છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ 1800 પોઈન્ટથી વધુ ઘટ્યો, રોકાણકારોના રૂ. 10.51 લાખ કરોડ ધોવાયા
BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આ સપ્તાહે ઘટીને રૂ. 249.97 લાખ કરોડ થયું છે. જે છેલ્લા સાત મહિનાનું સૌથી નીચું સ્તર છે.
શેરબજાર માટે વિતેલ સપ્તાહ (Share market updates) ઘણું ઉથલપાથલ વાળુ રહ્યું હતુ. પાંચ ટ્રેડિંગ સેશનમાં, બજાર ચાર દિવસ સુધી ઘટાડા સાથે બંધ થયું, જ્યારે સતત ઘટાડા ઉપર શુક્રવારે બ્રેક લાગી હતી અને સેન્સેક્સે 2.44 ટકાની રિકવરી નોંધાવી હતી. ગયા ગુરુવારે (24 ફેબ્રુઆરી) રશિયાના યુક્રેન (Russia-Ukraine crisis) પરના હુમલાને કારણે સેન્સેક્સમાં 2700 પોઈન્ટ (4.72 ટકા)નો ભારે ઘટાડો નોંધાયો હતો. તે દિવસે ક્રૂડ ઓઇલ 105 ડોલર સુધી પહોંચી ગયું હતું. સાપ્તાહિક ધોરણે, આ સપ્તાહે સેન્સેક્સ 1825 પોઈન્ટ (લગભગ 4 ટકા) ઘટ્યો હતો, જ્યારે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 7 મહિનાની નીચી સપાટીએ આવી ગયું હતું.
BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આ સપ્તાહે ઘટીને રૂ. 249.97 લાખ કરોડ થયું છે. અગાઉ જુલાઈ, 2021માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 235.49 લાખ કરોડના નીચા સ્તરે પહોચી ગયુ હતું. ગયા સપ્તાહે આ માર્કેટ કેપ રૂ. 260.48 લાખ કરોડ હતું. આ રીતે, રોકાણકારોની કુલ સંપત્તિમાં રૂ. 10.51 લાખ કરોડનો ઘટાડો થવા પામ્યો હતો. માત્ર સેન્સેક્સની ટોપ-10 કંપનીઓના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે જ રૂ. 3 લાખ 33 હજાર 307 કરોડનો ઘટાડો નોંધાયો હતો.
રિલાયન્સના માર્કેટ કેપમાં 94828 કરોડનો ઘટાડો થયો
ગત સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની (Reliance industries) માર્કેટ મૂડી રૂ. 94,828.02 કરોડ ઘટીને રૂ. 15,45,044.14 કરોડ થઈ હતી. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું (Tata Consultancy Services) માર્કેટ વેલ્યુએશન રૂ. 1,01,760.91 કરોડ ઘટીને રૂ. 13,01,955.11 કરોડ થયું હતું. HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 31,597.65 કરોડ ઘટીને રૂ. 8,06,931.95 કરોડ થયું હતું.
ઇન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. 5501 કરોડ ઘટ્યું
ઇન્ફોસિસની (Infosys) બજાર સ્થિતિ રૂ. 5,501.34 કરોડ ઘટીને રૂ. 7,12,443.09 કરોડ અને ICICI બેન્કની બજાર સ્થિતિ રૂ. 13,240.66 કરોડની ખોટ સાથે રૂ. 5,07,414.1 કરોડ ઘટી હતી. HDFCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 6,929.03 કરોડ ઘટીને રૂ. 4,35,233.9 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 33,234.97 કરોડ ઘટીને રૂ. 5,09,990.53 કરોડ થયું હતું.
SBIના માર્કેટ કેપમાં રૂ. 29094 કરોડનો ઘટાડો થયો છે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટ વેલ્યુએશન રૂ. 29,094.23 કરોડ ઘટીને રૂ. 4,30,924.87 કરોડ અને બજાજ ફાઇનાન્સનું (Bajaj Finance) રૂ. 3,802.65 કરોડની ખોટ સાથે રૂ. 4,20,653.95 કરોડ થયું હતું. ભારતી એરટેલની (Bharti Airtel) બજાર સ્થિતિ રૂ. 13,318.16 કરોડ ઘટીને રૂ. 3,78,098.62 કરોડ થઈ હતી.
ટોચની 10 કંપનીઓ
ટોપ 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, SBI, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલનો નંબર આવે છે.
આ પણ વાંચોઃ
મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત
આ પણ વાંચોઃ