AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opening Bell : પ્રારંભિક કારોબારમાં નજીવો ઘટાડો દેખાયો, Sensex 60,044 સુધી લપસ્યો

Share Market : પરિણામોના સંદર્ભમાં આજે ઇન્ફોસિસ અને HCL ટેક ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. બજાર બંધ થયા પછી બંને કંપનીઓ પરિણામ જાહેર કરશે. આ સિવાય આનંદ રાઠી વેલ્થ, સિએન્ટ અને સાહ પોલિમર્સ જેવી કંપનીઓના પરિણામ પણ આવશે.

Opening Bell : પ્રારંભિક કારોબારમાં નજીવો ઘટાડો દેખાયો, Sensex  60,044 સુધી લપસ્યો
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 9:53 AM
Share

ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સ 22 પોઈન્ટના ઘટાડા સાથે 60083 પર ખુલ્યો હતો અને નિફ્ટી 25 પોઈન્ટના ઉછાળા સાથે 17920 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટી 42238 પર ફ્લેટ ખુલ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ ઉપર છે. પરિણામ પહેલા HCL ટેક મજબૂતી બતાવી રહી છે. ઈન્ફોસિસ પણ તેજીમાં છે. એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક અને ટાટા સ્ટીલ આ સમયે સૌથી વધુ નુકસાનમાં છે. આજે ડોલર સામે રૂપિયાની શરૂઆત નબળી થઈ છે. તે 3 પૈસાના ઘટાડા સાથે 81.61 પર ખુલ્યો હતો. વૈશ્વિક બજારમાં છેલ્લા સત્રમાં સારો કારોબાર નોંધાયો છે.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(09:53 am )
SENSEX 60,066.78 −38.72 (0.064%)
NIFTY 17,883.75 −11.95 (0.067%)

આ સ્ટોક્સમાં રહેશે એક્શન

નાયકામાં 1.4 કરોડ શેરનો મોટો વેપાર થયો છે. 152.30 રૂપિયાના હિસાબે આ ડીલ 217 કરોડની છે. આ સ્ટોક લગભગ 1 ટકા ઘટીને રૂ. 154 પર છે. બીજી તરફ પતંજલિ ફૂડ્સ, અદાણી વિલ્મર પર નજર રાખવા નિષ્ણાંતોની સલાહ છે. આજે Railtel India, Tata Communication, PB Fintech, IIFL વેલ્થ પર ચર્ચામાં છે. રેખા ઝુનઝુનવાલાએ ટાટા કોમ્યુનિકેશન્સમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. રેલટેલને પોંડિચેરી સરકાર તરફથી 170 કરોડનો ઓર્ડર મળ્યો છે. 1લી એપ્રિલથી ડ્યુટી ફ્રી સોયા ઓઈલની આયાત બંધ થઈ જશે. આ કારણે પતંજલિ ફૂડ્સ, અદાણી વિલ્મર સહિત અન્ય FMCG શેરો પર નજર રહેશે.

ફાર્મા કંપનીઓમાં હલચલ

NPPA એ 12 નવી દવાના ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરી છે. 128 દવાઓના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. આ કારણે એબોટ ઈન્ડિયા, ઝાયડસ લાઈફ સાયન્સ, ટોરેન્ટ ફાર્મા, વિન્ડલાસ બાયોટેક જેવી કંપનીઓમાં હલચલ દેખાશે

Infosys અને HCL Techના Q3 પરિણામો આવશે

પરિણામોના સંદર્ભમાં આજે ઇન્ફોસિસ અને HCL ટેક ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. બજાર બંધ થયા પછી બંને કંપનીઓ પરિણામ જાહેર કરશે. આ સિવાય આનંદ રાઠી વેલ્થ, સિએન્ટ અને સાહ પોલિમર્સ જેવી કંપનીઓના પરિણામ પણ આવશે. આજે PVR અને Inox મર્જર ડીલ અંગે NCLTમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ભંડોળ એકત્ર કરવા માટે BCL ઈન્ડસ્ટ્રીઝની બોર્ડ મીટીંગ યોજાવા જઈ રહી છે. આવા સમાચાર પહેલા આ સ્ટોકમાં એક્શન જોવા મળી છે. જયશ્રી ટીની બોર્ડ મીટિંગ થશે, જેમાં ટી સ્ટેટના વિભાજન અંગે વિચારણા કરવામાં આવશે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">