Petrol-Diesel Price Today : શું તમે જાણો છો દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ – ડીઝલ ક્યાં મળે છે?
ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 98.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 99.75 રૂપિયા પ્રતિ લીટર છે.
Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસને સતત પરેશાન કરી રહી છે. ફેસ્ટિવલ સીઝનમાં દેશમાં કેટલાક સ્થળે પેટ્રોલની કિંમત 111 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે. તે જ સમયે ડીઝલે પણ હવે સદી ફટકારી છે. HPCL ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ આજે 6 ઓક્ટોબર 2021 ના રોજ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત વધીને 102.94 રૂપિયા થઈ ગઈ છેજયારે ડીઝલની કિંમત 91.43 રૂપિયા પ્રતિ લિટર છે.
અત્યારે દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ(The highest petrol price is in India) રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં વેચાઈ રહ્યું છે અહીં ભાવ 114 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયો છે. ટ્રાન્સપોર્ટના ખર્ચ અને ટેક્સ સહિતના કારણોથી અહીં અન્ય વિસ્તારોથી તેલ મોંઘુ મળે છે.
ભારતીય તેલ કંપનીઓએ મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છેજયારે ડીઝલની કિંમતમાં આજે 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 98.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 99.75 રૂપિયા પ્રતિ લીટર છે.
તમને જણાવી દઈએ કે અત્યારે દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. મધ્યપ્રદેશ, છત્તીસગગઢ , દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પોંડીચેરી, તેલંગાણા, પંજાબ, સિક્કિમ, ઓરિસ્સા, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ગુજરાત અને રાજસ્થાનમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે દેશમાં વાહનોના ઇંધણના ભાવ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં, ભારત દ્વારા આયાત કરાયેલા ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 78 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. દેશના ઘણા મોટા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયું છે. તમને જણાવી દઈએ કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કર અને પરિવહન ખર્ચને કારણે બદલાય છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 102.94 | 91.43 |
Mumbai | 108.93 | 99.14 |
Chennai | 100.46 | 95.90 |
Kolkata | 103.61 | 94.49 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : જો High Voltage નાં કારણે બલ્બ, મોબાઈલ, ટીવી, ફ્રીઝ અને પંખો ફૂંકાઈ જાય તો શું કરવું? અહીં કરો ફરિયાદ વળતર જરૂર મળશે
આ પણ વાંચો : ABSLAMC Allotment Status : આજે થઇ રહી છે શેરની ફાળવણી, આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ ?