AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળકોને વારસામાં મિલકત આપવી જોઈએ કે, ગિફ્ટ કરવી જોઈએ? એક્સપર્ટે જણાવ્યો ક્યો બેસ્ટ વિકલ્પ છે

બાળકોને પ્રોપર્ટી વારસામાં આપવી જોીએ કે, ગિફ્ટ કરવી જોઈએ. એક્સપર્ટના જણાવ્યા મુજબ નિર્ણય તમારી નાણાંકીય સુરક્ષા અને જરુરતો પર નિર્ભર કરે છે.

બાળકોને વારસામાં મિલકત આપવી જોઈએ કે, ગિફ્ટ કરવી જોઈએ? એક્સપર્ટે જણાવ્યો ક્યો બેસ્ટ વિકલ્પ છે
| Updated on: Aug 23, 2026 | 9:05 AM
Share

તમારી જિંદગીભરની કમાણી અને સંપત્તિ બાળકોના નામ કરવાનો માતા-પિતાનો મોટો નિર્ણય હોય છે. હંમેશા લોકો વિચારતા હોય છે કે, સંપત્તિ વારસા દ્વારા બાળકોને આપવી કે, ગિફ્ટ કરવી જોઈએ. તો એક્સપર્ટે જણાવ્યું કે, તમારા જીવનકાળ દરમિયાન વધારાની સંપત્તિ ભેટમાં આપવી એ એક વિકલ્પ હોઈ શકે છે, કારણ કે તે માતાપિતાને તેમના બાળકો સાથે તેમના નિર્ણય અને તેના માટેનું તર્ક સ્પષ્ટ કરવાની મંજૂરી આપે છે. જોકે, આવું કરતા પહેલા તમારી પોતાની નાણાકીય સુરક્ષાની ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પહેલા તમારી આર્થિક સુરક્ષા પાક્કી કરો

મની કંટ્રોલના રિપોર્ટ મુજબ બાળકોને સંપત્તિ કે પૈસા ગિફ્ટ આપતા પહેલા પોતાની નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. નિષ્ણાતો નિયમિત ખર્ચ, જીવનધોરણ, ભવિષ્યની તબીબી અને આરોગ્ય જરૂરિયાતો માટે પૂરતા ભંડોળ અલગ રાખવાની ભલામણ કરે છે. અચાનક આવનાર ખર્ચો અને ઈમરજન્સી માટે રિઝર્વ પણ જરુરી છે. આ માટે સંપત્તિ ગિફ્ટ કર્યા પછી માતા-પિતા પોતાના બાળકો પર આર્થિક રુપે નિર્ભર રહેવું પડે છે. દિલ્લી હાઈકોર્ટની વકીલ વિનીતા સેજવાલ મુજબ લાઈફટાઈમ ગિફિંટ આપવાનો પાયો તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા પર આધારિત હોવો જોઈએ.

જીવનકાળ દરમિયાન ભેટ આપવાનો શું ફાયદો છે?

જીવનકાળમાં સંપત્તિ ટ્રન્સફર કરવાનો એક મોટો ફાયદો એ છે કે, માતા-પિતા ખુદ હાજર રહીને પોતાના નિર્ણયનું કારણ સમજી શકે છે. પરંતુ જ્યારે બાળકોને અલગ અલગ મૂલ્ય અથવા અલગ અલગ પ્રકારની સંપત્તિઓ આપવામાં આવી રહી હોય. ત્યારે આ પાર્દર્શિતા વિવાદની શક્યતાને ઓછી કરવામાં મદદ કરી શકે છે.

દિલ્હી હાઈકોર્ટના વકીલ ગુદીપતિ ગાયત્રી કશ્યપના મતે, મૃત્યુ પછી સમગ્ર સંપત્તિને વિભાજીત કરવાને બદલે જીવન દરમિયાન ભેટ આપવી એ એક અસરકારક ઉત્તરાધિકાર યોજના બની શકે છે. આનાથી માતાપિતા તેમના બાળકોની ચિંતાઓ સમજી શકે છે અને તેમની હાજરીમાં મતભેદોનું નિરાકરણ લાવી શકે છે.

પૈસા, શેર કે પ્રોપર્ટીમાં શું છે બેસ્ટ?

જીવનકાળમાં સંપત્તિ આપવા માટે કોઈ એક વસ્તુ બેસ્ટ માની શકાય. એ વાત પર નિર્ભર કરે છે કે, માતા-પિતાને પોતાને કેટલી લિક્વિડિટી જોઈએ. ટેક્સના નિયમ શું છે અને સંબંધિત સંપત્તિથી આવક માટે છે કે વ્યક્તિગત ઉપયોગ માટે? રોકડ ટ્રાન્સફર સરળ છે અને પ્રાપ્તકર્તાને તાત્કાલિક પ્રવાહિતા પૂરી પાડે છે. લિસ્ટેડ શેર અને મ્યુચ્યુઅલ ફંડ પણ ટ્રાન્સફર કરી શકાય છે. જમીન મકાન અને સોના જેવી સંપત્તિ ભવિષ્યમાં મૂલ્યમાં વધારો થઈ શકે છે તે રીતે આપી શકાય છે, પરંતુ સ્થાવર મિલકતના ટ્રાન્સફરમાં મૂલ્યાંકન, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ખર્ચનો સમાવેશ થાય છે.

પ્રોપર્ટી ગિફ્ટમાં કાનુની ડોક્યુમેન્ટ જરુરી

મોટી સંપત્તિને ગિફ્ટ કરતા સમયે માત્ર પારિવારિ સંમતિ પર નિર્ભર રહેવું યોગ્ય નથી. ગાંધી લો એસોસિએટ્સના પાર્ટનર રાહિલ પટેલના મુજબ અચલ સંપત્તિ જેમ કે મકાન માટે રજિસ્ટર્ડ ગિફ્ટની ડીલની જરુર હોય છે. આ સાથએ રાજ્યના નિયમો અનુસાર સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેન ચાર્જ આપવો પડે છે. ખાસ કરીને જ્યારે બાળકો વચ્ચે સંપત્તિ બરાબર વેચાઈ રહી હોય. ત્યારે ડોક્યુમેન્ટ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. યોગ્ય ડોક્યુમેન્ટ ન હોવાને કારણે ભવિષ્યમાં વિવાદો થઈ શકે છે, જેમ કે બળજબરી અથવા બળજબરીથી મિલકત ટ્રાન્સફરના આરોપો.

વસિયતનામા કે ભેટ, કેવી રીતે નક્કી કરવું?

જીવનકાળમાં સંપત્તિ ગિફ્ટ કરવાનો મતલબ એ નથી કે, માતા-પિતા પોતાની તમામ સંપત્તિ આપી દે, એક્સપર્ટસ મુજબ પહેલા પોતાના રહેવાનો ખર્ચ, સ્વાસ્થ, ઈમરજન્સી સ્થિતિ અને લાંબી ઉંમરમાં પડતી નાંણાકિય જરુરત માટે પર્યાપ્ત સંપ્તિ સુરક્ષિત રાખવી જરુરીછે. ત્યારપછી જે સંપત્તિ સરપ્લસ છે. તેની યોજના બનાવી ટ્રાન્સફર કરવાનો વિચાર કરી શકાય છે. જો ગિફ્ટ કરવામાં આવી રહી છે તો. પારદર્શિતા અને યોગ્ય કાનુની ડોક્યુમેન્ટ જરુરી છે. આ રીતે નાંણાકિય રિઝર્વ અને સ્પષ્ટ ઉત્તરાધિકાર યોજનાની સાથે કરવામાં આવેલું ટ્રાન્સફર ભવિષ્યમાં પારિવારિક વિવાદની શક્યતા ઓછી કરવામાં મદદ કરી શકે છે.

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે.  અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">