આવતા સપ્તાહે પેન બનાવતી કંપની આઇપીઓ લાવશે, વાંચો રોકાણની તક વિશે વિગતવાર માહિતી
વધુ એક કંપની ભારતીય શેરબજારમાં લિસ્ટ થવા માટે તૈયાર છે. રિટેલ અને એન્કર રોકાણકારો માટે રોકાણની વધુ એક સારી તક ટૂંક સમયમાં આવી રહી છે. આવતા અઠવાડિયે પેન મેન્યુફેક્ચરિંગ કંપની ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ આવી રહ્યો છે. આ આઇપીઓની પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો પણ જાહેર છે.

વધુ એક કંપની ભારતીય શેરબજારમાં લિસ્ટ થવા માટે તૈયાર છે. રિટેલ અને એન્કર રોકાણકારો માટે રોકાણની વધુ એક સારી તક ટૂંક સમયમાં આવી રહી છે. આવતા અઠવાડિયે પેન મેન્યુફેક્ચરિંગ કંપનીનો આઇપીઓ આવી રહ્યો છે. આ આઇપીઓની પ્રાઇસ બેન્ડ અને અન્ય વિગતો પણ જાહેર છે.
પેન મેન્યુફેક્ચરિંગ કંપની ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રૂ. 593 કરોડની તેની પ્રારંભિક જાહેર ઓફર લોન્ચ કરવા જઇ રહી છે. કંપનીએ પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે. આઇપીઓ માટે પ્રાઇસ રેન્જ 288-304 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. બજારના સૂત્રોએ શુક્રવારે 18 નવેમ્બરના રોજ આ માહિતી જાહેર કરી હતી.
આઇપીઓ 22-24 નવેમ્બર વચ્ચે ખુલશે
સૂત્રોએ જણાવ્યું કે કંપનીનો આઇપીઓ 22 નવેમ્બરે બુધવારે ખુલશે અને 24 નવેમ્બરે શુક્રવારે બંધ થશે. એન્કર રોકાણકારો 21 નવેમ્બરે શેરના રોકાણ માટે બિડ લગાવી શકશે. આઇપીઓ દસ્તાવેજો અનુસાર ફ્લેર રાઇટિંગ ઇશ્યૂમાં રૂ. 292 કરોડ સુધીના નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. આ સિવાય પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ રૂ. 301 કરોડના શેરની ઓફર ફોર સેલ લાવવામાં આવી રહ્યા છે. હાલમાં, પ્રમોટર્સ અને પ્રમોટર જૂથ એકમો કંપનીમાં 100 ટકા હિસ્સો ધરાવે છે.
આઇપીઓમાંથી એકત્ર થયેલી રકમનું શું થશે?
નવા શેરના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ ગુજરાતના વલસાડ જિલ્લામાં ઉત્પાદન ક્ષમતા ઉભી કરવા, કંપનીની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા આર્થિક બળ પૂરું પાડવા અને તેની પેટાકંપની ફ્લેર રાઈટિંગ ઈક્વિપમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને નાણાંકીય જરૂરિયાત સામે સહયોગ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
રોકાણકારો આઇપીઓમાં ઓછામાં ઓછા 49 ઇક્વિટી શેર અને તેના ગુણાંક માટે રોકાણ કરવા માટે બિડ કરી શકે છે. આ કંપની સદા ચાર દાયકાથી વધુ જૂની અગ્રણી બ્રાન્ડ ‘Flair’ કંપનીની માલિક છે. માર્ચ 2023 સુધીમાં લેખન ક્ષેત્રના ઉત્પાદનોના બજારમાં આ કંપની 9 ટકા બજાર હિસ્સો ધરાવતી હતી.
ટાટા ટેક આઇપીઓની પણ પ્રાઇસ બેન્ડ જાહેર કરાઈ
ટાટા ગ્રુપની કંપની ટાટા ટેક્નોલોજીસના આઇપીઓ પર એક મોટું અપડેટ આવ્યું છે. કંપનીએ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ટાટા ટેકના આઇપીઓની પ્રાઇસ બેન્ડ 475-500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીનો આઇપીઓ 22 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ટાટા ટેકના આઈપીઓ પર શેરબજારના નિષ્ણાતોએ કહ્યું છે કે વ્યક્તિએ ટાટા ટેકના આઈપી પર નાણાંનું રોકાણ કરવું જોઈએ.
આ પણ વાંચો : કિંગફિશર બિયર: આ બિયરની કેવી રીતે થઈ શરૂઆત, આ રીતે વિજય માલ્યાએ તેને બનાવી નંબર વન
ડિસ્ક્લેમર: શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.