High Return Stock : Page Industries નો શેર 50 હજારને પાર પહોંચ્યો,કંપનીએ 15 વર્ષમાં 18110% આપ્યું રિટર્ન

જ ઈન્ડસ્ટ્રીઝે ગુરુવારે 2022-23ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીએ રૂ. 1341 કરોડની આવક પર રૂ. 207 કરોડનો નફો કર્યો છે.

High Return Stock : Page Industries નો શેર 50 હજારને પાર પહોંચ્યો,કંપનીએ 15 વર્ષમાં 18110% આપ્યું રિટર્ન
stock market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 7:43 AM

વિદેશી રોકાણકારોની પરત ફર્યા બાદ ભારતીય શેરબજાર(Share Market)માં તેજી જોવા મળી રહી છે જેથી ઘણા શેરના ભાવ રેકોર્ડ સ્તરને સ્પર્શી રહ્યા છે. પેજ ઈન્ડસ્ટ્રીઝ(Page Industries) નો શેર આ જ શ્રેણીમાં સામેલ છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં પેજ ઈન્ડસ્ટ્રીઝના એક શેરની કિંમત (Page Industries Share Price) 50,000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલીવાર બન્યું છે જ્યારે શેર આ ઐતિહાસિક સ્તરને સ્પર્શ્યો છે. પેજ ઈન્ડસ્ટ્રીઝને ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ઓમાન, કતાર, માલદીવ્સ, ભૂતાન અને યુએઈમાં જોકી બ્રાન્ડના ઇનરવેરનું ઉત્પાદન/છૂટક વેચાણ કરવાનો અધિકાર ધરાવે છે.

Page Industries ના શેરનું પ્રદર્શન(12/08/2022) 
Open 49,750.00
High 50,350.00
Low 48,614.00
Mkt cap 54.84TCr
P/E ratio 102.2
Div yield 0.75%
52-wk high 50,350.00
52-wk low 29,950.00

15 વર્ષમાં 18,110% રિટર્ન આપ્યું

શુક્રવારે પેજ ઇન્ડસ્ટ્રીઝનો શેર સવારે રૂ. 49,750 પર ખૂલ્યો હતો અને 2.75 ટકા વધીને રૂ. 50,350 સુધી પહોંચ્યો હતો. ગુરુવારે શેર રૂ. 49,000 પર બંધ થયો હતો. વર્ષ 2007થી શેરબજારમાં લિસ્ટિંગ થયા બાદ આ કંપનીના શેરે 15 વર્ષમાં 18,110 ટકાનું વળતર આપ્યું છે. 2007માં આ શેર રૂ.270ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. પેજ ઇન્ડસ્ટ્રીઝે છેલ્લા એક વર્ષમાં 68 ટકા વળતર આપ્યું છે.

કંપનીના નફામાં વધારો

પેજ ઈન્ડસ્ટ્રીઝે ગુરુવારે 2022-23ના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીએ રૂ. 1341 કરોડની આવક પર રૂ. 207 કરોડનો નફો કર્યો છે. એક વર્ષ પહેલા કંપનીનો નફો માત્ર 10.9 કરોડ રૂપિયા હતો. બ્રોકરેજ કંપનીઓ રોકાણકારોને આ ભાવે શેર ખરીદવાની સલાહ આપી રહી છે. ICICI સિક્યોરિટીઝ પાસે રૂ. 52,000ના લક્ષ્ય સાથે શેર પર બાય કોલ છે. એક્સિસ સિક્યોરિટીઝનો ટાર્ગેટ રૂ. 51,900 છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અમે તમને જણાવી દઈએ કે પેજ ઈન્ડસ્ટ્રીઝને ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ઓમાન, કતાર, માલદીવ્સ, ભૂતાન અને યુએઈમાં જોકી બ્રાન્ડના ઇનરવેરનું ઉત્પાદન/છૂટક વેચાણ કરવાનો અધિકાર છે.

નિષ્ણાંતોની સલાહ

પેજ ઇન્ડસ્ટ્રીઝના શેર તેના રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયા છે. પરંતુ હવે જ્યારે તેના શેર રૂ. 50,000ના સ્તરે પહોંચી ગયા છે, ત્યારે રોકાણકારોએ શું કરવું જોઈએ? આ સંદર્ભમાં બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે મધ્યમથી લાંબા ગાળાના આગામી 10 વર્ષ માટે પેજ ઇન્ડસ્ટ્રીઝનું EBITDA માર્જિન 18-21%ની રેન્જમાં રહી શકે છે.

બ્રોકરેજ ફર્મ માને છે કે પેજ ઈન્ડસ્ટ્રીઝ પાસે ફ્રન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટમાં નવી તકો છે. ICICI સિક્યોરિટીઝને ખરીદીની સલાહ આપતી વખતે તેની લક્ષ્ય કિંમત 52000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

નોંધ : અહેવાલનો હેતુ આપને માત્ર માહિતી આપવાનો છે. કૃપા કરીને રોકાણ કરતા પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.શેરબજારમાં રોકાણના પોતાના જોખમો છે. તમારા રોકાણનો નિર્ણય સમજદારીથી લેવો જોઈએ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">