનિયાને કહ્યુ અલવિદા, 2001માં મળ્યો હતો પદ્મ ભૂષણ

આ પણ વાંચો : Tax Saving Tips : રોકાણ વગર કઈ રીતે બચાવવો ટેક્સ? જાણો આ 5 રીત

g clip-path="url(#clip0_868_265)">