IPO માર્કેટમાં 32% ઘટાડો થયો, શેરબજારની અનિશ્ચિતતાઓ વચ્ચે કંપનીઓ જોખમથી દૂર રહેવાનું પસંદ કરી રહી છે

પ્રાઇમ ડેટાબેઝના અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ પ્રથમ છ મહિનામાં IPO માર્કેટ પર કબજો જમાવ્યો હતો. આ આઈપીઓએ એકલા રૂ. 20,557 કરોડ ઊભા કર્યા હતા.પ્રાઇમ ડેટાબેઝ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયા કહે છે કે પ્રથમ છ મહિનામાં IPOમાંથી એકત્ર કરાયેલી કુલ રકમ માત્ર રૂ. 41,919 કરોડ છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 92,191 કરોડની સરખામણીએ 55 છે.

IPO માર્કેટમાં 32% ઘટાડો થયો, શેરબજારની અનિશ્ચિતતાઓ વચ્ચે કંપનીઓ જોખમથી દૂર રહેવાનું પસંદ કરી રહી છે
IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 9:05 AM

ભારતમાં નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ 6 માસ  IPOની દ્રષ્ટિએ બહુ સારા રહ્યાનથી. તમને જણાવી દઈએ કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના મેગા IPO  છતાં નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ છમાસિક (H1FY23) માં 14 કંપનીઓ તરફથી લાવવામાં આવેલા પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO)માંથી વર્ષ 2021 થી 32 ટકા ઓછા  રૂ. 35,456 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે જે ગયા વર્ષના આ સમાન સમયગાળા કરતા ઓછા છે. પ્રાઇમ ડેટાબેઝ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ H1FY23 માં કુલ 14 કંપનીઓ તેમના IPO સાથે આવી હતી જેના દ્વારા રૂ. 35,456 કરોડની રકમ એકત્ર કરવામાં આવી હતી. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 25 IPO દ્વારા કુલ રૂ. 51,979 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.

71 IPO મંજૂર થયા

રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં IPO પ્રવૃત્તિઓમાં તેજી થવાની શક્યતા છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા 71 IPO દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે જેના દ્વારા રૂ. 1,05,000 કરોડ એકત્ર કરવાની ગણતરી છે. આ ઉપરાંત 70,000 કરોડની કિંમતની 43 અન્ય દરખાસ્તો હાલમાં સેબીની વિચારણા હેઠળ છે. આ રીતે કુલ 114 IPO લાવવાની તૈયારીઓ ચાલી રહી છે જેમાંથી 10 ઇશ્યુ નવા યુગની ટેકનોલોજી કંપનીઓના છે. આ ટેક્નોલોજી કંપનીઓએ આશરે રૂ. 35,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

LICએ રૂ. 20,557 કરોડ ઊભા કર્યા

પ્રાઇમ ડેટાબેઝના અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ પ્રથમ છ મહિનામાં IPO માર્કેટ પર કબજો જમાવ્યો હતો. આ આઈપીઓએ એકલા રૂ. 20,557 કરોડ ઊભા કર્યા હતા. એપ્રિલ-સપ્ટેમ્બર 2022 ના અર્ધમાં IPOમાંથી એકત્ર કરાયેલી કુલ રકમમાં LIC દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે, તેનો હિસ્સો 58 ટકા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પ્રાઇમ ડેટાબેસ શું કહે છે?

પ્રાઇમ ડેટાબેઝ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયા કહે છે કે પ્રથમ છ મહિનામાં IPOમાંથી એકત્ર કરાયેલી કુલ રકમ માત્ર રૂ. 41,919 કરોડ છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 92,191 કરોડની સરખામણીએ 55 છે. તેમણે કહ્યું કે એપ્રિલ-સપ્ટેમ્બર 2022 દરમિયાન LIC સિવાય દિલ્હીવેરી અને રેનબો ચિલ્ડ્રનનાં IPO ને પણ રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. દિલ્હીવેરીના ઈશ્યૂમાંથી રૂ. 5,235 કરોડ અને રેઈનબો ચિલ્ડ્રનના ઈશ્યૂમાંથી રૂ. 1,581 કરોડ ઊભા કર્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">