Gold Price Today : નિષ્ણાંતો અનુસાર ટૂંક સમયમાં સોનું સસ્તું થશે, જાણો કેમ લગાવાયું આ અનુમાન
બજાર વિશ્લેષકોનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના અંત પછી સોનાના ભાવમાં ઘટાડો થશે. રશિયા પાસે પણ સોનાનો મોટો ભંડાર છે અને તે તેને વૈશ્વિક બજારમાં વેચવા માંગે છે.
વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે આજે સપ્તાહના પહેલા દિવસે એટલેકે સોમવારે પણ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવ(Gold Price Today )માં ફેરફાર જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંને ધાતુઓમાં સવારે ઘટાડા સાથે વેપાર શરૂ થયો હતો. સવારે 9.05 વાગ્યે એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવ રૂ. 155 ઘટીને રૂ. 51,721 પ્રતિ 10 ગ્રામ થયા હતા. આ કિંમત 24 કેરેટ શુદ્ધ સોનાની છે. આ અગાઉ સોનું પણ 51,721 ના દરે ખુલ્યું હતું. યુક્રેને પણ આજે રશિયાની શરતો સ્વીકારીને યુદ્ધ ખતમ કરવાનો સંકેત આપ્યો છે. તેની અસર કિંમતી ધાતુની કિંમત પર જોવા મળી શકે છે.
ચાંદીમાં ઘટાડો
MCX પર ચાંદીના વાયદાના ભાવમાં પણ ટ્રેડિંગની શરૂઆતથી જ ઘટાડો જોવા મળ્યો હતો. સવારે એક્સચેન્જમાં ચાંદીના વાયદાના ભાવ રૂ. 316ના ઘટાડા સાથે રૂ. 68,520 પ્રતિ કિલોગ્રામ હતા. સવારે ચાંદી 68,511ના ભાવે ખુલી હતી જે થોડા સમય પછી નજીવા વધારા સાથે કારોબાર કરી રહી હતી. જો કે તે પાછલા ટ્રેડિંગ દિવસની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે.
વૈશ્વિક બજારમાં તેજી
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. સોનાનો હાજર ભાવ 0.28 ટકા વધીને 1,948.80 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે ચાંદીનો હાજર દર 0.70 ટકા વધીને 25.44 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. વૈશ્વિક બજારમાં આવેલી તેજીની અસર ભારતીય બજાર પર ટૂંક સમયમાં જોવા મળવાની આશા છે.
નિષ્ણાતોનું અનુમાન
બજાર વિશ્લેષકોનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના અંત પછી સોનાના ભાવમાં ઘટાડો થશે. રશિયા પાસે પણ સોનાનો મોટો ભંડાર છે અને તે તેને વૈશ્વિક બજારમાં વેચવા માંગે છે. જો આ સોનું માર્કેટમાં આવશે તો તેની સપ્લાય વધી જશે અને કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે. યુક્રેને પણ આજે રશિયાની શરતો સ્વીકારીને યુદ્ધ ખતમ કરવાનો સંકેત આપ્યો છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 51724.00 -152.00 (-0.29%) – 09:54 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 53446 |
Rajkot | 53464 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52650 |
Mumbai | 52310 |
Delhi | 52310 |
Kolkata | 52310 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 48897 |
USA | 48705 |
Australia | 48693 |
China | 48713 |
(Source : goldpriceindia) | |
આ પણ વાંચો : India -UAE વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 1 મેથી અમલમાં આવી શકે છે, 6090 વસ્તુઓ ડ્યૂટી ફ્રી નિકાસ કરી શકાશે
આ પણ વાંચો : કોરોનાની કોલર ટ્યુનમાંથી મળશે છુટકારો, કોવિડના 2 વર્ષ બાદ સરકાર Pre-Call Audio દૂર કરશે