હવે ઘરની છત પર લગાવો સોલાર પ્લાન્ટ, સબસીડીની સાથે આ સુવિધાઓ પણ આપી રહી છે સરકાર

તમે એમએનઆરઈ મંત્રાલયના નેશનલ પોર્ટલ પર સોલાર પ્લાન્ટ માટે અરજી કરી શકો છો. પોર્ટલ પર અરજી કરતી વખતે, કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવી પડશે, જેમાં બેંક ખાતાની વિગતો ચોક્કસપણે હશે. આ ખાતામાં સરકારી સબસિડીના નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે.

હવે ઘરની છત પર લગાવો સોલાર પ્લાન્ટ, સબસીડીની સાથે આ સુવિધાઓ પણ આપી રહી છે સરકાર
Solar Power Plant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 11:58 PM

હવે કોઈપણ કંપની અથવા વેન્ડર પાસેથી ખરીદી કરીને તમે તમારા ઘરની છત પર સોલાર પ્લાન્ટ (Solar Plant) લગાવી શકશો. તમે બજારમાંથી અથવા કોઈપણ વિક્રેતા દ્વારા સોલાર પ્લાન્ટ્સ જાતે ખરીદીને ઇન્સ્ટોલ કરી શકશો. અગાઉ આ નિયમ નહોતો. જો રૂફટોપ સોલાર પ્રોગ્રામમાં (Rooftop Solar Programme) સરકારી સબસિડીનો લાભ જોઈતો હોય તો લિસ્ટેડ વિક્રેતા પાસેથી સોલાર પ્લાન્ટ ખરીદવાની મર્યાદા હતી. હવે લિસ્ટેડ વિક્રેતાની શરત દૂર કરવામાં આવી છે અને લોકો કોઈપણ વિક્રેતા પાસેથી સોલાર પ્લાન્ટ ખરીદી શકે છે અને તેને તેમની છત પર સ્થાપિત કરી શકે છે. સરકારી કાર્યક્રમો દ્વારા ગ્રાહકોને ઘણા વધુ લાભો આપવામાં આવે છે.

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય અથવા MNREએ આ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે સૂચનાઓનું પાલન કરીને ઘરની છત પર સોલાર પ્લાન્ટ લગાવી શકાય છે. આ માટે, MNRE મંત્રાલયે કેટલીક મોડાલિટી આપી છે, જેની મદદથી કોઈપણ વ્યક્તિ પોતાની જાતે અથવા વિક્રેતા દ્વારા છત પર સોલાર પ્લાન્ટ લગાવી શકે છે. ઉપભોક્તા સોલાર પ્લાન્ટ પસંદ કરવા અને ખરીદવા માટે સ્વતંત્ર છે. MNRE મંત્રાલય દ્વારા રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે એક રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવશે જ્યાં અરજીઓ કરી શકાય. સોલાર પ્લાન્ટની મંજૂરી મળ્યા પછી, તમે તેનું સ્ટેટસ ચકાસી શકો છો.

સોલાર પ્લાન્ટ કેવી રીતે લગાવવામાં આવશે?

ડીસ્કોમના લેવલ પર પણ એક આવુ જ પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. અને તેને એમએનઆરઈ મંત્રાલયના પોર્ટલ સાથે લિન્ક કરવામાં આવશે. જે લોકો તેમના ઘરની છત પર સોલાર પ્લાન્ટ લગાવવા માંગે છે તેઓ MNRE મંત્રાલયના નેશનલ પોર્ટલ પર અરજી કરી શકે છે. પોર્ટલ પર અરજી કરતી વખતે, કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવી પડશે, જેમાં બેંક ખાતાની વિગતો ચોક્કસપણે હશે. આ ખાતામાં સરકારી સબસિડીના નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે. અરજી કરતી વખતે, તમને આખી પ્રક્રિયા અને સબસિડીમાં મળેલા નાણાં વિશે માહિતી આપવામાં આવશે. સોલાર પ્લાન્ટ લગાવવા માટે સરકાર સબસિડીના પૈસા હપ્તામાં આપે છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

15 દિવસમાં મળી જાય છે મંજૂરી

તમારી ભરેલી અરજી તમારા પાવર હાઉસમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે, 15 દિવસની અંદર સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપવામાં આવશે. સોલાર પ્લાન્ટની સ્થાપના પછી, MNRE મંત્રાલય કરારનું ફોર્મેટ જાહેર કરશે જે તમારા અને તમારા વિક્રેતા વચ્ચે હશે. કરારમાં આ શરતોનું પાલન કરવું આવશ્યક છે કે, સોલાર પ્લાન્ટ લગાવવા માટે તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. કરારમાં એ પણ નક્કી કરવામાં આવશે કે તમારા વિક્રેતા આગામી 5 વર્ષ સુધી સોલાર પ્લાન્ટની જાળવણી કરશે. આપેલ સમયગાળામાં તમારે રૂફટોપ સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાનો રહેશે અન્યથા અરજી નકારવામાં આવશે અને તમારે ફરીથી નવું અરજી ફોર્મ ભરવું પડશે.

સબસિડીના પૈસા ખાતામાં આવશે

RTS પ્લાન્ટ સ્થાપિત કર્યા પછી, વ્યક્તિએ MNRE મંત્રાલયના રાષ્ટ્રીય પોર્ટલ પર નેટ મીટરિંગ માટે અરજી કરવાની રહેશે. આ એપ્લિકેશન તમારા ડિસ્કોમ પર મોકલવામાં આવશે. આ પછી ડિસ્કોમ નેટ મીટર ઇન્સ્ટોલ કરશે અથવા તમને સૂચના આપશે કે નેટ મીટર અધિકૃત લેબમાંથી ખરીદીને ઇન્સ્ટોલ કરવું જોઈએ. નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા પછી, ડિસ્કોમ અધિકારીઓ રાષ્ટ્રીય પોર્ટલ પર કમિશનિંગ અને ઇન્સ્પેક્શન રિપોર્ટ ફાઇલ કરશે. આ રિપોર્ટ જોયા પછી, MNRE મંત્રાલય સબસિડીના પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે.

આ પણ વાંચો :  ચાલુ નાણાકીય વર્ષમાં 400 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે, ઉદ્યોગ મંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ

g clip-path="url(#clip0_868_265)">