Share Buyback : મેટલ સેક્ટરની કંપની શેર બાયબેક કરશે, સતત બીજા વર્ષે પ્રસ્તાવ મુક્યો

Share Buyback : ગોદાવરી પાવર અને ઇસ્પાત લિમિટેડ કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપની 15 જૂને ઇક્વિટી શેર બાયબેકના પ્રસ્તાવ પર વિચાર કરશે. કંપનીના બોર્ડની મીટિંગ શનિવાર 15 જૂન, 2024ના રોજ મળશે

Share Buyback : મેટલ સેક્ટરની કંપની શેર બાયબેક કરશે, સતત બીજા વર્ષે પ્રસ્તાવ મુક્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2024 | 10:04 AM

ગોદાવરી પાવર અને ઇસ્પાત લિમિટેડ કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપની 15 જૂને ઇક્વિટી શેર બાયબેકના પ્રસ્તાવ પર વિચાર કરશે. કંપનીના બોર્ડની મીટિંગ શનિવાર 15 જૂન, 2024ના રોજ મળશે જેમાં અન્ય બાબતોની સાથે સાથે કંપનીના રૂપિયા 5ની ફેસ વેલ્યુ સાથેના સંપૂર્ણ ચુકવાયેલા ઇક્વિટી શેરના બાયબેકની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે.

ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાતએ ગયા વર્ષે શેર બાયબેક કર્યું હતું જ્યારે તેણે ટેન્ડર ઓફર રૂટ દ્વારા  રૂપિયા 250 કરોડ સુધીના શેર ખરીદ્યા હતા. બોર્ડે રૂપિયા 5 ફેસ વેલ્યુના 50 લાખ ઇક્વિટી શેરના બાયબેકને મંજૂરી આપી હતી જે કુલ ઇક્વિટી શેરના 3.66 ટકા છે. બાયબેકની કિંમત 500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.

શેર બાયબેક હેઠળ કંપની શેરધારકો પાસેથી તેના શેર બાયબેક કરે છે. શેર બાયબેક બજારમાં ઉપલબ્ધ શેરની સંખ્યાને ઘટાડે છે અને આમ શેરની વાસ્તવિક કિંમતમાં વધારો કરે છે. કંપનીની સિક્યોરિટીઝમાં વ્યવહારો માટેની ટ્રેડિંગ વિન્ડો તમામ નોમિની અને તેમના સંબંધીઓ માટે 8 જૂન, 2024થી બોર્ડની બેઠક પૂરી થયાના 48 કલાકની સમાપ્તિ સુધી બંધ રહેશે.

ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો
PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા
પાણી પીવા માટે આ છે 8 સૌથી બેસ્ટ સમય, જાણો
દરેક કાર્યમાં સફળ થાય છે આ તારીખે જન્મેલા લોકો!
Yoga Day :કસરતની જગ્યાએ કરો માત્ર આટલી યોગ મુદ્રાઓ,અઢળક લાભ મળશે
Yoga Day 2024 : માત્ર ફરવા માટે જ નહીં પરંતુ યોગ માટે બેસ્ટ છે આ સ્થળો

ગયા વર્ષે પણ બાયબેક કરાયું હતું

આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટ કંપની ગોદાવરી પાવર અને ઇસ્પાત લિમિટેડ 15 જૂને ઇક્વિટી શેરના બાયબેકની દરખાસ્ત પર વિચાર કરશે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે GPIL એ ગયા વર્ષે શેર બાયબેક કર્યું હતું, જ્યારે તેણે ટેન્ડર ઓફર રૂટ દ્વારા રૂપિયા 250 કરોડ સુધીના શેર ખરીદ્યા હતા.

GPIL શેરની પ્રાઇસ હિસ્ટ્રી

શુક્રવારે 7 જૂન 2024 ના રોજ  સ્મોલ કેપ કંપનીનો શેર 4.68 ટકાના વધારા સાથે 974.90 પર બંધ થયો હતો. શેરે છેલ્લા એક વર્ષમાં 166 ટકા અને છેલ્લા બે વર્ષમાં 247 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. સ્ટોક 3 મહિનામાં 31 ટકા, 2024માં 26 ટકા અને 6 મહિનામાં 43 ટકા વધ્યો છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો : Stock Tips : આ સરકારી કંપનીઓના શેરમાં રોકાણ કરાવી શકે છે લાભ, કંપનીઓ તરફથી જાહેર થયા સારા સમાચાર

Latest News Updates

22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">