Reliance નો વધુ એક ક્ષેત્રમાં પ્રવેશ, બે ભારતીય બ્રાન્ડને પુનર્જીવિત કરી ટીવી અને ફ્રીઝનું કરશે ઉત્પાદન
રિલાયન્સ બે જૂની ભારતીય બ્રાન્ડ્સને પુનર્જીવિત કરવા અને તમામ ચેનલોમાં વેચાણ વધારવા માટે આક્રમક માર્કેટિંગ અને વિતરણ વ્યૂહરચના પર કામ કરી રહી છે.
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ સંબંધિત મોટા સમાચાર આવ્યા છે. જે પણ ક્ષેત્રમાં ડગ માંડે તે ક્ષેત્રમાં ક્રાંતિ સર્જવા માટે જાણતી મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની વધુ એક ક્ષેત્રમાં પ્રવેશવા જય રહી છે. હકીકતમાં તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની પેટાકંપની રિલાયન્સ રિટેલે આઇકોનિક ભારતીય બ્રાન્ડ BPL અને Kelvinator હેઠળ કેન્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સના ઉત્પાદન અને માર્કેટિંગ માટે લાઇસન્સ મેળવ્યું છે. ટૂંકમાં કહી શકાય કે આગામી દિવસોમાં રિલાયન્સના એપ્લાયન્સિસ જોવા મળે તો નવાઈ નહિ
રિલાયન્સ રિટેલ ફેસ્ટિવ ઓર્ડર વોલ્યુમ આપણે બધા ફેસ્ટિવલ સીઝનના વેચાણ, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને બોનસ, વિશાળ હોર્ડિંગ્સ અને બેનરોની રાહ જોતા હોઈએ છીએ પરંતુ કોરોનાવાયરસ રોગચાળાને કારણે ગ્રાહકો ઓનલાઈન ખરીદી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે અને આમ ઇ-ટેઇલર્સ વેચાણ માટે કમર કસી રહ્યા છે.
મામલાના જાણકાર અધિકારીઓને ટાંકીને પ્રકાશિત એક મીડિયા રિપોર્ટમાં અહેવાલ અપાયો છે કે રિલાયન્સ રિટેલે અગાઉના તહેવારોની સિઝનની સરખામણીમાં એમેઝોન અને ફ્લિપકાર્ટમાં વિક્રેતાઓ દ્વારા મૂકવામાં આવેલ 40-70 ટકા સરખામણીમાં ઓર્ડર વોલ્યુમ 70 થી 400 ટકા વધારી દીધો છે.
રિલાયન્સ રિટેલ બે જૂની ભારતીય બ્રાન્ડ્સને પુનર્જીવિત કરશે રિલાયન્સ બે જૂની ભારતીય બ્રાન્ડ્સને પુનર્જીવિત કરવા અને તમામ ચેનલોમાં વેચાણ વધારવા માટે આક્રમક માર્કેટિંગ અને વિતરણ વ્યૂહરચના પર કામ કરી રહી છે.
ઓફલાઇન હોય કે ઓનલાઇન BPL અને Kelvinator તમામ સ્થાનિક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ, રિટેલ અને ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવશે. આગામી ફેસ્ટિવલ સીઝન માટે કંપની નવી વસ્તુઓ અને મોટી જાહેરાત ઝુંબેશ વિકસાવશે તેવી માહિતી પણ છે જોકે આ બાબતે હજુ કોઈ સત્તાવાર સમર્થન નથી.
તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટમાં એક ઇન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવને ટાંકીને જણાવ્યું હતું કે “ગયા વર્ષે રિલાયન્સે ઇ-કોમર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું અને તે હજુ પણ વિકસિત થઇ રહ્યું છે. આ પ્રથમ વર્ષ હશે જ્યારે તેનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ વધારવામાં આવ્યું છે. “તેની વ્યાપક રાષ્ટ્રવ્યાપી હાજરી છે અને સાર્વત્રિક વેચાણ માટે સ્ટોર્સ સક્ષમ કરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક્સમાં પુરવઠાની સમસ્યાઓ છે તેથી ધ્યાન ફેશન અને ગ્રોસરી પર છે.”