LPG Cylinder Price Hike : પેટ્રોલ – ડીઝલ અને CNG બાદ હવે LPG સિલિન્ડરના ભાવ આમ આદમીની કમર તોડશે, જાણો કેટલો મોંઘો થયો રાંધણ ગેસ
LPG Cylinder Price Hike : તમને જણાવી દઈએ કે આ મહિનાના પહેલા દિવસે ઓઈલ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. આ સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ વધારો થયો ન હતો પરંતુ આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે.
LPG Cylinder Price Hike : ફેસ્ટિવલ સીઝન પહેલા સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) ફરી એક વખત મોંઘો થયો છે. સરકારી તેલ કંપનીઓએ આજે 6 ઓક્ટોબરે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો(LPG Gas Cylinder Price Hike) કર્યો છે. તેલ કંપનીઓએ સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે આ મહિનાના પહેલા દિવસે ઓઈલ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. આ સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ વધારો થયો ન હતો પરંતુ આજે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે.
દેશના મહાનગરોમાં સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરની નવી કિંમત દિલ્હીમાં સબસિડી વગર 14.2 કિલો સિલિન્ડરની કિંમત હવે વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત 911 રૂપિયાથી વધીને 926 રૂપિયા, મુંબઈમાં 844.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં બિન સબસિડી વગરના સિલિન્ડરની કિંમત હવે 915.50 રૂપિયા છે. અગાઉ કિંમત પ્રતિ સિલિન્ડર 900.50 રૂપિયા હતી.
આ રીતે જાણો તમારા શહેરમાં LPG ની નવી કિંમત LPG Gas Cylinderની લેટેસ્ટ કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર બહાર પાડે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.
નેચરલ ગેસના ભાવમાં 62 ટકાનો વધારો થયો છે તમને જણાવી દઈએ કે સરકારે નેચરલ ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ભાવમાં વધારો થયા બાદ સરકારે સ્થાનિક કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે હવે ઓક્ટોબર-માર્ચ અર્ધ (ઓક્ટોબર 2021 થી માર્ચ 2022) માટે કુદરતી ગેસની કિંમત વધારીને 2.90 ડોલર mmbtu કરી છે. એપ્રિલ-સપ્ટેમ્બર 2021 અર્ધ માટે, આ કિંમત 1.79 ડોલર પ્રતિ mmBtu હતી.
1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડર મોંઘો કરાયો હતો સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબરથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધીને 1736.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
આજે પણ પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં વધારો થયો સરકારી તેલ કંપનીઓએ આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. તે જ સમયે, ડીઝલની કિંમતમાં આજે 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે અત્યારે દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. મધ્યપ્રદેશ, છત્તીસગગઢ , દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પોંડીચેરી, તેલંગાણા, પંજાબ, સિક્કિમ, ઓરિસ્સા, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ગુજરાત અને રાજસ્થાનમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર છે.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : શું તમે જાણો છો દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ – ડીઝલ ક્યાં મળે છે?
આ પણ વાંચો : જો High Voltage નાં કારણે બલ્બ, મોબાઈલ, ટીવી, ફ્રીઝ અને પંખો ફૂંકાઈ જાય તો શું કરવું? અહીં કરો ફરિયાદ વળતર જરૂર મળશે