AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japan Earthquake : જાપાન ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું 23 લોકો ઘાયલ ,ટોક્યોમાં બ્લેકઆઉટ, ટ્રેનો બંધ

Japan Earthquake : જાપાન અને રાજધાની ટોક્યોમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 23 લોકો ઘાયલ થયા હતા, પરંતુ સુનામીનો કોઈ ખતરો નહોતો. ભૂકંપનું કેન્દ્ર ઇબારાકી નજીક 70 કિમી નીચે હતું.

Japan Earthquake : જાપાન ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું 23 લોકો ઘાયલ ,ટોક્યોમાં બ્લેકઆઉટ, ટ્રેનો બંધ
| Updated on: Aug 23, 2026 | 9:11 AM
Share

જાપાનમાં રવિવારના રોજ ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી હતી. જેના લોકો ચિંતામાં મુકાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 છે. ભૂકંપની અસર પૂર્વી જાપાનના કેટલાક વિસ્તારની સાથે રાજધાની ટોક્યોમાં પણ થઈ છે. એક રિપોર્ટ અનુસાર ઙૂકંપમાં 23 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. પરંતું આમાં મોટાભાગના લોકોને સામાન્ય ઈજા થઈ છે. રાહતની વાત એ છે કે, આ ભૂંકપ પછી સુનામીનો કોઈ ખતરો નથી.

જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ દક્ષિણી ઇબારાકી પ્રાંતમાં આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી લગભગ 70 કિલોમીટર નીચે હતું. આ વિસ્તાર જાપાનના એવા વિસ્તારોમાં સામેલ છે જ્યાં વારંવાર ભૂકંપ આવે છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 5.8 હોવાનું જણાવ્યું છે.

23 લોકો ઈજાગ્રસ્ત

અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ 23 લોકો ઈજાગ્રસ્ત થવાની સુચના છે. તેમાં સૈતામાં 9, કાનાગાવામાં 9, ચિબામાં 4 અને ઈબારાકીમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. જે સમયે ભૂકંપ આવ્યો તે સમયે તમામ લોકો સુતા હતા. અચાનક આવેલા તેજ ઝટકાથી ફર્નિચર અને દરવાજાઓ અથડાવવા લાગ્યા હતા. રિપોર્ટ મુજબ કાનાગાવના યોકોહામાં 80 વર્ષથી વધુ ઉંમરમાં એક મહિલા પથારી પરથી નીચે પડતા ઈજા થઈ છે.

ટ્રેન વ્યવ્હાર પર અસર પડી

એકબાજુ ભૂકંપના કારણે ટોક્યો અને નારિતા એરપોર્ટ વચ્ચે ચાલનારી એક્સપ્રેસ ટ્રેનનું સંચાલનમાં મોડું થયું છે. તો પૂર્વોત્તર વિસ્તારની કેટલીક લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. ઈર્સ્ટ જાપાન રેલવે મુજબ, શિંકાનસેન બુલેટ ટ્રેન સેવાઓ સામાન્ય રુપે ચાલતી રહી છે. અહી કોઈ પણ પ્રકારની અસર પડી નથી.

પ્રધાનમંત્રીએ ટાસ્ક ફોર્સ બનાવી તો બીજી બાજુ જાપાનની પ્રધાનમંત્રી સાને તાકાઈચીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે, સરકારે સંભાવિત નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. ભૂકંપ બાદ મોબાઇલ ફોન માટે કટોકટી ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી.ગયા મહિને, જાપાનના ક્યુશુ ટાપુના કુમામોટો પ્રદેશમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 38 લોકો માર્યા ગયા હતા અને 364 ઘાયલ થયા હતા. 1,500 થી વધુ ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી હતી અને લગભગ 20,000 ઇમારતોને નુકસાન થયું હતું.

વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી. અહી ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">