Snapdeal ની કંપનીનો આવી રહ્યો છે IPO, આઈપીઓ દ્વારા 2.98 કરોડ શેરનું કરશે વેચાણ
IPO માં 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા 29,840,486 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર છે. તેમાં એસેવેક્ટર લિમિટેડ (પહેલા સ્નેપડીલ) ના 11,459,840 ઈક્વિટી શેરનો પણ સમાવેશ થાય છે. SB ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ (UK) લિમિટેડ પાસે 2,210,406 ઈક્વિટી શેર છે.

Snapdealની માલિકીની SaaS પ્લેટફોર્મ યુનિકોમર્સ દ્વારા IPO લાવવા માટે સેબીને અરજી દાખલ કરવામાં આવી છે. આ IPOમાં ફ્રેશ ઈસ્યુ નથી. એટલે કે ઓફર ફોર સેલ દ્વારા 2.98 કરોડ શેર વેચવામાં આવશે. ઓલા ઈલેક્ટ્રીક, ફસ્ટક્રાય અને MobiKwik બાદ યુનિકોમર્સએ આઈપીઓ માટે SEBI પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ DRHP ફાઇલ કર્યો છે.
સ્નેપડીલના 11,459,840 ઈક્વિટી શેર
IPO માં 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા 29,840,486 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર છે. તેમાં એસેવેક્ટર લિમિટેડ (પહેલા સ્નેપડીલ) ના 11,459,840 ઈક્વિટી શેરનો પણ સમાવેશ થાય છે. SB ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ (UK) લિમિટેડ પાસે 2,210,406 ઈક્વિટી શેર છે. તાજેતરમાં એન્કોરેજ કેપિટલ ફંડ, માધુરી મધુસુદન, રિઝવાન કોઈટા અને જગદીશ મુરજાની, દિલીપ વેલોડી અને અન્ય રોકાણકારોના ગૃપ દ્વારા કંપનીમાં શેર ખરીદવામાં આવ્યા છે.
કંપનીની આવક 53 ટકા વધીને 90 કરોડ રૂપિયા થઈ
IIFL સિક્યોરિટીઝ લિમિટેડ અને CLSA ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે. નાણાકીય વર્ષ 2023 માં યુનિકોમર્સની આવક અંદાજે 53 ટકા વધીને 90 કરોડ રૂપિયા થઈ હતી. કંપનીનો નફો 8 ટકા વધીને 6 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 120-150 કરોડ રૂપિયાની આવક હાંસલ કરવાના માર્ગે છે.
વર્ષ 2015 માં સ્નેપડીલ દ્વારા હસ્તગત કરવામાં આવી
કંપનીએ પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં તેના ફ્રી કેશ ફ્લોમાં 86 ટકાનો વધારો થયો છે. ગુરુગ્રામ સ્થિત કંપની યુનિકોમર્સની સ્થાપના વર્ષ 2012માં કરવામાં આવી હતી. વર્ષ 2015 માં સ્નેપડીલ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. કંપની D2C બ્રાન્ડ્સ, રિટેલ કંપનીઓ અને અન્ય ઓનલાઈન વિક્રેતાઓ માટે ઈ-કોમર્સ કામગીરીના એન્ડ-ટુ-એન્ડ મેનેજમેન્ટને સક્ષમ કરે છે.
આ પણ વાંચો : 11 જાન્યુઆરીએ આવશે વધુ એક કંપનીનો IPO, ટાટા અને હીરો જેવા દિગ્ગજ છે કંપનીના ક્લાયન્ટ
આ કંપનીના ક્લાઈન્ટ ફેશન, ફૂટવેર, બ્યુટી, પર્સનલ કેર, FMCG, ઈલેક્ટ્રોનિક્સ, ફાર્મા અને મેડિકલ, હોમ, કિચન અને સર્વિસ, હાઉસ ઓફ બ્રાન્ડ, લોજિસ્ટિક્સ અને ઈન્ટરનેશનલ કેટેગરીના છે. કંપનીઓમાં તેના ગ્રાહકોમાં લેન્સકાર્ટ, મામાઅર્થ વગેરેનો સમાવેશ થાય છે.
