AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : શેરબજારે રેકોર્ડ સપાટી નોંધાવ્યા બાદ ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો? જાણો અહેવાલ દ્વારા

હાલ એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ  વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટીએ આજે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે.

Stock Update : શેરબજારે રેકોર્ડ સપાટી નોંધાવ્યા બાદ ક્યા શેરમાં  વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો? જાણો અહેવાલ દ્વારા
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 10:18 AM
Share

ભારતીય શેરબજાર આજે મજબૂત સ્થિતિમાં કારોબાર કરી રહ્યું છે. આજે સેન્સેક્સ સેન્સેક્સ 56,995.15 પર કારોબાર શરૂ કર્યો અને ગણતરીના સમયમાં 57000 ના પડાવને પર કરી લીધી હતો.જોકે બાદમાં પ્રોફિટ બુકીંગના કારણે ઇન્ડેક્સ ફરી 57000 નીચે સરક્યો હતો. નિફ્ટી પણ 16,947 પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના આ ઇન્ડેકસે 16,978.50 સુધી ઉપલું સ્તરે બતાવ્યું હતું.

શરૂઆતી કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.41 ટકાની મજબૂતીની સાથે દેખાય છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.40 ટકા વૃદ્ધિ સાથે 36,493.20 ના સ્તર પર કારોબાર કરતો નજરે પડયો હતો.

હાલ એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ  વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટીએ આજે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે.

પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

લાર્જકેપ વધારો : ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, અદાણી પોર્ટ્સ, કોટક મહિન્દ્રા બેન્ક, ટીસીએસ અને એશિયન પેંટ્સ ઘટાડો : ટાટા મોટર્સ, એમએન્ડએમ, એલએન્ડટી, રિલાયન્સ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, હિરો મોટોકૉર્પ અને ઓએનજીસી

મિડકેપ વધારો : અદાણી પાવર, અપોલો હોસ્પિટલ, 3એમ ઈન્ડિયા, અદાણી ટ્રાન્સફર અને એમફેસિસ ઘટાડો : અદાણી ગ્રીન, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ફાઈનાન્સ, ઈમામી અને એબીબી ઈન્ડિયા

સ્મૉલકેપ વધારો : આઈઈએક્સ, ગ્લોબ્સ સ્પિરિટ્સ, બ્રાઈટકૉમ ગ્રુપ, સાસ્કેન ટેક અને એસાબ ઈન્ડિયા ઘટાડો : ગોદાવરી પાવર, ટ્રેક, સંપદના સ્પૂર, હિંદુજા ગ્લોબલ અને ન્યુલેન્ડ લેબ

આજે સેન્સેક્સ અને નિફટીએ નવી રેકોર્ડ સંપત્તિ દર્જ કરી આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારો સતત બીજા દિવસે રેકોર્ડ ઉંચાઈએ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ સેન્સેક્સ 56,995.15 પાર કારોબાર શરૂ કર્યો અને ગણતરીના સમયમાં 57000 ના પડાવને પર કરી લીધી હતો. ઇન્ડેક્સ હાલમાં 57,064.73 ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. નિફ્ટી પણ 16,947 પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના આ ઇન્ડેકસે 16,978.50 સુધી ઉપલું સ્તરે બતાવી 17000 તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો :  Share Market : રેકોર્ડ સ્તરે ખુલ્યું શેરબજાર, પ્રથમ વખત SENSEX 57000 અને NIFTY 16950 ને પાર પહોંચ્યા

આ પણ વાંચો : Reliance નો વધુ એક ક્ષેત્રમાં પ્રવેશ, બે ભારતીય બ્રાન્ડને પુનર્જીવિત કરી ટીવી અને ફ્રીઝનું કરશે ઉત્પાદન

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">