Share Market Today : શેરબજારમાં ધીમો કારોબાર, Sensex 63115 ઉપર ખુલ્યો
Share Market Today : સવારે 10 વાગ્યાના અરસામાં સેન્સેક્સ 100 અંક કરતા વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયે ઇન્ડેક્સ(Sensex Market today ) 63000 ઉપર જ જોવા મળ્યો હતો. નિફ્ટી 18700 નજીક ટ્રેડ કરી રહ્યો હતો. આજે ભારતીય શેરબજારની શરૂઆતે સેન્સેક્સ અને નિફ્ટીમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે.
Share Market Today : સારા વૈશ્વિક સંકેત શેરબજારની શરૂઆત આજે જોરદાર તેજી સાથે ન હતી. બેન્ક નિફ્ટી 44,000 પાર થયા બાદ બજારને સપોર્ટ મળ્યો હતો. જોકે બાદમાં કારોબાર લાલ નિશાન નીચે સરકી ગયો હતો. સવારે 10 વાગ્યાના અરસામાં સેન્સેક્સ 100 અંક કરતા વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયે ઇન્ડેક્સ(Sensex Market today ) 63000 ઉપર જ જોવા મળ્યો હતો. નિફ્ટી 18700 નજીક ટ્રેડ કરી રહ્યો હતો. આજે ભારતીય શેરબજારની શરૂઆતે સેન્સેક્સ અને નિફ્ટીમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. સેન્સેક્સ મામૂલી ઘટાડા સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટી મામૂલી વધારા સાથે ખુલવામાં સફળ રહ્યો હતો.
બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 27.68 પોઈન્ટ ઘટીને 63,115.48 ના સ્તર પર કારોબાર શરૂઆત કરી તો બીજી તરફ NSEનો નિફ્ટીએ 28.45 પોઈન્ટ અથવા 0.15 ટકાના મામૂલી વધારા સાથે 18,744.60 ના સ્તર પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.
શેરબજારની સ્થિતિ ( 14-06-2023 , 10:01 am) | ||
SENSEX | 63,039.70 | −103.46 (0.16%) |
NIFTY | 18,705.35 | −10.80 (0.058%) |
વૈશ્વિક સંકેત સારા મળ્યા હતા
SGX NIFTY લીલા રંગમાં ખુલ્યો છે અને 18800 ના સ્તરની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ પોણા ટકા ઉપર છે. તેવી જ રીતે કોરિયાના કોસ્પીમાં પણ તેજી જોવા મળી રહી છે. જોકે, ફેડના નિર્ણય પહેલા યુએસ ફ્યુચર્સ માર્કેટમાં સુસ્તી જોવા મળી રહી છે.
મેટલ સહીત 6 સેક્ટરમાં તેજી જયારે 9 સેક્ટરમાં લાલ નિશાન નીચે સરક્યો કારોબાર ( 14-06-2023 , 09:49 am)
INDEX | CURRENT | %CHNG | HIGH | LOW |
NIFTY BANK | 43,982.50 | -0.22 | 44,212.35 | 43,964.35 |
NIFTY AUTO | 14,643.95 | -0.1 | 14,718.15 | 14,635.90 |
NIFTY FINANCIAL SERVICES | 19,410.65 | -0.3 | 19,528.75 | 19,405.35 |
NIFTY FINANCIAL SERVICES 25/50 | 19,182.35 | -0.43 | 19,320.30 | 19,176.60 |
NIFTY FMCG | 51,611.60 | 0.29 | 51,754.80 | 51,441.90 |
NIFTY IT | 28,711.80 | -0.65 | 28,928.65 | 28,666.90 |
NIFTY MEDIA | 1,811.30 | -0.22 | 1,836.45 | 1,810.45 |
NIFTY METAL | 6,222.00 | 1.54 | 6,225.80 | 6,158.50 |
NIFTY PHARMA | 12,992.15 | -0.01 | 13,036.50 | 12,942.00 |
NIFTY PSU BANK | 4,068.55 | 0.14 | 4,082.20 | 4,065.40 |
NIFTY PRIVATE BANK | 22,484.60 | -0.33 | 22,619.50 | 22,475.55 |
NIFTY REALTY | 517.8 | -0.56 | 525.8 | 517.65 |
NIFTY HEALTHCARE INDEX | 8,459.30 | 0.06 | 8,480.30 | 8,422.80 |
NIFTY CONSUMER DURABLES | 26,934.10 | 0.3 | 26,995.85 | 26,848.25 |
NIFTY OIL & GAS | 7,550.70 | 0.38 | 7,553.35 | 7,524.60 |
મંગવારે તેજી સાથે કારોબાર બંધ થયો હતો
FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં રોકાણકારોની ખરીદીના કારણે બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. આ તેજીમાં BSE સેન્સેક્સ ફરી 63,000નો આંકડો પાર કરવામાં સફળ થયો છે. કારોબારના અંતે BSE સેન્સેક્સ 418 પોઈન્ટના ઉછાળા સાથે 63,143 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 114 પોઈન્ટના ઉછાળા સાથે 18,716 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.