ITR Refund Status: શું તમને હજુ સુધી ITR રિફંડ મળ્યું નથી? આ રીતે સ્ટેટ્સ ચેક કરો, તરત ખબર પડી જશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો કરદાતાઓએ ITR ફાઇલ કર્યું છે. આમાંના મોટાભાગના કરદાતાઓને રિફંડ મળી ગયેલ છે પરંતુ લાખો લોકો હજુ પણ રિફંડની રાહ જોઈ રહ્યા છે.

આ વખતે ઘણા લોકો રિફંડ ક્યારે મળશે, તેની રાહ જોઈને બેસી રહ્યા છે. હવે આ માટે ITR સ્ટેટસ ચેક કરવું વધુ જરૂરી બની ગયું છે. ઇન્કમ ટેક્સ વિભાગે આના માટે બે સરળ રીતો આપી છે. આમાં ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ અને NSDL (TIN) નું રિફંડ સ્ટેટસ પેજ અને બીજું NSDL (TIN)ની રિફંડ સ્ટેટસ સાઇટનો સમાવેશ થાય છે.
બંને જગ્યાએ તમે તમારા PAN થકી સ્ટેટસ જાણી શકો છો. ઘણી વખત નાની ભૂલો (ખોટો IFSC કોડ, બેંક અકાઉન્ટ પ્રી-વેલિડેટ ન હોવું અથવા PAN-આધાર લિંક ન હોવું) રિફંડને અઠવાડિયાઓ સુધી અટકાવી દે છે.
ઇન્કમ ટેક્સ પોર્ટલ પર રિફંડ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ વેબસાઇટ પર આ સરળ પગલાં અનુસરો:
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: www.incometax.gov.in
- તમારો PAN, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને લોગિન કરો.
- હોમ પેજ પર e-File → Income Tax Returns → View Filed Returns પર ક્લિક કરો.
- અહીં તમને વર્ષ પ્રમાણે ફાઇલ કરેલા રિટર્નની યાદી દેખાશે અને દરેક એસેસમેન્ટ યરનું રિફંડ સ્ટેટસ પણ સાથે જોવા મળશે.
NSDL (TIN) વેબસાઇટ પર રિફંડ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
- TIN-NSDL રિફંડ સ્ટેટસ વેબસાઇટ ખોલો.
- તમારો PAN દાખલ કરો અને તમે જે આકારણી વર્ષ માટે સ્ટેટસ ચેક કરવા માંગો છો તે પસંદ કરો.
- Proceed બટન પર ક્લિક કરો. તમને હાલનુ રિફંડ સ્ટેટસ તરત જ જોવા મળી જશે.
સામાન્ય રીતે ઈ-વેરિફિકેશન પછી 4-5 અઠવાડિયામાં તમારા બેંક ખાતામાં રિફંડ જમા થઈ જાય છે. જો આ સમયમર્યાદા અંદર રકમ ન આવે, તો વિભાગ સલાહ આપે છે કે, બેંક વિગતો, IFSC કોડ, PAN–આધાર લિન્ક અને બેંક એકાઉન્ટમાં નામની મેચિંગ એક વાર જરૂર તપાસી લો.
રિફંડમાં વિલંબ કેમ થાય છે?
બેંક એકાઉન્ટ પહેલાથી પ્રી-વેલિડેટ ન કરવામાં આવ્યું હોય (જે રિફંડ માટે જરૂરી છે) અથવા ITRમાં બંધ કે ઇન-એક્ટિવ બેંક એકાઉન્ટ દાખલ કરવામાં આવ્યું હોય તો સમસ્યા ઊભી થઈ શકે છે.
- IFSC કોડ ખોટો હોઈ શકે છે.
- PAN અને બેંક ખાતા પરનું નામ અલગ હોઈ શકે છે.
- PAN આધાર સાથે લિંક ન થયેલું હોય.