HAL OFS : દેશના નવરત્નનો સ્ટોક 175 રૂપિયા સસ્તો ખરીદવા તક મળશે, શેરે 3 વર્ષમાં 1 લાખના રોકાણને 5.25 લાખ રૂપિયા બનાવ્યું છે

TV9 GUJARATI

|

Updated on: Mar 23, 2023 | 6:44 AM

હિન્દુસ્તાન એરોનોટિક્સ(HAL)ની OFS વિગતો વિશે વાત કરીએ તો BSE પર ઉપલબ્ધ માહિતી અનુસાર સરકાર 1.75 ટકા હિસ્સો એટલે કે 5851782 શેર વેચશે. ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં વધારાનો 1.75 ટકા હિસ્સો પણ વેચવામાં આવશે. આ રીતે કુલ 3.50 ટકા હિસ્સો વેચવાનો છે. ડિફેન્સ જાયન્ટમાં સરકારનો હિસ્સો 75.15 ટકા છે.

HAL OFS : દેશના નવરત્નનો સ્ટોક 175 રૂપિયા સસ્તો ખરીદવા તક મળશે, શેરે 3 વર્ષમાં 1 લાખના રોકાણને 5.25 લાખ રૂપિયા બનાવ્યું છે

Follow us on

દેશની નવરત્ન કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં સરકારે  તેનો કેટલોક હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. એક્સચેન્જ સાથે શેર કરવામાં આવેલી માહિતી અનુસાર સરકાર OFS એટલે કે HALમાં વેચાણ માટે ઑફર લઈને આવી રહી છે. આ અંતર્ગત તે તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. ડિફેન્સ સેક્ટરનો આ શેર મલ્ટિબેગર છે. માત્ર ત્રણ વર્ષમાં આ કંપનીએ 525 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત રૂ. 5.25 લાખ થયા છે.

HAL OFS ની વિગત

હિન્દુસ્તાન એરોનોટિક્સની OFS વિગતો વિશે વાત કરીએ તો BSE પર ઉપલબ્ધ માહિતી અનુસાર સરકાર 1.75 ટકા હિસ્સો એટલે કે 5851782 શેર વેચશે. ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં વધારાનો 1.75 ટકા હિસ્સો પણ વેચવામાં આવશે. આ રીતે કુલ 3.50 ટકા હિસ્સો વેચવાનો છે. ડિફેન્સ જાયન્ટમાં સરકારનો હિસ્સો 75.15 ટકા છે. HAL OFS માટે ફ્લોર પ્રાઇસ 2450 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 22 માર્ચે શેર રૂ. 2625 પર બંધ થયો હતો. બુધવારની ક્લોઝિંગ પ્રાઇસની સરખામણીમાં ફ્લોરની કિંમત 175 રૂપિયા ઓછી છે. તે 22 માર્ચની કિંમતની તુલનામાં 6.6 ટકાના ડિસ્કાઉન્ટ પર છે. 23-24 માર્ચે રોકાણકારોને તેને ખરીદવાની તક મળશે. નોન-રિટેલ રોકાણકારો 23 માર્ચથી જ ખરીદી કરી શકે છે જ્યારે રિટેલ રોકાણકારો માટે તે 24 માર્ચે ખુલશે.

500 રૂપિયાનો શેર ત્રણ વર્ષમાં રૂ. 2625 પર પહોંચી ગયો

HALનો સ્ટોક 22 માર્ચ 2023ના રોજ 1.16 ટકા ઘટીને રૂ. 2625 પર બંધ થયો હતો. NSEના ડેટા અનુસાર 23 માર્ચ, 2020ના રોજ હિન્દુસ્તાન એરોનોટિક્સનો સ્ટોક રૂ.500ના સ્તરે બંધ થયો હતો. 22 માર્ચ 2023ના રોજ તેની કિંમત ત્રણ અગાઉ કરતા 5.25 ગણી વધારે છે.

HAL નું સ્ટોક પર્ફોમન્સ

HAL માટે 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ.2914 છે અને નીચી રૂ.1381 છે. કંપનીનું માર્કેટ કેપ 87770 કરોડ રૂપિયા છે. આ સ્ટોક એક સપ્તાહમાં 5.70 ટકા ઘટ્યો છે. એક મહિનામાં 2.55 ટકા, ત્રણ મહિનામાં 3.97 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 3.70 ટકાનો ઉછાળો આવ્યો છે.

HALનો શેર 3240 રૂપિયા સુધી જઈ શકે છે

બ્રોકરેજ પણ આ સ્ટૉકમાં ખૂબ જ તેજીમાં છે. મોર્ગન સ્ટેન્લી રૂ. 3,216ના ટાર્ગેટ પ્રાઇસ  સાથે સ્ટોક પર ઓવરવેઇટ રેટિંગ ધરાવે છે. ICICI ડાયરેક્ટે 3240 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપી છે. એક્સિસ સિક્યોરિટીઝે રૂ. 3085નો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદીની ભલામણ કરી છે.

નોંધ : અહેવાલનો હેતુ માત્ર માહિતી આપવાનો છે. શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલને કોઈ સંબંધ રહેશે નહિ. રોકાણ પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati