AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yes Bank Case: યસ બેન્ક મામલે સુપ્રીમ કોર્ટે EDને આપ્યો મોટો ઝટકો, સમજાવ્યો આ જરૂરી નિયમ

યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધાર પર દાખલ થયેલા રિપોર્ટ અનુસાર DHFL અને તેના તત્કાલીન અધ્યક્ષ અને CMD કપિલ વાધવન અને અન્ય આરોપીઓએ કથિત રીતે ગુનાહિત કાવતરા હેઠળ યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીવાળી 17 બેન્કના ગ્રુપની સાથે છેતરપિંડી કરી.

Yes Bank Case: યસ બેન્ક મામલે સુપ્રીમ કોર્ટે EDને આપ્યો મોટો ઝટકો, સમજાવ્યો આ જરૂરી નિયમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:16 PM
Share

Yes Bank Case: યસ બેન્ક કેસમાં સુપ્રીમ કોર્ટે કપિલ વાધવન અને તેમના ભાઈને રાહત આપતા ઈડીને મોટો ઝટકો આપ્યો છે. યસ બેન્ક લોન કૌભાંડ મામલે DHFLના પૂર્વ પ્રમોટર કપિલ વાધવન અને તેમના ભાઈ ધીરજ વાધવનને જામીન મળ્યા હતા, જેને રદ કરવા માટે ઈડીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈડીની અરજીને તે કહેતા રદ કરી દીધી કે જો રિમાન્ડના 61મા/91મા દિવસ સુધી ચાર્જશીટ દાખલ કરવામાં આવતી નથી તો એક આરોપી જામીનનો હકદાર થઈ જાય છે.

યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધાર પર દાખલ થયેલા રિપોર્ટ અનુસાર DHFL અને તેના તત્કાલીન અધ્યક્ષ અને CMD કપિલ વાધવન અને અન્ય આરોપીઓએ કથિત રીતે ગુનાહિત કાવતરા હેઠળ યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીવાળી 17 બેન્કના ગ્રુપની સાથે છેતરપિંડી કરી.

આ પણ વાંચો: અમેરિકા અને યુરોપમાં બેંકિંગ કટોકટી, ભારતમાં કેમ ઘટી રહ્યા છે રિલાયન્સ-TCS જેવી મોટી કંપનીઓના શેર?

જાણો શું છે મામલો

DHFLએ વર્ષ 2007થી 2017ની વચ્ચે 87 તે નકલી કંપનીઓને લગભગ 12 હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ કંપનીઓ વાસ્તવમાં કોઈ વેપાર કરતી નહતી. એટલું જ નહીં પૈસાને ડાયવર્ટ કરવા માટે ખોટી રીતે વર્ચ્યુલ બ્રાંચ પણ બનાવવામાં આવી હતી. સાથે જ પૈસાને ફેરવવા માટે લગભગ 2.6 લાખ નકલી દેવાદાર પણ બનાવવામાં આવ્યા હતા. ફર્જીવાડામાં ફર્જી કંપનીઓ દ્વારા બેન્કો પાસે રૂપિયા લેવામાં આવતા હતા અને આ પૈસાને આરોપી મની લેયરીંગ દ્વારા આ નાણાં પોતાની કંપનીઓમાં મોકલતા હતા. આ રીતે આરોપીઓએ કરોડો રૂપિયા ઉપાડીને મોટું કૌભાંડ કર્યું હતું.

યસ બેન્કના શેરનો શું છે ભાવ?

જો યસ બેન્કના શેરની કિંમતની વાત કરવામાં આવે તો આજે એટલે કે સોમવારે આ શેરનો ભાવ 15 રૂપિયા રહ્યો હતો. માર્કેટ ઓપન થયુ તે સમયે શેર 15.10 રૂપિયાના ભાવ પર ઓપન થયો હતો અને 15.25 રૂપિયા સુધી ઉપર ગયો હતો, જો કે માર્કેટ બંધ થયુ ત્યારે શેયરનો ભાવ 15 રૂપિયા હતો.

બિઝનેસના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

શેરબજાર અને સોનાચાંદીના ભાવ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">