ભારતીય શેરબજારમાં આજે નફાવસૂલી દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ ૨૦૦ અંક ગગડ્યો હતો જયારે નિફટી પણ ૦.૩ ટકા નુકશાન સાથે કારોબાર કરી રહ્યો છે.આજે બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, ઑટો, ફાઈનાન્સ સર્વિસિઝ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. બજારમાં આઈટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં ખરીદારીનું વલણ પણ જોવાયું છે. પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા એ ઉપર એક નજર કરીએ
The Sensex had lost 200 points in early trade
દિગ્ગજ શેર ઘટ્યા : એચડીએફસી બેન્ક, એચડીએફસી, કોલ ઈન્ડિયા, ઓએનજીસી અને ટાટા મોટર્સ અને ઈન્ડસઈન્ડ વધ્યા : ઈન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ડૉ.રેડ્ડીઝ અને બજાજ ઑટો
મિડકેપ શેર ઘટયા : એયુ સ્મૉલ ફાઈનાન્સ, ઓબરોય રિયલ્ટી, શ્રીરામ ટ્રાન્સફર, જેએસડબ્લ્યુ એનર્જી અને યુનિયન બેન્ક વધ્યા : એલએન્ડટી ઈન્ફોટેક, એમફેસિસ, એન્ડયોરન્સ ટેક્નોલોજી, એબીબી ઈન્ડિયા અને ગ્લેક્સોસિમથ
સ્મૉલકેપ શેર ઘટયા : તેનલા પ્લેટફોર્મસ, દિવાન હાઉસિંગ, સુવેન લાઈફ, અફેલ ઈન્ડિયા અને એચબીએલ ઈન્ડિયા વધ્યા: કારદા કંસ્ટ્રક્શન, આઈએસજીઈસી હેવી એન્જીનયર, એપટેક, ઈન્ડિયા ટુરિઝમ અને હિંદ રેકટિફાઈર્સ