AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર, એક શેરનો ભાવ લાખો નહીં કરોડો રૂપિયા, જાણો કોણ છે કંપનીના માલિક

આ શેરે રોકાણકારોને નિરાશ કર્યા નથી અને 5 વર્ષમાં લગભગ 79.69 ટકા રિટર્ન આપ્યું છે. જેનો અર્થ છે કે આ શેરમાં $241,150 નો વધારો થયો છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં આ સ્ટોકમાં $74,225.00 એટલે કે 15.81 ટકાનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં ના શેરે રોકાણકારોને 7.32 ટકા રિટર્ન આપ્યું છે.

આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર, એક શેરનો ભાવ લાખો નહીં કરોડો રૂપિયા, જાણો કોણ છે કંપનીના માલિક
Share Price
| Updated on: Dec 30, 2023 | 5:38 PM
Share

ભારતીય શેરબજારમાં એવી ઘણી કંપની છે જેના શેરના ભાવ માત્ર 5 – 10 પૈસા છે. તમે સસ્તા અને પેની સ્ટોક વિશે ઘણી વખત સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોંઘો શેર કઈ કંપનીનો છે? આ શેરની કિંમત લાખો રૂપિયામાં નહીં પણ કરોડો રૂપિયામાં છે. આ એક એવો શેર છે કે જો કોઈ તેને ખરીદે તો આરામથી જીવનભર રૂપિયા કમાઈ શકે છે.

એક શેરના ભાવ 4,52,00,000 રૂપિયા

બર્કશાયર હેથવે ઈન્ક. કંપનીનો શેર દુનિયામાં સૌથી મોંઘો સ્ટોક છે. કંપનીના એક શેરના ભાવ $5,43,750 એટલે કે 4,52,00,000 એટલે કે 4.52 કરોડ રૂપિયા છે. જેની પાસે આ કંપનીનો 1 પણ શેર છે તેઓ વૈભવી જીવન જીવી શકે છે. આ 1 શેરથી તમે તમારું બેંક બેલેન્સ, કાર, ઘર વગેરે સરળતાથી મેનેજ કરી શકો છો. આ કંપની અમેરિકામાં બિઝનેસ કરે છે. જેમાં લગભગ 3.8 લાખ કર્મચારીઓ કામ કરે છે. આવનારા સમયમાં કંપની ચીનમાં પોતાનું કામ વધારી શકે છે.

રોકાણકારોને કેટલું મળ્યું વળતર

આ શેરે રોકાણકારોને નિરાશ કર્યા નથી અને 5 વર્ષમાં લગભગ 79.69 ટકા રિટર્ન આપ્યું છે. જેનો અર્થ છે કે આ શેરમાં $241,150 નો વધારો થયો છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં આ સ્ટોકમાં $74,225.00 એટલે કે 15.81 ટકાનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં બર્કશાયર હેથવે ઇન્ક.ના શેરે રોકાણકારોને 7.32 ટકા રિટર્ન આપ્યું છે.

આ રિટર્ન બાદ શેરનું મૂલ્ય $37,100.00 વધી ગયું. છેલ્લા ઘણા વર્ષોથી બર્કશાયર હેથવેનો સ્ટોક દુનિયાનો સૌથી મોંઘો શેર રહ્યો છે. આ એક શેર ખરીદવા માટે ઘણા લોકોની આખી જિંદગીની કમાણી પણ ઓછી પડે.

આ પણ વાંચો : બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, નવા વર્ષમાં મળશે વધારે વ્યાજ, આ સરકારી બેંકે વ્યાજમાં કર્યો 1.25 ટકાનો વધારો

કોણ છે કંપનીના માલિક

વોરન બફેટ બર્કશાયર હેથવેના માલિક છે. જેની શરૂઆત વર્ષ 1865માં કરવામાં આવી હતી, જ્યારે કંપનીના એક શેરના ભાવ 20 ડોલર હતા. એવું કહેવાય છે કે વોરન બફેટ જે પણ કંપનીમાં રોકાણ કરે છે, તેનું નસીબ બદલાઈ જાય છે અને તે નફો કરે છે. બર્કશાયર હેથવેનો વ્યવસાય મિલકત અને અકસ્માત વીમો અને, ઉર્જા, નૂર રેલ પરિવહન, નાણાં, છૂટક વેચાણ અને સર્વિસિસ સેક્ટરમાં છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">