AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabka Sapna Money Money: Gold ETF શું છે, તહેવારોની સિઝનમાં કેવી રીતે નાણાંનું રોકાણ કરવુ ? જાણો તમામ માહિતી

કેટલાક લોકોને ઘરેણાંની જરુરિયાત નથી. તો તેવા લોકો ભૌતિક સોનાને બદલે ડિજિટલ સોનું (Digital Gold) ખરીદી શકે છે. ડિજિટલ સોનામાં રોકાણ (Investment) કરવાની રીત ખૂબ જ સરળ છે.સોનામાં રોકાણ કરવાની એક રીત ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અથવા ગોલ્ડ ઇટીએફ (Gold ETF) છે.

Sabka Sapna Money Money: Gold ETF શું છે, તહેવારોની સિઝનમાં કેવી રીતે નાણાંનું રોકાણ કરવુ ? જાણો તમામ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 3:57 PM
Share

Mutual Fund : ભારતમાં તહેવારોની સિઝન આવતી જતી રહે છે. જુદા જુદા તહેવારોની સિઝનમાં પ્રમાણે સોનાની માગ રહેતી હોય છે. જો કે કેટલાક લોકોને ઘરેણાંની જરુરિયાત નથી. તો તેવા લોકો ભૌતિક સોનાને બદલે ડિજિટલ સોનું (Digital Gold) ખરીદી શકે છે. ડિજિટલ સોનામાં રોકાણ (Investment) કરવાની રીત ખૂબ જ સરળ છે.સોનામાં રોકાણ કરવાની એક રીત ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અથવા ગોલ્ડ ઇટીએફ (Gold ETF) છે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money: Mutual Fundsને ક્યારે સ્વિચ કરવુ અને ક્યારે રિડીમ કરવું જોઇએ ? જાણો કયા પરિબળો પહોંચાડે છે અસર

Gold ETF શું છે ?

તહેવારોના સમયે લોકો મોટાપાયે ઘરેણા ખરીદતા હોય છે. ખાસ કરીને ધનતેરસ અને અક્ષય તૃતીયા જેવા તહેવારો પર સોનું ખરીદવાનું મહત્વ રહેલુ છે. જો કે ઘણા લોકો ડિજિટલ સોનું ખરીદે છે. અમે તમને જણાવીશું કે ગોલ્ડ ETF શું છે. Gold ETFને સોનામાં રોકાણ કરવા માટે ખૂબ સારો વિકલ્પ માનવામાં આવે છે. Gold ETF એક મ્યુચ્યુઅલ ફંડ છે. Gold ETF પણ સોનાના દરમાં ઉપર અને નીચે જાય છે. જો કે Gold ETF પર રોકાણકારોને લાંબા ગાળે સારું વળતર મળવાની શક્યતા છે.

જો કે સારી વાત એ છે કે Gold ETF ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હોય છે.ખાસ વાત તો એ છે કે આ ડિજિટલ સોનામાં તમારે સોનાની શુદ્ધતા વિશે ચિંતા કરવાની જરૂર નથી. ભૌતિક સોનાની તુલનામાં ગોલ્ડ ETF ઝડપથી અને વર્તમાન દરે વેચી શકાય છે.

Gold ETFના ફાયદા શું છે ?

એક Gold ETF યુનિટ 1 ગ્રામ સોનાની બરાબર છે. Gold ETFમાં 99.5% શુદ્ધ સોનું હોય છે. Gold ETFના ભાવ BSE/NSE વેબસાઇટ પર સૂચિબદ્ધ કરવામાં આવે છે. જે પછી સ્ટોક બ્રોકર મારફતે ગમે ત્યારે તેને ખરીદી કે વેચી શકાય છે. ગોલ્ડ ETF ગોલ્ડ જ્વેલરીથી વિપરીત સમગ્ર ભારતમાં એક જ કિંમતે ખરીદી અને વેચી શકાય છે.

ક્યાં અને કેવી રીતે ખરીદવું Gold ETF ?

તમે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટનો ઉપયોગ કરીને બ્રોકર દ્વારા BSE/NSE પર ગોલ્ડ ETF ખરીદી શકો છો. Gold ETF ખરીદતી વખતે અથવા વેચતી વખતે બ્રોકરેજ ફી અને નજીવા ફંડ મેનેજમેન્ટ ચાર્જ લાગુ પડે છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">