Adani Wilmar Q3 Results : ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું શાનદાર પ્રદર્શન, નફામાં 66 ટકાનો ઉછાળો

ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ખાદ્ય તેલ કંપની અદાણી વિલ્મર(Adani Wilmar) નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો(consolidated net profit) 66 ટકા વધીને રૂ. 211.41 કરોડ થયો છે.

Adani Wilmar Q3 Results : ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું શાનદાર પ્રદર્શન, નફામાં 66 ટકાનો ઉછાળો
ADANI WILMAR Q3 RESULTS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 6:09 AM

Adani Wilmar Q3 Results : ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ખાદ્ય તેલ કંપની અદાણી વિલ્મર(Adani Wilmar) નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો(consolidated net profit) 66 ટકા વધીને રૂ. 211.41 કરોડ થયો છે. કંપનીએ જાણકારી આપતા જણાવ્યું છે કે પાછલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 127.39 કરોડ રૂપિયા હતો. 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધીને રૂ. 14,405.82 કરોડ થઈ હતી જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 10,238.23 કરોડ હતી.

આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં એટલે કે એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વધીને રૂ. 569.45 કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે રૂ. 413.51 કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક પણ વધીને રૂ. 39,362.95 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 26,496.18 કરોડ હતી.

અદાણી વિલ્મરના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર અંગશુ મલિકે જણાવ્યું હતું કે કંપનીએ અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું હતું. અમારું ધ્યાન ફૂડ બિઝનેસ પર છે. કંપનીએ જણાવ્યું હતું કે એડિબલ ઓઇલ સેગમેન્ટમાંથી તેની આવક રૂ. 12,118 કરોડ હતી. તેમાં 40 ટકાનો વધારો નોંધાયો છે. વોલ્યુમ 9 ટકા વધ્યું છે. ફૂડ એન્ડ એફએમસીજી સેગમેન્ટની આવક રૂ. 704 કરોડ રહી છે. તેમાં 46 ટકાનો ઉછાળો નોંધાયો છે. ઇન્ડસ્ટ્રી એસેન્શિયલ સેગમેન્ટની આવક 1557 કરોડ હતી. તેમાં 41 ટકાનો ઉછાળો નોંધાયો છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

શેર 376 પર બંધ રહ્યો હતો

પરિણામોને બાદ અદાણી વિલ્મરનો શેર 1.23 ટકા ઘટીને રૂ. 376 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન તે 4.5 ટકા વધીને રૂ. 399 થયો હતો. આ ઘટાડા પછી તેનું માર્કેટ કેપ રૂ. 48900 કરોડ થયું હતું.

નિષ્ણાંતોનો અભિપ્રાય

આ સ્ટૉકના આઉટલૂક વિશે વાત કરતાં બજારના નિષ્ણાતો કહે છે કે આ સ્ટૉક લાંબા ગાળે મોટો નફો કમાઈ શકે છે. મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સનું કહેવું છે કે કંપની પાસે સારું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે. ગ્રાહકોનો આધાર મજબૂત છે. અદાણી વિલ્મર ખાદ્ય તેલ બ્રાન્ડ ફોર્ચ્યુન બનાવે છે જે તેના સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. જેમ કે તે લાંબી રેસનો ઘોડો છે. સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ્સ માને છે કે કંપનીનું મૂલ્યાંકન મૂળભૂત રીતે મજબૂત છે. લાંબા ગાળાના રોકાણકારો ઘટાડા પર ખરીદી કરે છે.

આ પણ વાંચો : Kam ni Vaat : ITR ફાઈલ કરતી વખતે શું રાખશો ધ્યાન, તમારી કઈ કઈ આવક પર છે આઈટી વિભાગની નજર ?

  આ પણ વાંચો : સૌથી મોટા ફ્રોડ અંગે સરકારનું નિવેદનઃ ABG Shipyard કૌભાંડ અગાઉની સરકારની દેન, યુપીએના શાસનમાં જ એનપીએ થઈ ગયું હતું એકાઉન્ટ

g clip-path="url(#clip0_868_265)">