AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે સરકાર આ કંપનીમાં પોતાનો હિસ્સો વેચશે, 3000 કરોડ એકત્રિત કરવા સરકાર OFS લાવશે, જાણો યોજના વિશે

IRCTCએ પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 645 કરોડ એકત્ર કર્યા હતા. IRCTC દેશભરના રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં કેટરિંગ સેવાઓ સાથે ઓનલાઈન રેલ્વે ટિકિટ અને પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટરનું વેચાણ કરે છે.

હવે સરકાર આ કંપનીમાં પોતાનો હિસ્સો વેચશે, 3000 કરોડ એકત્રિત કરવા સરકાર OFS લાવશે, જાણો યોજના વિશે
Indian Railway Catering and Tourism Corporation (IRCTC)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:43 AM
Share

સરકાર ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) માટે ઓફર ફોર સેલ (OFS) લાવવાની યોજના પર કામ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ Axis Securities, Citi, Goldman Sachs, JM Financial ને આ ઈશ્યુના બેંકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકાર ઓફર ફોર સેલ દ્વારા 3.5 ટકા હિસ્સો વેચીને રૂ 3,000 કરોડ એકત્ર કરવા માંગે છે. અગાઉ ડિસેમ્બર 2020માં સરકારે OFS દ્વારા IRCTCમાં તેનો 20 ટકા હિસ્સો વેચ્યો હતો. શેરના વેચાણ બાદ આ PSUમાં સરકારનો હિસ્સો ઘટીને 67 ટકા થઈ ગયો હતો. ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ઓક્ટોબર 2019માં શેરબજાર(Share Market)માં લિસ્ટ થયું હતું. OFS પહેલા, સરકારે આ સાહસમાં 87.4 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો.

IPO દ્વારા રૂ. 645 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા

IRCTCએ પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 645 કરોડ એકત્ર કર્યા હતા. IRCTC દેશભરના રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં કેટરિંગ સેવાઓ સાથે ઓનલાઈન રેલ્વે ટિકિટ અને પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટરનું વેચાણ કરે છે.

કન્વિનિયન્સ ફી અંગે વિવાદ થયો હતો

ગયા વર્ષે ભારતીય રેલ્વેએ ભારતીય રેલ્વે કેટરિંગ અને પ્રવાસન નિગમને કન્વિનિયન્સ ફી માંથી કમાણીનો 50 ટકા સરકારને આપવાનું કહ્યું હતું. IRCTC આ ફીમાંથી 100% કમાણી જાળવી રાખે છે. IRCTCની કમાણીમાં ઈન્ટરનેટ ટિકિટિંગનો મોટો હિસ્સો છે. જો કમાણીનો 50 ટકા હિસ્સો લેવામાં આવે તો IRCTCને મોટું નુકસાન થાય તેમ હતું. આ સમાચાર સાર્વજનિક થતાં જ IRCTCના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આખરે સરકારે કમાણીમાં વહેંચણીની યોજના સ્થગિત કરી દીધી હતી.

નવરાત્રિ સ્પેશિયલ ફૂડની વ્યવસ્થા કરાઈ

ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri) દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે રાહતના સમાચાર છે. રેલવે મુસાફરો માટે ચૈત્ર નવરાત્રી ફેસ્ટની (Chaitra Navratri Fest) શરૂઆત કરવામાં આવી છે, આ અંતર્ગત રેલ્વે મુસાફરો 25 ટકા ડિસ્કાઉન્ટ સાથે 2 એપ્રિલથી 11 એપ્રિલ સુધી નવરાત્રિ સ્પેશિયલ ફૂડની (Navratri Special Food) મજા માણી શકશે. આ માટે, IRCTCના અધિકૃત ફૂડ ડિલિવરી સેવા ભાગીદાર રેલ રેસ્ટ્રોએ ‘NAV25’ નામનો કૂપન કોડ જાહેર કર્યો છે. રેલ મુસાફરોને પુણે, વિજયવાડા, લખનૌ, પટના, નવી દિલ્હી, કટરા, રતલામ, પ્રયાગરાજ, અંબાલા, ભોપાલ, વડોદરા, નાગપુર, મથુરા, ઝાંસી સહિત ભારતના તમામ મોટા રેલવે સ્ટેશનો પર આ સુવિધા મળશે.

આ પણ વાંચો : એક SMS એ એવો ખેલ બગડ્યો કે BABA RAMDEV ની કંપનીનો શેર 13 ટકાથી વધુ પટકાયો, જાણો શું છે મામલો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક, જાણો લેટેસ્ટ રેટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">