Sensex Opening Bell: ગ્રીન સિગ્નલ સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 90 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 19800 પાર

Sensex Opening Bell:ભારતીય શેરબજારો ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગમાં મામૂલી ઉછાળા સાથે ખુલ્યા હતા . સવારે લગભગ 9.20 વાગ્યે, BSE સેન્સેક્સ 60 પોઈન્ટ અથવા 0.09%ના વધારા સાથે 66,532 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 21 પોઈન્ટ અથવા 0.11%ના વધારા સાથે 19,832 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

Sensex Opening Bell: ગ્રીન સિગ્નલ સાથે બજારની શરૂઆત, સેન્સેક્સ 90 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 19800 પાર
Sensex Opening Bell
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 11:43 AM

ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ અને યુએસ કન્ઝ્યુમર ફુગાવાના અહેવાલ પહેલા વૈશ્વિક બજારોને ટ્રેક કરતા ભારતીય શેરબજારો ગુરુવારે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં નજીવા ઉછાળા સાથે ખુલ્યા હતા. સવારે લગભગ 9.20 વાગ્યે, BSE સેન્સેક્સ 60 પોઈન્ટ અથવા 0.09%ના વધારા સાથે 66,532 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 21 પોઈન્ટ અથવા 0.11%ના વધારા સાથે 19,832 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ કંપનીઓમાં ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, એસબીઆઈ, એનટીપીસી અને એક્સિસ બેન્ક લાભ સાથે ખુલ્યા હતા, જ્યારે ટીસીએસ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ અને ભારતી એરટેલ નુકસાન સાથે ખુલ્યા હતા. જો કે, શરૂઆતી ઉછાળા બાદ માર્કેટમાં ઘટાડો શરૂ થયો છે અને સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર પાછા ફર્યા છે.

12મી ઓક્ટોબરે પરિણામ આવશે

આજે 12મી ઓક્ટોબરે ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, આનંદ રાઠી વેલ્થ, એન્જલ વન, ટાટા મેટાલિક્સ, ફેકર એલોય, ઈન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ, જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ, કેસોરામ ઈન્ડસ્ટ્રીઝ, કિનટેક રિન્યુએબલ્સ, રોઝલેબ્સ ફાઈનાન્સ, શાહ મેટાકોર્પ, સિકલ લોગ ઈન્ડસ્ટ્રીઝ, વંદના નીટવેર અને વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે તેમના પરિણામો જાહેર કરવાના છે. બજાર આના પર નજર રાખશે.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

આ પણ વાંચો-Sabka Sapna Money Money: Gold ETF શું છે, તહેવારોની સિઝનમાં કેવી રીતે નાણાંનું રોકાણ કરવુ ? જાણો તમામ માહિતી

NSE પર F&O પ્રતિબંધ હેઠળ આવતા શેર

NSE એ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, L&T ફાઈનાન્સ હોલ્ડિંગ્સ, મણપ્પુરમ ફાઈનાન્સ અને પંજાબ નેશનલ બેંકને જાળવી રાખતા 12 ઓક્ટોબર માટે બલરામપુર સુગર મિલ્સ, હિન્દુસ્તાન કોપર અને ઈન્ડિયા સિમેન્ટ્સને તેની F&O પ્રતિબંધ સૂચિમાં સામેલ કર્યા છે. જોકે, ડેલ્ટા કોર્પ અને એમસીએક્સ ઈન્ડિયાને આ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એફએન્ડઓ સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવે છે જેમાં સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટથી વધી જાય છે.

GIFT નિફ્ટી

GIFT નિફ્ટી 24 પોઇન્ટના વધારા સાથે વ્યાપક સૂચકાંકો માટે સારા સંકેતો આપી રહ્યો છે. GIFT નિફ્ટી ફ્યુચર 19864 પોઈન્ટની ઊંચી સપાટી બનાવ્યા બાદ 19845 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
g clip-path="url(#clip0_868_265)">