જાન્યુઆરીમાં ખરીદો આ 2 કંપનીના શેર, તમને મળશે બમ્પર રિટર્ન! જાણો કયા ભાવે શેર ખરીદવા
કંપનીનો શેર આજે 2 જાન્યુઆરીના દિવસે સમાચાર લખાય છે ત્યારે 548 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યા છે. આ રેન્જમાં શેરની ખરીદવાની ભલામણ કરવામાં આવી છે. જો શેરના ભાવમાં ઘટાડો થાય તો 526 રૂપિયાની રેન્જમાં તેને એડ કરી શકાય છે. શેરમાં સ્ટોપલોસ 508 રૂપિયા રાખવાનો છે.

નવા વર્ષ 2024ના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ શેરબજાર ખુલ્લું રહ્યુ હતું. વર્ષ 2023 માં શેરબજારે રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. જો નિફ્ટીની વાત કરીએ તો તેને 19 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. બજારના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, નવા વર્ષ 2024 માં પણ શેરબજાર નવા રેકોર્ડ બનાવશે. જે ઈન્વેસ્ટર્સ પોઝિશનલ આધાર પર સારી કંપનીના શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તો બ્રોકરેજ ફર્મે ટેકનિકલ સ્ટ્રક્ચરના આધારે 2 કંપનીના શેર ખરીદવાની સલાહ આપી છે.
સુદર્શન કેમિકલ કંપનીના શેરના ટાર્ગેટ પ્રાઈસ
બ્રોકરેજ ફર્મ નિર્મલ બંગે જી બિઝનેસને આપેલી જાણકારી અનુસાર, ટેકનિકલ આધાર પર રોકાણકારોને કેમિકલ સ્ટોક સુદર્શન કેમિકલના શેર ખરીદવાની સલાહ આપી છે. કંપનીનો શેર આજે 2 જાન્યુઆરીના દિવસે સમાચાર લખાય છે ત્યારે 548 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યા છે. આ રેન્જમાં શેરની ખરીદવાની ભલામણ કરવામાં આવી છે. જો શેરના ભાવમાં ઘટાડો થાય તો 526 રૂપિયાની રેન્જમાં તેને એડ કરી શકાય છે. શેરમાં સ્ટોપલોસ 508 રૂપિયા રાખવાનો છે.
વર્ષ 2023માં 41 ટકાનું રિટર્ન આપ્યું
સુદર્શન કેમિકલના શેરનો ટાર્ગેટ પ્રાઈસ 640 રૂપિયા આપવામાં આવ્યો છે. આ શેરનું 52 વીક હાઈ લેવલ 567 રૂપિયા છે અને ઓલ ટાઈમ હાઈ 794 રૂપિયા છે. આ શેરે એક મહિનામાં 21.5 ટકા, 3 મહિનામાં 15 ટકા અને વર્ષ 2023માં 41 ટકાનું રિટર્ન આપ્યું છે.
મેન ઈન્ફ્રાકન્સ્ટ્રક્શન કંપનીના શેરના ટાર્ગેટ પ્રાઈસ
બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર બીજી છે કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની મેન ઈન્ફ્રાકન્સ્ટ્રક્શન છે. 2 જાન્યુઆરીના દિવસે સમાચાર લખાય છે ત્યારે 219 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યા છે. આ રેન્જમાં શેરની ખરીદવાની ભલામણ કરવામાં આવી છે. જો શેરના ભાવમાં ઘટાડો થાય તો 200 રૂપિયાની રેન્જમાં એડ કરો. શેરનો ટાર્ગેટ પ્રાઈસ 270 રૂપિયા છે અને 190 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો.
આ પણ વાંચો : મુકેશ અંબાણીની કંપનીને ટૂંક સમયમાં મળશે સારા સમાચાર, રિલાયન્સનો શેર બનશે રોકેટ!
શેરનો ઓલ ટાઈમ હાઈ 219 રૂપિયા છે, જ કંપનીએ વર્ષના છેલ્લા દિવસે આ લેવલ બનાવ્યું છે. શેરે 1 મહિનામાં 14 ટકા, 3 મહિનામાં 43 ટકા અને વર્ષ 2023 માં 192 ટકાનું બમ્પર વળતર આપ્યું છે.
