Adani Group Stock Fall : ગૌતમ અદાણીની 10 પૈકી 8 કંપનીઓના શેરમાં ઘટાડો, સરકાર તરફથી આવેલા આ અહેવાલોથી ફટકો પડયો
Adani Group Share Price : સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ગ્રુપના 10 શેરોમાંથી 8 ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે સિમેન્ટ કંપની એસીસી અને અંબુજા સિમેન્ટ બંનેના શેરમાં તેજી રહી હતી.સોમવારના ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર NSE માં 1.89 ટકા ઘટીને રૂ. 1717 પર બંધ થયો હતો.
નવા નાણાકીય વર્ષ 2023-24નો પ્રથમ ટ્રેડિંગ દિવસ અદાણી ગ્રુપના શેરો માટે નિરાશાજનક સાબિત થયો છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ગ્રુપના 10 શેરોમાંથી 8 ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે સિમેન્ટ કંપની એસીસી અને અંબુજા સિમેન્ટ બંનેના શેરમાં તેજી રહી હતી.સોમવારના ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર NSE માં 1.89 ટકા ઘટીને રૂ. 1717, અદાણી ગ્રીન એનર્જી 4.96 ટકા ઘટીને રૂ. 837.45, અદાણી પોર્ટ્સ 0.65 ટકા, અદાણી પાવર 0.55 ટકા ઘટીને રૂ. 190.55 પર આવી ગયા હતા. ટોટલ ગેસ 2.58 ટકા ઘટીને 2.58 ટકા, અદાણી વિલ્મર 2.50 ટકા ઘટીને રૂ. 395.70 અને NDTV 2.87 ટકા ઘટીને રૂ. 186 પર બંધ થયા હતા.
અદાણી ગ્રૂપની બંને સિમેન્ટ કંપનીઓના શેરોતેજીમાં બંધ થયા હતા. ACC 2.51 ટકાના ઉછાળા સાથે રૂ. 1709 પર અને અંબુજા સિમેન્ટ 2.53 ટકાના વધારા સાથે રૂ. 375 પર બંધ રહ્યો હતો.
અદાણીના શેરો કેમ ઘટ્યા?
શેરબજાર નિયમનકાર સેબી દ્વારા અદાણી ગ્રૂપના શેરોમાં તપાસના સમાચાર સામે આવ્યા બાદ શેરમાં આ ઘટાડો થયો છે. સેબી થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સમાં અનિયમિતતા અને નિયમનકારી નિયમોના ઉલ્લંઘનના મામલાની તપાસ કરી રહી છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, સેબી અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઇ વિનોદ અંબાણીની સાથે જોડાયેલી ત્રણ ઓફશોર કંપનીઓ સાથેની ગ્રૂપ કંપનીઓના વ્યવહારોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : શું એક વર્ષની રાહત બાદ ફરી પેટ્રોલ – ડીઝલની કિંમત વધશે? આજે પણ મોંઘુ થયું ક્રૂડ ઓઇલ
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ યુએસ સ્થિત GQG પાર્ટનર્સે રૂ. 15,000 કરોડમાં ગ્રૂપ કંપનીઓમાં હિસ્સો ખરીદ્યા પછી શેર રિકવર થવા લાગ્યા હતા. હવે ફરી એકવાર અદાણી ગ્રુપના શેરો નેગેટિવ સમાચારના કારણે દબાણમાં છે.
વિશ્વના ટોચના ધનકુબેરોની યાદીમાં ગૌતમ અદાણી વધુ બે સ્થાન સરકી ગયા છે. તે હવે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 21થી 23મા સ્થાને પહોંચી ગયા છે. સોમવારે નવા નાણાકીય વર્ષના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં અદાણી ગ્રુપના શેરમાં ઘટાડાને કારણે તેમની નેટવર્થમાં 1.6 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. હવે તેમની 54.8 બિલિયન આસપાસની સંપત્તિ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…