ગ્રાહકોને ફાયદો કરાવતી SBI ની આ સ્કીમ ટૂંક સમયમાં થઈ જશે બંધ, રોકાણ કરવા માટે માત્ર થોડા દિવસ બાકી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકો માટે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે 3 ટકાથી લઈને 7 ટકા સુધી, અમૃત કલશ સિવાય પર વ્યાજ આપે છે. સિનિયર સિટીઝન્સને 3.50 ટકાથી લઈને 7.50 વ્યાજ આપવામાં આવે છે. SBI ની સ્પેશિયલ સ્કીમમાં વ્યાજ પાકતી મુદત પર ચૂકવવામાં આવે છે.

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રોકાણકારોને વધારે ફાયદો કરાવતી સ્કીમ હવે બંધ થવા જઈ રહી છે. આ સ્કીમનું નામ ‘અમૃત કલશ’ છે. આ સ્કીમ ફિક્સ ડિપોઝીટના રૂપમાં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમ બંધ કરવાની છેલ્લી તારીખ અનેક વખત આગળ વધારવામાં આવી છે. SBIની ઓફિશિયલ વેબસાઈટ મૂજબ આ 400 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ સામાન્ય નાગરિકો માટે 7.1 ટકા અને સિનિયર સિટીઝન્સને 7.6 ટકા વ્યાજ આપે છે.
અમૃત કલશ સ્કીમની વિગતો
અમૃત કલશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. SBIની ઓફિશિયલ વેબસાઈટ મૂજબ 400 દિવસની આ સ્કીમમાં ઈન્વેસ્ટર્સને 7.10% વ્યાજ મળે છે. આ વ્યાજ 12 એપ્રિલ, 2023થી લાગુ છે. આ ઉપરાંત સિનિયર સિટીઝન્સને 7.60% વ્યાજ આપવામાં આવે છે.
આ સ્કીમ 31 ડિસેમ્બર 2023 સુધી જ માન્ય રહેશે. તમે SBI ની અમૃત કલશ ફિક્સ ડીપોઝિટ સ્કીમમાં SBI બેંકની બ્રાંચ, INB, YONO ચેનલો દ્વારા ઈન્વેસ્ટ કરી શકો છો. SBI ની આ સ્કીમમાં ડિપોઝિટ વિકલ્પો સામે સમય પહેલા ઉપાડ અને લોનની સુવિધા પણ આપવામાં આવે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના FD વ્યાજ દર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકો માટે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે 3 ટકાથી લઈને 7 ટકા સુધી, અમૃત કલશ સિવાય પર વ્યાજ આપે છે. સિનિયર સિટીઝન્સને 3.50 ટકાથી લઈને 7.50 વ્યાજ આપવામાં આવે છે.
આ પણ વાંચો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે 10 રૂપિયાનો ઘટાડો, ક્રૂડ ઓઈલના ભાવ સતત ચોથા દિવસે ગગડ્યા
વ્યાજ TDS બાદ કરી ખાતામાં જમા કરવામાં આવશે
SBI ની સ્પેશિયલ અમૃત કલશ ફિક્સ ડીપોઝિટ સ્કીમમાં વ્યાજ પાકતી મુદત પર ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત તમને મળવા પાત્ર વ્યાજ TDS બાદ કરી ખાતામાં જમા કરવામાં આવે છે. વેબસાઈટ અનુસાર, મેચ્યોરિટી પહેલા રકમ ઉપાડવા પર બેંકમાં થાપણના સમયગાળા માટે લાગુ પડતા વ્યાજ દર કરતા અડધા ટકાથી લઈને એક ટકા ઓછું મળશે. અથવા કરારના દર કરતાં 0.50 ટકા અથવા 1 ટકા જે ઓછું હશે.
