શેરબજારની TOP-10 પૈકી 4 કંપનીઓના માર્કેટ કેપમાં 1 લાખ કરોડનો કડાકો, જાણો કોણ રહ્યા TOP LOSERS

TOP 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી હતી. તે પછી અનુક્રમે TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, બજાજ ફાઇનાન્સ, HDFC અને ભારતી એરટેલનો નંબર આવે છે.

શેરબજારની TOP-10 પૈકી 4 કંપનીઓના માર્કેટ કેપમાં 1 લાખ કરોડનો કડાકો, જાણો કોણ રહ્યા TOP LOSERS
Dalal Street Mumbai
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Apr 11, 2022 | 7:10 AM

શેરબજાર (Share Market) સતત ચોથા સપ્તાહે તેજી સાથે બંધ થયું હતું. ગત સપ્તાહે શેરબજારમાં ત્રણ દિવસ ઘટાડો નોંધાયો હતો જ્યારે તે બે દિવસ વધ્યો હતો. ગત સપ્તાહે BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) 170 પોઈન્ટ અથવા 0.28 ટકા અને NSE નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી(NIFTY) 114 પોઈન્ટ અથવા 0.64 ટકા વધ્યો હતો. સેન્સેક્સની ટોચની 10માંની ચાર કંપનીઓની માર્કેટ મૂડી (Mcap) રૂ. 1,05,848.14 કરોડ ઘટી હતી.ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ઈન્ફોસિસ(INFOSYS) TOP LOSERS રહી હતી.

સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(RIL), ટીસીએસ(TCS), ઈન્ફોસીસ અને બજાજ ફાઈનાન્સના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો જ્યારે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી અને ભારતી એરટેલે સામૂહિક રીતે રૂ. 51,628.12 કરોડનો વધારો કર્યો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહમાં TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન સૌથી વધુ રૂ. 40,640.76 કરોડ ઘટીને રૂ. 13,49,037.36 કરોડ થયું હતું. ઈન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 36,703.8 કરોડ ઘટીને રૂ. 7,63,565.13 કરોડ થયું હતું.11

રિલાયન્સને 25503 કરોડનું નુકસાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બજાર સ્થિતિ રૂ. 25,503.68 કરોડ ઘટીને રૂ. 17,70,205.42 કરોડ અને બજાજ ફાઇનાન્સનું બજાર રૂ. 2,999.9 કરોડ ઘટીને રૂ. 4,45,810.84 કરોડ થયું હતું. આ વલણથી વિપરીત હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ મૂડી રૂ. 24,048.06 કરોડ વધીને રૂ. 5,12,857.03 કરોડ અને ICICI બેન્કની માર્કેટ મૂડી રૂ. 12,403.56 કરોડ વધીને રૂ. 5,24,180.57 કરોડ થઈ હતી.

SBIના માર્કેટ કેપમાં 7050 કરોડનો ઉછાળો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ વેલ્યુએશન રૂ. 7,050.44 કરોડ વધીને રૂ. 4,60,599.20 કરોડ થયું છે. HDFC બેન્કની માર્કેટ પોઝિશન રૂ. 4,880.07 કરોડ વધીને રૂ. 8,40,204.91 કરોડ થઈ છે. એ જ રીતે ભારતી એરટેલની માર્કેટ મૂડી રૂ. 1,949.67 કરોડ વધીને રૂ. 4,18,574.86 કરોડ અને HDFCની માર્કેટ મૂડી રૂ. 1,296.32 કરોડ વધીને રૂ. 4,45,659.60 કરોડ થઈ હતી.

સેન્સેક્સ 170 પોઈન્ટ ઉછળ્યો

ટોપ 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી હતી. તે પછી અનુક્રમે TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, બજાજ ફાઇનાન્સ, HDFC અને ભારતી એરટેલનો નંબર આવે છે. ગયા અઠવાડિયે બીએસઈનો 30 શેરનો સેન્સેક્સ 170.49 પોઈન્ટ અથવા 0.28 ટકા અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 113.90 પોઈન્ટ અથવા 0.64 ટકા ઉપર હતો.

આ પણ વાંચો :  કપાસના ઉત્પાદનના અનુમાનમાં ઘટાડો, દેશના ઘણા રાજ્યોમાં ઉત્પાદન ઘટવાની અસર

આ પણ વાંચો : સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે આગામી 6 મહિનામાં 3 બિલિયન ડોલરની જરૂર: શ્રીલંકા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati