AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માર્કેટ ગમે તેટલું ગબડે, તમારો નફો રહેશે અકબંધ! ટાટાના આ નવા ફંડમાં છુપાયેલો છે ‘કમાણીનો જાદુ’

શેરબજારમાં જ્યારે ભારે ઉતાર-ચઢાવ હોય, ત્યારે રોકાણકારો ઘણીવાર ગભરાઈ જાય છે. જો કે, ટાટા મ્યુચ્યુઅલ ફંડ હવે એક એવો ઉપાય લાવ્યું છે કે, જેમાં બજાર ઘટે તો પણ કમાણી થઈ શકે છે.

માર્કેટ ગમે તેટલું ગબડે, તમારો નફો રહેશે અકબંધ! ટાટાના આ નવા ફંડમાં છુપાયેલો છે 'કમાણીનો જાદુ'
| Updated on: Apr 27, 2026 | 7:55 PM
Share

ટાટા મ્યુચ્યુઅલ ફંડે (Tata Mutual Fund) શેરબજારની અસ્થિરતાથી ગભરાતા રોકાણકારો માટે એક અનોખો ઉકેલ શોધી કાઢ્યો છે. ફંડ હાઉસે તેના ફ્લેગશિપ ‘ટાઇટેનિયમ સ્પેશિયલાઈઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ’ (SIF) હેઠળ Titanium Equity Long-Short Fund લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે બજારની દિશા (ઉપર કે નીચે) પર નિર્ભર રહેવાને બદલે ઉતાર-ચઢાવને નફામાં બદલવાનો પ્રયાસ કરશે.

NFO ની તારીખો અને રોકાણની મર્યાદા

ટાટા મ્યુચ્યુઅલ ફંડનો આ ન્યુ ફંડ ઓફર (NFO) સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે અને રોકાણકારો 11 મે સુધી તેમાં નાણાં રોકી શકે છે. આ સ્કીમ એવા રોકાણકારો માટે છે, જેમની જોખમ લેવાની ક્ષમતા ખૂબ વધારે છે. આમાં રોકાણ કરવા માટે AMC સ્તરે PAN કાર્ડના આધારે લઘુત્તમ રૂ. 10 લાખનું રોકાણ નક્કી કરવામાં આવ્યું છે.

કેવી રીતે કામ કરશે ‘લોન્ગ-શોર્ટ’ વ્યૂહરચના?

મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ જ્યારે બજાર ઘટે ત્યારે નુકસાન વેઠે છે, કારણ કે તેઓ માત્ર શેર ખરીદી (Long Position) શકે છે. જો કે, આ ફંડ ‘શોર્ટ’ (Short Position) એટલે કે શેર ઘટવા પર પણ દાવ લગાવી શકશે.

  1. નેટ ઇક્વિટી એક્સપોઝર: બજારની સ્થિતિ મુજબ આ ફંડ પોતાના નેટ ઇક્વિટી એક્સપોઝરને -25% થી 100% ની વચ્ચે વધારી કે ઘટાડી શકે છે.
  2. ઇક્વિટી એલોકેશન: ફંડના મુખ્ય હિસ્સામાં ઓછામાં ઓછું 80% રોકાણ લિસ્ટેડ ઇક્વિટીમાં હશે.
  3. હેજિંગ અને શોર્ટિંગ: પોર્ટફોલિયો વેલ્યુના 25% સુધીનો હિસ્સો હેજિંગ વગર ‘શોર્ટ’ પોઝિશન (વેચાણ) માટે વાપરી શકાય છે. બાકીના એક્સપોઝરને ડેરિવેટિવ્સ દ્વારા હેજ કરી શકાશે.

બજારના દરેક તબક્કા માટે તૈયાર

ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજનના જણાવ્યા અનુસાર, આ ફંડ બજારની સ્થિતિ મુજબ પોતાનું સ્વરૂપ બદલી શકે છે. એવામાં જ્યારે બજારમાં તેજી (Bull Market) હશે, ત્યારે તે 100% ઇક્વિટી સાથે આક્રમક બનશે. આ સિવાય જ્યારે જીઓ-પોલિટિકલ તણાવ અથવા ઊંચા વેલ્યુએશન જેવું જોખમ જણાશે, ત્યારે તે ‘આર્બિટ્રાજ’ જેવો અભિગમ અપનાવી જોખમ ઘટાડશે.

ફંડની મુખ્ય લાક્ષણિકતાઓ:

  1. બેન્ચમાર્ક: આ ફંડના પ્રદર્શનની તુલના Nifty 500 Total Return Index (TRI) સાથે કરવામાં આવશે.
  2. ફ્લેક્સિબિલિટી: વધતા શેરોમાંથી નફો કમાવાની સાથે તે ઘટતા શેરોમાં પણ તક શોધશે.
  3. ટાર્ગેટ: મધ્યમથી લાંબાગાળામાં મૂડી વૃદ્ધિ (Capital Appreciation) હાંસલ કરવી.

ફંડ મેનેજર સુરજ નંદાએ જણાવ્યું હતું કે, આ ફંડ માત્ર તેજીમાં જ નહીં પરંતુ બજાર સ્થિર (Sideways) હોય કે ઘટાડા તરફ હોય, ત્યારે પણ રોકાણકારોને ફાયદો કરાવી શકે છે. આ ફંડ એવા રોકાણકારો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે કે, જેઓ મ્યુચ્યુઅલ ફંડ અને AIF વચ્ચેનો રસ્તો શોધી રહ્યા છે તેમજ જેમની પાસે રોકાણ માટે મોટી મૂડી ઉપલબ્ધ છે.

Breaking News: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે FTA પર મહોર, ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે કામ કરવાની ‘નવી તકો’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">