Share Market : રેકોર્ડ સ્તરે ખુલ્યું શેરબજાર, પ્રથમ વખત SENSEX 57000 અને NIFTY 16950 ને પાર પહોંચ્યા
આજે સેન્સેક્સ સેન્સેક્સ 56,995.15 પાર કર્બર શરૂ કર્યો અને ગણતરીના સમયમાં 57000 ના પડાવને પર કરી લીધી હતો.
આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારો સતત બીજા દિવસે રેકોર્ડ ઉંચાઈએ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ સેન્સેક્સ 56,995.15 પાર કારોબાર શરૂ કર્યો અને ગણતરીના સમયમાં 57000 ના પડાવને પર કરી લીધી હતો. ઇન્ડેક્સ હાલમાં 57,064.73 ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. નિફ્ટી પણ 16,947 પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના આ ઇન્ડેકસે 16,978.50 સુધી ઉપલું સ્તરે બતાવી 17000 તરફ કૂચ શરૂ કરી છે.
આજે શેરબજારમાં બન્ને મુખ્ય ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે.
Index | All Time High Level ( 9.52 AM) |
Sensex | 57,124.78 |
Nifty | 16,995.55 |
પ્રારંભિક કારોબારમાં બજારમાં જોરદાર ખરીદી દેખાઈ રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો વધારા સાથે વેપાર કરી રહ્યા છે જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. જેમાં એચસીએલ ટેકના શેર 2% અને ભારતી એરટેલના શેર 1.5% ના નફા સાથે કારોબાર કરી રહ્યા છે.
BSE પર 2,380 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,557 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે અને 718 શેર લાલ નિશાન નીચે દેખાઈ રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 248.15 લાખ કરોડને પાર કરી ગઈ છે.આ અગાઉ સોમવારે સેન્સેક્સ 765 પોઈન્ટ વધીને 56,890 અને નિફ્ટી 226 પોઈન્ટ ચ climીને 16,931 પર બંધ થયા હતા.
કરો એક નજર SENSEX ની 57000 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીની સફર ઉપર
Time | Sensex |
Jul-1990 | 1001 |
Oct-1999 | 5000 |
Feb-2006 | 10000 |
Dec-2007 | 20000 |
May-2014 | 25000 |
21-Jan-2021 | 50000 |
08-Feb-2021 | 51000 |
15-Feb-2021 | 52000 |
23-Jun-2021 | 53000 |
04-Aug-2021 | 54000 |
13-Aug-2021 | 55000 |
24-Aug-2021 | 56000 |
31-Aug-2021 | 57000 |
આજે વૈશ્વિક સંકેત મિશ્ર ગ્લોબલ સંકેત મિશ્ર જોવા મળ્યા છે. એશિયામાં મામૂલી નબળાઈ જોવાને મળી રહી છે. SGX NIFTY પર પણ થોડુ દબાણ દેખાઈ રહ્યુ છે. DOW FUTURES માં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં ગઈકાલે ટેક શેરોની મજબૂતીથી S&P 500 અને NASDAQ ફરી રેકૉર્ડ ઊંચાઈ પર બંધ થયા હતા. એશિયામાં SGX NIFTY 45.00 અંક ઘટીને 16,919.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. નિક્કી 0.19 પોઇન્ટનો ઘટાડો દર્શાવી રહ્યો છે જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 1.21 ટકા ઘટીને વેપાર કરી રહ્યો છે. તાઇવાનનું બજાર 0.85 ટકા ઘટીને 17,248.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે જ્યારે હેંગસેંગ 1.48 ટકા ઘટીને 25,162.64 ના સ્તરે જોવા મળી રહ્યો છે.