Share Market Today : સારી શરૂઆત બાદ ફ્લેટ કારોબાર નજરે પડ્યો, Sensex 62,158 ઉપર ખુલ્યો
Share Market Today: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે જોકે બાદમાં ઉતાર-ચઢાવ નજરે પડ્યો હતો. ગઈકાલની તેજીને આગળ વધારતા બંને મુખ્ય ઇન્ડેસ સેન્સેક્સ અને નિફટીએ સારી શરૂઆત કરી પણ તે ટકી ન હતી.
Share Market Today: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે જોકે બાદમાં ઉતાર-ચઢાવ નજરે પડ્યો હતો. ગઈકાલની તેજીને આગળ વધારતા બંને મુખ્ય ઇન્ડેસ સેન્સેક્સ અને નિફટીએ સારી શરૂઆત કરી પણ તે ટકી ન હતી. આજે સેન્સેક્સ 62,158.10 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ બુધવારે 61,940.20 ના સ્તરે બંધ થયો હતો. નિફટીની વાત કરીએતો બુધવારે 18,315.10 ની સપાટીએ કારોબાર પૂર્ણ કર્યા બાદ ઇન્ડેક્સ આજે 18,357.80 ઉપર ખુલ્યો હતો. નિફટીમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, ટેક મહિન્દ્રા , એચડીએફસી અને યુપીએલ ટોપ ગેઈનર રહ્યા હતા. આ પહેલા બુધવારે સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 178 પોઈન્ટ વધીને 61,940 પર અને નિફ્ટી 49 પોઈન્ટ વધીને 18,315 પર બંધ થયા છે.
શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી (11 May 2023)
Opening | SENSEX | NIFTY |
62,158.10 | 18,357.80 |
વૈશ્વિક બજારના મિશ્ર સંકેત મળ્યા હતા
અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થયા બાદ વિશ્વભરના બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે. યુએસ ફ્યુચર્સ માર્કેટમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે એશિયામાં નિક્કી લાલ નિશાનમાં કારોબાર થઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યો છે જ્યારે SGX Nifty લીલા નિશાન ઉપર છે જે 18400ને પાર કરી ગયો હતો.
શેરબજારની છેલ્લી સ્થિતિ ( 011-05-2023 , 09:36 am ) | ||
SENSEX | 61,979.21 | +39.01 (0.063%) |
NIFTY | 18,319.95 | +4.85 (0.026%) |
અદાણી ગ્રુપના શેરમાં પ્રારંભિક કારોબારમાં તેજી (May 11, 2023 09:34:00 AM )
અદાણી એન્ટરપ્રાઇઝિસે(Adani Enterprises) જાહેરાત કરી હતી કે કંપનીનું બોર્ડ ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવા માટે 13 મેના રોજ બેઠક યોજશે. હિન્ડેનબર્ગની અસર બાદ કંપનીએ ફેબ્રુઆરીમાં તેની ₹20,000-કરોડની ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) પાછી ખેંચી લીધી હતી. પોર્ટ-ટુ-પાવર સમૂહના બજાર મૂલ્યના $140 બિલિયનથી વધુનો ઘટાડો થયો હતો. ગ્રૂપની રિન્યુએબલ-એનર્જી આર્મ અદાણી ગ્રીન એનર્જીએ પણ જાહેરાત કરી હતી કે તે 13 મે, શનિવારના રોજ યોજાનારી તેની બોર્ડ મીટિંગમાં દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ ભંડોળ ઊભું કરવાનું વિચારશે.
SCRIP | BSE PRICE(Rs) |
ACC | 1,756.25 0.36% |
ADANI ENTERPRISES | 1,957.30 3.45% |
ADANI GREEN ENERGY | 918.30 1.78% |
ADANI PORTS & SEZ | 701.05 1.45% |
ADANI POWER | 242.10 1.68% |
ADANI TOTAL GAS | 846.05 1.19% |
ADANI TRANSMISSION | 903.10 1.59% |
ADANI WILMAR | 394.75 1.49% |
AMBUJA CEMENT | 408.15 0.01% |
NDTV | 182.95 1.98% |
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…